Olina oil tanker US seizes : અમેરિકાએ દરિયામાં વધુ એક ઓઇલ ટેન્કર ‘ઓલિના’ જપ્ત કર્યું
- અમેરિકી સેનાએ વધુ એક જહાજને કર્યું જપ્ત (Olina oil tanker US seizes )
- દરિયામાંથી વધુ એક ઓઇલ ટેન્કર કર્યું જપ્ત
- USએ અત્યાર સુઘી પાંચ ઓઇલ ટેન્કર જહાજને જપ્ત કર્યું
અમેરિકાએ વેનેઝુએલા પર રાજકીય નિયંત્રણ મેળવ્યા (Venezuela oil crisis 2026) બાદ હવે તેના તેલ સંસાધનો પર મજબૂત પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. એક ખાસ વ્યૂહરચના હેઠળ, અમેરિકી સેનાએ સમુદ્રમાં મોટા પાયે ઓપરેશન હાથ ધરીને વધુ એક સફળતા મેળવી છે. યુએસ મરીન અને નેવીના જવાનોએ વહેલી સવારે કેરેબિયન સમુદ્રમાં ઓઇલ ટેન્કર 'ઓલિના' ને (US seizes Olina tanker) અટકાવીને તેને જપ્ત કરી લીધું છે. છેલ્લા ત્રણ દિવસમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી આ સતત ત્રીજી મોટી કાર્યવાહી છે.
Olina oil tanker US seizes : યુએસ કમાન્ડરે કરી સત્તાવાર પુષ્ટિ
યુએસ સધર્ન કમાન્ડે આ જપ્તી અંગે સત્તાવાર જાહેરાત કરી છે. વેનેઝુએલામાં નિકોલસ માદુરોની સત્તા ગયા બાદ, અમેરિકા તેલના પુરવઠા પર નિયંત્રણ મેળવવા માટે અત્યંત આક્રમક મૂડમાં દેખાઈ રહ્યું છે. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ અંગે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી વિશ્વના ગુનેગારો માટે એક સ્પષ્ટ સંદેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જપ્ત કરાયેલું 'ઓલિના' ટેન્કર કહેવાતા "ઘોસ્ટ ફ્લીટ" (રડારથી બચીને ચાલતા જહાજો) નો ભાગ હતું. આ જહાજ અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર તેલ લઈ જતું હોવાની શંકા છે.
Olina oil tanker US seizes : રશિયાના જહાજો પણ અમેરિકાના નિશાના પર
અમેરિકાની આ કાર્યવાહી માત્ર વેનેઝુએલા પૂરતી સીમિત નથી. રશિયન જહાજો પણ હવે અમેરિકી સેનાના રડારમાં છે. અગાઉ યુએસ સૈન્યએ ઉત્તર એટલાન્ટિકમાં રશિયન ધ્વજ ધરાવતા ટેન્કર "મરિનેરા" નો લાંબો પીછો કરીને તેને જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, શંકાસ્પદ પ્રવૃત્તિઓના આરોપ હેઠળ "એમ/ટી સોફિયા" નામના અન્ય એક ટેન્કરને પણ કબજે કરવામાં આવ્યું છે. આ ઘટનાઓને કારણે મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે રાજદ્વારી યુદ્ધ તેજ બન્યું છે. રશિયન પરિવહન મંત્રાલયે આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે.
Olina oil tanker US seizes : જપ્ત કરાયેલા ટેન્કરમાં ભારતીયો ફસાયા
આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં ભારતીય નાગરિકોની સુરક્ષાનો (Indian sailors in seized ship) ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાએ જપ્ત કરેલા રશિયન ટેન્કર "મરિનેરા" ના ક્રૂ સભ્યોમાં ત્રણ ભારતીયો સામેલ છે, જેમને મુક્ત કરાવવા રશિયાએ અમેરિકાને અપીલ કરી છે. તેવી જ રીતે, "એમ/ટી સોફિયા" ટેન્કરમાં પણ ત્રણ ભારતીયો સહિત કુલ 28 સભ્યો સવાર છે. જેમાં યુક્રેન, જ્યોર્જિયા અને રશિયાના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના મતે, આતંકવાદ અને ગેરકાયદે વેપાર માટે વપરાતું ભંડોળ રોકવા માટે આ પ્રકારની કડક કાર્યવાહી જરૂરી છે.
આ પણ વાંચો: ઇરાનમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આયાતુલ્લાહ ખામેનીનું રાષ્ટ્ર સંબોધન ,જાણો શું કહ્યું...


