America: અમેરિકામાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, ISIS શંકાસ્પદ યુવકની ધરપકડ, નવા વર્ષમાં મોટા બ્લાસ્ટનો હતો પ્લાન!
- America: અમેરિકામાં મોટા હુમલાનો પ્લાન
- FBI એ શંકાસ્પદ યુવકની કરી ધરપકડ
- ISIS થી પ્રભાવિત હતો યુવક
America: યુનાઇટેડ સ્ટેટ્સ (United States) માં 2026 ના નવા વર્ષની ઉજવણી દરમિયાન એક મોટા આતંકવાદી (Terrorist) હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. FBI એ ઉત્તર કેરોલિના (North Carolina) ના મિન્ટ હિલના રહેવાસી 18 વર્ષીય ક્રિશ્ચિયન સ્ટર્ડિવન્ટ નામના શંકાસ્પદની ધરપકડ કરી છે. જેના પર આતંકવાદી સંગઠન ISIS થી પ્રભાવિત થઈને ઘાતક હુમલાનું આયોજન કરવાનો આરોપ છે.
મળતી માહિતી અનુસાર, ક્રિશ્ચિયન ISIS વિચારધારાથી પ્રભાવિત થયો હતો. અને પોતાને સંગઠનનો "સૈનિક" કહેવા લાગ્યો હતો. ડિસેમ્બર 2025 માં, તેણે ઘણી ઓનલાઈન પોસ્ટ્સ શેર કરી હતી. જેમાં બિન-મુસ્લિમ સમુદાયો વિરુદ્ધ નફરતભર્યા ભાષણો હતા. મળતી માહિતી મુજબ, તેણે જેહાદ વિશે વાત કરતી વખતે હથોડી અને છરી જેવા હથિયારોથી હુમલો કરવાની યોજના બનાવી હતી.
એફબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે, તેનો ઈરાદો ઉત્તર કેરોલિનામાં એક કરિયાણાની દુકાન અને ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટને ટાર્ગેટ બનાવવાનો હતો. તેણે હુમલા માટે હથિયારોની ખરીદી કરી હતી. જેમાં કપડાં, મોજા અને માસ્કનો સમાવેશ થાય છે.
America: આરોપીના ઘરે થઈ તપાસ
29 ડિસેમ્બરે આરોપીના ઘરે પોલીસે તપાસ કરી હતી. તેના ઘરે તપાસ દરમિયાન 'ન્યૂ યર એટેક 2026' (New Year Attack 2026) નામની એક નોટબુક મળી આવી હતી. જેમાં 20 થી વધુ લોકોને નિશાન બનાવવાની યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હુમલા પછી પોતે શહીદ સાબિત થવા માટે પોલીસ ઉપર પણ હુમલો કરશે, તેવો નોટબુકમાં ઉલ્લેખ હતો. જોકે પરિવારના એક સભ્યએ કેટલાક હથિયારો છુપાવ્યા હતા. તેના રૂમમાંથી હથોડા, છરીઓ, લક્ષ્યોની યાદી અને વ્યૂહાત્મક સાધનો મળી આવ્યા હતા.
આ પણ વાંચો-----Mexico Earthquake: મેક્સિકોમાં 6.5 તીવ્રતાનો ભૂકંપ! રાષ્ટ્રપતિની પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે રોકાઈ
આ પણ વાંચો-----Rajnath Singh : વ્હાઈટ કોલર આતંકવાદ દેશ માટે મોટો ખતરો, રાજનાથ સિંહે ચિંતા વ્યક્ત કરી


