ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાન મુલાકાત, Video

એસ જયશંકર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને મળ્યા SCO Summit માટે પહોંચ્યા છે એસ. જયશંકર 9 વર્ષ બાદ કોઇ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે S jaishankar visit pakistan : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. ઇસ્લામાબાદ (Islamabad) માં...
11:16 PM Oct 15, 2024 IST | Hardik Shah
એસ જયશંકર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને મળ્યા SCO Summit માટે પહોંચ્યા છે એસ. જયશંકર 9 વર્ષ બાદ કોઇ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે S jaishankar visit pakistan : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. ઇસ્લામાબાદ (Islamabad) માં...
S jaishankar visit pakistan

S jaishankar visit pakistan : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. ઇસ્લામાબાદ (Islamabad) માં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંમેલનમાં ભાગ લેવા તેઓ ત્યાં પહોંચ્યા છે. આ દરમિયાન SCO ના સભ્ય દેશોના પ્રતિનિધિઓના સન્માનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમના નિવાસસ્થાને રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. જણાવી દઇએ કે, મંગળવારે, જયશંકરે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર શુભેચ્છા પાઠવી હતી અને હળવા માહોલમાં મુલાકાત કરી હતી. ભારતના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચેની આ મુલાકાતનો એક Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બંને નેતાઓને એકબીજા સાથે હાથ મિલાવતા જોઈ શકાય છે.

લગભગ 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે

પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO સમિટ)ની બેઠક માટે વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યા છે. જયશંકરની પાકિસ્તાન મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે લગભગ 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પહેલી મુલાકાત છે. તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનના વડાપ્રધાને SCOના તમામ સભ્ય દેશોના પ્રતિનિધિમંડળના નેતાઓનું અભિવાદન કર્યું. જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) નું પ્લેન પાકિસ્તાનના નૂર ખાન એરપોર્ટ પર સ્થાનિક સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે લેન્ડ થયું હતું. અહીં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. છેલ્લા ઘણા સમયથી કાશ્મીર મુદ્દા અને આતંકવાદને લઈને બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ છે. જણાવી દઈએ કે એસ જયશંકર બુધવારે SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

એસ જયશંકરે X પર પોસ્ટ કર્યું

પાકિસ્તાન પહોંચ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. તેમણે X પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "હું SCOની સરકારના વડાઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા ઇસ્લામાબાદ પહોંચ્યો છું." આ સાથે વિદેશ મંત્રીએ એરપોર્ટ પર ફૂલ આપીને તેમનું સ્વાગત કરતા કેટલાક બાળકો અને અધિકારીઓની તસવીરો પણ શેર કરી હતી. જણાવી દઈએ કે આ પહેલા સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તે અફઘાનિસ્તાન પર 'હાર્ટ ઓફ એશિયા' કોન્ફરન્સમાં ભાગ લેવા ડિસેમ્બર 2015માં ઈસ્લામાબાદની મુલાકાતે ગયા હતા. તે સમયે, જયશંકર, ભારતના વિદેશ સચિવ તરીકે, સુષ્મા સ્વરાજના પ્રતિનિધિમંડળનો ભાગ હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે દ્વિપક્ષીય વાતચીત?

જણાવી દઈએ કે, SCO સમિટ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં. વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કરી દીધું છે. વળી, વિદેશ મંત્રી જયશંકરે પણ તાજેતરમાં પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય વાતચીતની સંભાવનાને નકારી કાઢી હતી. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે છે, હું ત્યાં ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવા નથી જઈ રહ્યો, હું ત્યાં SCOના સારા સભ્ય તરીકે જઈ રહ્યો છું. જણાવી દઈએ કે, SCOની સ્થાપના 2001માં રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓ દ્વારા શાંઘાઈમાં એક સમિટમાં કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન 2017માં તેના કાયમી સભ્યો બન્યા.

આ પણ વાંચો:  'જો 20 મિનિટ સુધી છોકરીને જોયા પછી કંઈ ન થાય તો...', આ શું બોલ્યા Zakir Naik... Video

Tags :
EAM Dr S JaishankarEAM Dr S Jaishankar arrives in IslamabadForeign Minister S. JaishankarGujarat FirstHardik ShahPakistanPakistan PM Shahbaz SharifPakistani PmS Jaishankar in Pakistans jaishankar met pakistan pm shahbaz sharifS Jaishankar NewsS Jaishankar on Pakistan Visits jaishankar pakistan Visits.jaishankarSCO CouncilSCO Summit
Next Article