Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

America : વ્હાઈટ હાઉસ બહાર 25 રાઉન્ડ ફાયરિંગ, સિક્રેટ સર્વિસે એક હુમલાખોરને ગોળી મારતા સારવાર દરમિયાન મોત

America : અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની છે જેમાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. સીક્રેટ સેવા આ વિસ્તારમાં તપાસ અને સુરક્ષા કામગીરી કરી રહી છે. કોના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી હાલ સામે આવી નથી. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે એફબીઆઈ પણ ઘટનાસ્થળે હાજર હતું અને તપાસનો ધમધમાટ શરૂ છે. હાલમાં જે જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
america   વ્હાઈટ હાઉસ બહાર 25 રાઉન્ડ ફાયરિંગ  સિક્રેટ સર્વિસે એક હુમલાખોરને ગોળી મારતા સારવાર દરમિયાન મોત
Advertisement
  • America ના વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગની ઘટના
  • ઘટના સમયે વ્હાઇટ હાઉસમાં હાજર હતા ટ્રમ્પ
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક હુમલાખોરનું મોત
  • અન્ય એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો
  • અમેરિકાની પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

America : વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સ પાસે ગોળીબારની બીજી ઘટના બની છે. ગોળીબાર દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કોમ્પ્લેક્સમાં હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે શનિવારે સાંજે 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની બેગમાંથી હથિયાર કાઢીને ગોળીબાર શરૂ કર્યો હતો. સિક્રેટ સર્વિસ પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં શંકાસ્પદને ગોળી વાગી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

ફાયરિંગ દરમિયાન એક રાહદારીને પણ ગોળી વાગી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે ત્યાં હાજર પત્રકારોને અનેક ગોળીબારના અવાજો સાંભળ્યા હતા. ત્યારબાદ તેમને પ્રેસ બ્રીફિંગ રૂમમાં જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તેમને બહાર જતા અટકાવ્યા હતા. યુએસ સિક્રેટ સર્વિસના અહેવાલ અનુસાર તેમને વ્હાઇટ હાઉસથી એક બ્લોક, 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ NW નજીક ગોળીબારના અહેવાલો મળ્યા હતા. અને તેઓ ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ પાસેથી માહિતીની મેળવવાનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

America ના FBI ડિરેક્ટર કાશ પટેલનું નિવેદન

FBI ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ ગોળીબારનો સામે જવાબ આપ્યો છે અને કહ્યું કે, તેઓ શક્ય તેટલી વહેલી તકે જનતાને અપડેટ કરશે. પટેલે ઉમેર્યું હતું કે FBI સાથે ગુપ્ત એજન્સીઓ પણ સ્થળ પર હાજર હતી. તો મહત્વની વાત તો એ છે કે, ગોળીબાર સમયે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા. હાલમાં તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળે છે. જોકે, કોઈ સત્તાવાર ઇજાની પુષ્ટિ થઈ નથી. વોશિંગ્ટનની મેટ્રોપોલિટન પોલીસે હજુ સુધી ઘટના અંગે કોઈ વિગતો જાહેર કરી નથી. સુરક્ષા એજન્સીઓ વિસ્તારની તપાસ કરી રહી છે અને લોકોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે.


આ પણ વાંચો : Donald Trump એ આપ્યા મોટી તબાહીના સંકેત, એક પોસ્ટથી ખળભળાટ

Tags :
Advertisement

.

×