Pakistan ની વધુ એક ઈન્ટરનેશનલ બેજ્જતી, અમેરિકન સાંસદે સરાજાહેર આતંકવાદી જૂથને ખતમ કરવાની આપી સલાહ
- અમેરિકન સાંસદ Brad Sherman એ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળને આયનો બતાવ્યો
- Jaish-e-Mohammed આંતકવાદી જૂથને ખતમ કરવાની સલાહ આપી દીધી
- પાકિસ્તાનમાં વસતા લઘુમતિઓ પર પણ આપ્યું નિવેદન
Pakistan : ભારતે પોતાના 7 પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોમાં મોકલ્યા છે. જેથી ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની કાર્યવાહી અને પાકિસ્તાને કરેલા પહલગામ આતંકી હુમલા (Pahalgam terrorist attack) ની સમગ્ર વિશ્વને જાણ થાય. ભારતની વાદે વાદે પાકિસ્તાને પણ પોતાનું એક પ્રતિનિધિ મંડળ અમેરિકા મોકલ્યું છે. જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) કરી રહ્યા છે. આ પ્રતિનિધિ મંડળે અમેરિકન સાંસદો સાથે મુલાકાત કરી છે. જેમાં પાકિસ્તાનની વધુ એક ઈન્ટરનેશનલ બેજ્જતી થઈ છે.
સરાજાહેર આપી સલાહ
ભારતે વિવિધ દેશોમાં 7 પ્રતિનિધિ મંડળ મોકલ્યા છે. ભારતનું જોઈને પાકિસ્તાને પણ તેના ભૂતપૂર્વ વિદેશમંત્રી Bilawal Bhutto ની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિ મંડળ અમેરિકા મોકલ્યું છે. આ પ્રતિનિધિ મંડળની અમેરિકન સાંસદો સાથેની મુલાકાતમાં પાકિસ્તાનના આ પ્રતિનિધિ મંડળને જ નહિ પરંતુ સમગ્ર પાકિસ્તાનને નીચું જોવાનો વારો આવ્યો છે. અમેરિકન સાંસદ Brad Sherman એ સરાજાહેર એક ચોક્કસ આતંકવાદી જૂથને ખતમ કરવાની સલાહ આપી. શેરમેને જૈશ-એ-મોહમ્મદ નામ લઈને આતંક ફેલાવતા આ જૂથનો સફાયો કરવા કહેતા પાકિસ્તાનના ડેલિગેટ્સનું માથું શરમથી ઝુકી ગયું છે.
આ પણ વાંચોઃ Shashi Tharoor : થરૂર પિતા-પુત્રના ઓપરેશન સિંદૂર પર કરેલ સવાલ જવાબનો વીડિયો થયો Viral
જૈશ-એ-મોહમ્મદનું પાપ યાદ કરાવ્યું
બિલાવલ ભુટ્ટોના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચા દરમિયાન, યુએસ સાંસદ બ્રેડ શેરમેને કહ્યું કે જૈશ-એ-મોહમ્મદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ. આ આતંકવાદી સંગઠનની ટીકા કરતા શેરમેને કહ્યું કે 2002 માં આ જૂથના આતંકવાદીઓએ વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લ (Daniel Pearl) ની હત્યા કરી હતી. શેરમેને ભુટ્ટોની હાજરીમાં કહ્યું કે પાકિસ્તાન સરકારે આ આતંકવાદી સંગઠનનો અંત લાવવા માટે શક્ય તમામ પગલાં લેવા જોઈએ. શેરમેને પાકિસ્તાનમાં લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના લોકોને ડર્યા વિના તેમના ધર્મનું પાલન કરવાની અને લોકશાહી વ્યવસ્થામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
STORY | US lawmaker tells Pak delegation to eliminate ‘vile’ terror group Jaish-e-Mohammed
READ: https://t.co/7UPws6UwVb pic.twitter.com/KTd3sU3JwH
— Press Trust of India (@PTI_News) June 6, 2025
અમેરિકન સાંસદે જ આ ઘટના શેર કરી
પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે થયેલ મુલાકાતને અમેરિકન સાંસદ બ્રેડ શેરમેને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, મેં પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાદ સામેની લડાઈનું મહત્વ જણાવ્યું. ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ સામે. જેણે 2002 માં મારા સંસદીય મતવિસ્તારના રહેવાસી ડેનિયલ પર્લની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદી ઓમર સઈદ શેખને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જૈશ એ યુએન દ્વારા જાહેર કરાયેલ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. જે 2019 ના પુલવામા હુમલા માટે પણ જવાબદાર છે, જેમાં 40 સૈનિકો શહીદ થયા હતા.
આ પણ વાંચોઃ બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઇન્ડને કેનેડા પોલીસે ઝડપી પાડ્યો