"અમેરિકાના લોકો બેવકૂફ છે" : જાણો US એક્સપર્ટને કેમ કરવી પડી આવી વાત?
. કેરળમાં 6 દાયકા બાદ ડાબેરી શાસનનો અંત; કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ને 140 માંથી 102 બેઠકો મળી
. અમેરિકી એક્સપર્ટ માર્ક ડબોવિટ્ઝે અમેરિકાના લોકોને 'બેવકૂફ' કહી ભારતીય લોકશાહીની સમજને બિરદાવી
. બંગાળ અને ત્રિપુરા બાદ હવે કેરળ પણ ગુમાવતા ભારતનો રાજકીય નકશો ડાબેરી મુક્ત બન્યો છે
Kerala Election Results : કેરળ વિધાનસભા ચૂંટણી (Kerala Assembly Election) ઓમાં ડાબેરી મોરચા (Left Front) ની હાર થઈ છે. તેની સાથે જ હવે ભારતનું કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં લેફ્ટ ફ્રન્ટની સરકાર બચી હોય. તેવામાં ચૂંટણી પરિણામોએ ન માત્ર ભારતમાં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ હલચલ મચાવી દીધી છે.
હવે કેરળમાં ડાબેરી પક્ષોનો લગભગ 6 દાયકા જૂનો દબદબો સમાપ્ત થયો અને કોંગ્રેસ (Congress) ના નેતૃત્વવાળા યુડીએફ (UDF) ની શાનદાર જીત પર અમેરિકામાંથી એક મોટું નિવેદન સામે આવ્યું છે.
અમેરિકાના પોલિસી એક્સપર્ટે આના માટે ભારતીય મતદાતાઓના વખાણ કર્યા છે અને અમેરિકાના લોકોને બેવકૂફ પણ કહી દીધા છે.
અમેરિકાના પોલિસી એનાલિસ્ટ (US policy analyst) માર્ક ડબોવિટ્ઝ (Mark Dubowitz) એ ભારતના વોટર્સના વખાણ કરતા કહ્યુ છે કે ભારતે કમ્યુનિસ્ટોને બહાર ફેંકી દીધા છે, જ્યારે અમેરિકામાં અત્યાર સુધી આવું થઈ રહ્યું નથી. માર્ક ડબોવિટ્ઝે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેરળની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે ભારત કમ્યુનિસ્ટોને સત્તામાંથી બહાર ફેંકી રહ્યું છે, જ્યારે અમેરિકા પોતાના શહેરો, રાજ્યો અને કોંગ્રેસના સદસ્યો તરીકે ચૂંટી રહ્યું છે. હા, અમે એટલા બેવકૂફ છીએ.
India is throwing out Communists from power as America is electing them to govern their cities, states — and as members of Congress.
Yes, we’re that stupid. https://t.co/gMWlSIbheF
— Mark Dubowitz (@mdubowitz) May 4, 2026
આ પણ વાંચો : બંગાળમાં BJP ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન
કેરળમાં UDF ની જીત
મહત્ત્વપૂર્ણ છે કે કેરળમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF નો વિજય થયો છે. UDF ને 140માંથી 102 બેઠકો પર જીત મળી છે. જ્યારે ડાબેરી મોરચા (LDF) ને માત્ર 35 બેઠકો મળી શકી છે. જ્યારે ભાજપને 3 બેઠકો મળી છે.
આ જનાદેશની સાથે ભારતના રાજકીય નક્શામાં ડાબેરીઓનો આખરી કિલ્લો પણ ધ્વસ્ત થયો છે. લગભગ 60 વર્ષોમાં પહેલીવાર એવું થયું છે કે ભારતના કોઈપણ રાજ્યમાં ડાબેરી પક્ષોની સરકાર નથી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહીત સીપીએમના ઘણાં વરિષ્ઠ નેતાઓને આકરા મુકાબલાનો સામનો કરવો પડયો છે અને ઘણાં મંત્રીઓને પોતાની બેઠકો ગુમાવવી પડી છે.
આ પણ વાંચો : ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તમામ 22 આરોપીઓ બોમ્બે HC માંથી બરી
બંગાળ, ત્રિપુરા બાદ કેરળ પણ ગુમાવ્યું
એક્સપર્ટ્સ મુજબ, કેરળમાં ડાબેરીઓના પતનના ઘણાં કારણ છે. લાંબા સમય સુધી સબ્સિડી અને પેન્શનના ભરોસે વોટબેંક બચાવી રાખનારા ડાબેરીઓ હવે નિષ્ફળ થઈ ગયા છે. યુવા હવે માત્ર સરકારી મદદ નહીં, પરંતુ આર્થિક વિકાસ, ખાનગી રોકાણ અને નોકરીના અવસર ચાહે છે.
આના પહેલા 2011માં મમતા બેનર્જી (Mamata Benerjee) એ બંગાળમાં 34 વર્ષના શાસનને સમાપ્ત કર્યું હતું. 2018માં ભાજપે (BJP) ત્રિપુરા (Tripura) માંથી ડાબેરીઓની સત્તાના વાવટા વીંટાવ્યા હતા. લોકસભામાં પણ 2004માં ડાબેરી મોરચાને 59 બેઠકો મળી હતી અને હવે તેની સંસદના નીચલા ગૃહમાં માત્ર 5 બેઠકો છે.
આ પણ વાંચો : 10000 KM રેન્જની મહાવિનાશક AGNI-VI નો ટેસ્ટ કરશે ભારત, વિશ્વની ઉંઘ હરામ!


