Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Journalist Kidnapped : બગદાદથી અમેરિકન પત્રકાર શેલી કિટલસનનું અપહરણ, CCTV આવ્યા સામે

US Journalist Kidnapped : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાકની રાજધાની બગદાદમાંથી જાણીતા અમેરિકન ફ્રીલાન્સ પત્રકાર શેલી કિટલસનનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.
us journalist kidnapped   બગદાદથી અમેરિકન પત્રકાર શેલી કિટલસનનું અપહરણ  cctv આવ્યા સામે
Advertisement
  • US Journalist Kidnapped : બગદાદમાં અમેરિકી પત્રકારનું અપહરણ
  • ઈરાકી સુરક્ષાદળોએ સુરક્ષિત મુક્ત કરાવી
  • પત્રકાર શૈલી કિટલસનનું કરાયું હતું અપહરણ
  • અપહરણની ઘટનાના CCTV આવ્યા સામે
  • એક વાહન જપ્ત, અપહરણકારો હજુ ફરાર

US Journalist Kidnapped : મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાકની રાજધાની બગદાદ (Baghdad)માંથી જાણીતા અમેરિકન ફ્રીલાન્સ પત્રકાર શેલી કિટલસન (Shelly Kittleson) નું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ઈરાકી ગૃહ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સુરક્ષા દળો અપહરણકર્તાઓને શોધી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલય (US State Department) પણ આ મામલે સતર્ક છે અને ઈરાકી સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.

US Journalist Kidnapped : ઈરાન કનેકશન લઈને તપાસમાં મોટો ખુલાસો

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સહાયક સચિવ ડાયલન જોહ્ન્સન (Dylan Johnson) ના જણાવ્યા અનુસાર, આ અપહરણ પાછળ ઈરાન સમર્થિત લશ્કરી જૂથ 'કતૈબ હિઝબુલ્લાહ' (Kata'ib Hezbollah) નો હાથ હોવાની પ્રબળ શંકા છે. તપાસ દરમિયાન એક વાહન પલટી જતાં આ જૂથ સાથે સંકળાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કતૈબ હિઝબુલ્લાહ એ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની 'એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ' નો મહત્વનો ભાગ છે.

Advertisement

Advertisement

શું આ ઇઝરાયેલના હુમલાનો બદલો છે?

ઘણા રણનીતિકારો આ ઘટનાને 28 માર્ચ, 2026 ના રોજ દક્ષિણ લેબનોન (South Lebanon) માં થયેલા હુમલાના બદલા તરીકે જોઈ રહ્યા છે. તે દિવસે ઇઝરાયેલ (Israel) દ્વારા કરવામાં આવેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ત્રણ મીડિયાકર્મીઓ—ફાતિમા ફતુની, અલી શોએબ અને મોહમ્મદ ફતુનીના મોત થયા હતા. પશ્ચિમી પત્રકારનું અપહરણ એ ઈરાન પ્રેરિત જૂથો તરફથી વળતો જવાબ હોવાની આશંકા સેવાઈ રહી છે.

કોણ છે શેલી કિટલસન અને કતૈબ હિઝબુલ્લાહ?

શેલી કિટલસન એક અનુભવી અમેરિકન પત્રકાર છે. જે વર્ષોથી મધ્ય પૂર્વ અને અફઘાનિસ્તાનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરે છે. તેમને તેમના સાહસિક કાર્ય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે. ઈરાકમાં સક્રિય આ જૂથનો મુખ્ય હેતુ અમેરિકી દળોને દેશમાંથી હાંકી કાઢવાનો છે. આ જૂથ અગાઉ પણ વિદેશી નાગરિકોના અપહરણની ઘટનાઓમાં સામેલ રહ્યું છે. જેમાં એલિઝાબેથ ત્સુરકોવનો કેસ વૈશ્વિક સ્તરે ચર્ચાયો હતો.

આ પણ વાંચો : Crimea Plane Crash: Russian military aircraft AN-26 ના ચીંથરેચીંથરા ઉડ્યા, 29 સૈનિકના મોત

Tags :
Advertisement

.

×