Texas Plane Crash : અમેરિકામાં વિમાન તૂટી પડ્યું, તમામ મુસાફરોના મોત
- Texas Plane Crash માં વિમાનમાં સવાર તમામે જીવ ગુમાવ્યા
- નાનું પ્લેન હાઇકિંગ સ્થળ નજીક ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી
- ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ તુરંત સ્થળ પર પહોંચ્યું
- સક્ષમ એજન્સીઓ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરાઇ
Texas Plane Crash : અમેરિકાના ટેક્સાસ (America - Texas) રાજ્યના હિલ કન્ટ્રીમાં (Hill Country) એક નાનું વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર પાંચેય લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન રાત્રે લગભગ 11-25 કલાકે ક્રેશ થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશ (The Federal Aviation Administration) ને જણાવ્યું હતું કે, સેસ્ના 421C વિમાન ગઈકાલે રાત્રે ઓસ્ટિનથી લગભગ 64 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં વિમ્બરલી શહેરમાં ક્રેશ થયું છે. હાલ સક્ષમ એજન્સીઓ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરાઇ રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો - FIFA 2026 : ટ્રમ્પની ઇરાનને મંજૂરી, બે દેશોના સંબંધોમાં સુધારાના સંકેત !
Texas Plane Crash, દક્ષિણ પશ્ચિમમાં વિમ્બરલીમાં અકસ્માત
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના એક અધિકારીએ ટૂંકી વિગતો આપતા જણાવ્યું હતું કે, સેસ્ના 421C વિમાન, જેમાં પાંચ લોકો સવાર હતા, જે રાત્રે લગભગ 11:25 વાગ્યે ક્રેશ થયું હતું, હેય્સ કાઉન્ટીના ન્યાયાધીશ રુબેન બેસેરાએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ અકસ્માત ગુરુવારે રાત્રે ઓસ્ટિનથી લગભગ 40 માઇલ (64 કિલોમીટર) દક્ષિણ પશ્ચિમમાં વિમ્બરલી શહેરમાં થયો હતો.
Texas Plane Crash, જાણીતા હાઇકિંગ સ્થળે દુર્ઘટના
શરૂઆતની માહિતી મુજબ, વિમાન અચાનક કાબુ ગુમાવી બેઠું અને જમીન પર પટકાયું હતું. જો કે, અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ટેક્સાસ હિલ કન્ટ્રીમાં બ્લેન્કો નદીના કિનારે સ્થિત એક લોકપ્રિય પર્યટન અને હાઇકિંગ સ્થળ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જો કે, પ્લેન ક્રેશમાં કોઇને બચાવી શકાયું નહતું. મુસાફરોના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. આ પ્લેન ક્રેશ થવા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો - Abu Dhabi: એતિહાદ એરવેઝે 15 કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા, 48 કલાકમાં દેશ છોડવા અલ્ટીમેટમ


