અમેરિકાએ વાપર્યું રહસ્યમય હથિયાર? USના 20 સૈનિકો વેનેઝુએલાના લશ્કર પર ભારે પડ્યા!
અમેરિકાએ વેનેઝુએલા પર કર્યો હતો લશ્કરી હુમલો (US Secret Weapon Venezuela )
અમેરિકાએ રહસ્યમય હથિયારનો કર્યો હતો ઉપયોગ
આ હથિયાર સામે વેનેઝુએલાના સૈનિકો ટકી શક્યા નહીં
તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલા પર એક આશ્ચર્યજનક લશ્કરી હુમલો કર્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કરવામાં આવી હતી. આ ઓપરેશન બાદ હવે એવા ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે કે અમેરિકન સૈન્યએ એક અત્યંત રહસ્યમય હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ હથિયારની અસર એટલી ભયાનક હતી કે વેનેઝુએલાના લશ્કરી રક્ષકો ગણતરીની મિનિટોમાં જ ઘૂંટણિયે પડી ગયા હતા અને તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શી સૈનિકનું નિવેદન સોશિયલ મીડિયા પર શેર કરીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે.
US Secret Weapon Venezuela : વેનેઝુએલાના સૈનિકે વર્ણવી આપવીતી
વેનેઝુએલાના એક સુરક્ષા ગાર્ડે વિગતવાર જણાવ્યું કે કેવી રીતે અમેરિકન દળોએ પોતાનો એક પણ સૈનિક ગુમાવ્યા વિના સેંકડો સ્થાનિક સૈનિકોને પરાસ્ત કર્યા. તેમણે કહ્યું કે, "અમે અમારી ચોકી પર તૈનાત હતા, ત્યારે અચાનક કોઈ પણ દેખીતા કારણ વગર અમારી રડાર સિસ્ટમ અને ટેકનોલોજી ઠપ્પ થઈ ગઈ. અમને કંઈ સમજાય તે પહેલાં જ આકાશમાં અસંખ્ય ડ્રોન દેખાવા લાગ્યા. થોડી જ વારમાં માત્ર આઠ હેલિકોપ્ટરમાંથી આશરે 20 યુએસ સૈનિકો નીચે ઉતર્યા, જેમના હથિયારો અને લડવાની શૈલી અમે પહેલા ક્યારેય જોઈ નહોતી."
આ સૈનિકે વધુમાં ઉમેર્યું કે, જે દ્રશ્યો સર્જાયા તે યુદ્ધ નહીં પરંતુ એક તરફી હત્યાકાંડ જેવું હતું. અમેરિકન સૈનિકો પાસે અત્યંત આધુનિક ટેકનોલોજી હતી. તેમની હુમલો કરવાની ઝડપ અને સચોટતા અકલ્પનીય હતી. ગાર્ડે ડરતા ડરતા યાદ કર્યું કે, "અમારી પાસે સેંકડોની સંખ્યામાં સૈનિકો હોવા છતાં અમારી પાસે બચવાની કોઈ તક નહોતી. તે અમેરિકન સૈનિકો એટલી ઝડપથી ગોળીબાર કરી રહ્યા હતા કે જાણે દરેક સૈનિક મિનિટમાં ૩૦૦ રાઉન્ડ ફાયર કરી રહ્યો હોય."
અમેરિકી સૈનિકોએ રહસ્યમય હથિયારનો કર્યો ઉપયોગ
સૌથી ભયાનક વળાંક ત્યારે આવ્યો જ્યારે અમેરિકન સૈન્યએ તેમના 'ગુપ્ત હથિયાર'નો ઉપયોગ કર્યો. સૈનિકના જણાવ્યા મુજબ, "તેઓએ કંઈક એવું ચલાવ્યું જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. તે અવાજના ખૂબ જ શક્તિશાળી તરંગો જેવું હતું. અચાનક મને લાગ્યું કે મારું માથું અંદરથી ફાટી રહ્યું છે. જોતજોતામાં અમારા બધાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું અને કેટલાક સૈનિકો તો લોહીની ઉલટીઓ કરવા લાગ્યા. અમે જમીન પર પટકાઈ ગયા અને હલનચલન કરવા માટે પણ અસમર્થ બની ગયા હતા.
આ પણ વાંચો: Masood Azhar Viral Audio : જૈશ-એ-મોહમ્મદ વડા મસૂદ અઝહરનો ઓડિયો UNએ જાહેર કર્યો, ભારતને આપી આ ધમકી!


