Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US અધિકારીએ મહિલા સામે નર્વ એજન્ટથી મોજતબાના મોત સુધીનો પ્લાન ઓકી નાખ્યો!

Andrew Hugg undercover video: અમેરિકન સૈન્ય અધિકારી એન્ડ્ર્યૂ હગ એક અંડરકવર ઓપરેશનમાં ફસાઈ ગયા છે. તેણે એક મહિલા સાથેની વાતચીતમાં અમેરિકાના ગુપ્ત નર્વ એજન્ટો, મિસાઈલ સિસ્ટમ અને ઈરાનના નેતા મોજતબા ખામેનેઈની હત્યા કરી શકવાના પ્લાન વિશે ખુલાસા કર્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સેનાએ તેમને રજા પર ઉતારી દઈ તપાસ શરૂ કરી છે.
us અધિકારીએ મહિલા સામે નર્વ એજન્ટથી મોજતબાના મોત સુધીનો પ્લાન ઓકી નાખ્યો
Advertisement

. દાવો છે કે અમેરિકા પાસે મેરીલેન્ડમાં અત્યંત ઘાતક કેમિકલ હથિયારો છે
. ઈરાનના નેતા મોજતબા ખામેનેઈન વલણ નહીં બદલે તો અમેરિકા તેમને મારી શકે છે
. રેસ્ટોરન્ટમાં મહિલા સામે સંવેદનશીલ સૈન્ય અને પરમાણુ નીતિઓ ઓકી નાખવાની ગંભીર બેદરકારી
. સેનાના અધિકારીની બેદરકારીથી યુએસ આર્મીમાં ખળભળાટ મચી ગયો છે

US military leak Iran : અમેરિકા (US) થી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમેરિકાની સેનાના એક વરિષ્ઠ અધિકારીએ સંવેદનશીલ જાણકારીઓ લીક કરી હોવાથી તેને રજા પર મોકલી દેવાયો છે.

Advertisement

જણાવવામાં આવે છે કે આ કાર્યવાહી એક વાઈરલ અંડરકવર વીડિયોના સામે આવ્યા બાદ કરવામાં આવી છે. આ આખા મામલામાં એન્ડ્ર્યૂ હગ (Andrew Hugg) નામના અધિકારી પર આરોપ છે કે તેણે એક અજાણી વ્યક્તિ સાથેની વાતચીત દરમિયાન અમેરિકાના સૈન્ય અને પરમાણુ નીતિ (Nuclear Policy) ઓ સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી શેયર કરી છે. આ વાતચીત એક રેસ્ટોરન્ટમાં રેકોર્ડ કરવામાં આવી હતી, જે હવે સોશયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે.

Advertisement

આ વીડિયો James O'Keefe એ શેયર કર્યો છે, જે પહેલા પ્રોજેક્ટ Veritas સાથે જોડાયેલા રહ્યા છે અને હવે O’Keefe Media Group ચલાવી રહ્યા છે. તેમનો દાવો છે કે વીડિયોમાં હગે ઘણી સંવેદનશીલ વાતો ઉજાગર કરી છે, જેમાં યુએસ મિલિટ્રી ઓપરેશન (US Military Operation) , ઈરાન સાથે જોડાયેલી રણનીતિ અને કેમિકલ હથિયારોની જાણકારી સામેલ છે.

વીડિયોમાં હગ ખુદને સેનાના ન્યૂક્લિયર (Nuclear) અને કેમિકલ (Chemical) સેફ્ટી વિભાગનો પ્રમુખ ગણાવી રહ્યો છે. તેણે કહ્યુ છે કે તેનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે પરમાણુ હથિયાર (Nuclear Weapon) સુરક્ષિત રહે અને ખોટા લોકોના હાથમાં જાય નહીં. વાતચીત દરમિયાન તેણે મજાકિયા લહેજામાં કહ્યુ કે અમે એ જોઈએ છીએ કે કોઈ પાગલ વ્યક્તિ આ હથિયારો સુધી પહોંચી જાય નહીં.

આ પણ વાંચો : Trump ને ધમકીબાજીથી જીતવું છે Iran War! 12 વખત આપી છે તબાહીની વોર્નિંગ

અમેરિકા પાસે ખતરનાક Nerv Agent

સૌથી વિવાદીત હિસ્સો ત્યારે સામે આવ્યો, જ્યારે હગે ઈરાનને લઈને નિવેદન આપ્યું. તેણે સંકેત કર્યો કે જો હાલત સુધરશે નહીં, તો ઈરાનના ટોચના નેતાને નિશાન બનાવી શકાય છે. તેના સિવાય તેણે એ પણ માન્યું કે અમેરિકાના હુમલામાં સામાન્ય નાગરિકો, ત્યાં સુધી કે બાળકોના પણ મોત નીપજ્યા, જેને તેણે યુદ્ધની આડઅસર ગણાવી છે.

વીડિયોમાં હગે અમેરિકાની મિસાઈલ ડિટેક્શન સિસ્ટમ (Missile Detection System) બાબતે પણ ખુલીને વાત કરી છે. તેણે કહ્યુ છે કે અમેરિકા પાસે સ્પેસમાં સેટેલાઈટ અને રડાર સિસ્ટમ છે, જે કોઈપણ મિસાઈલ લોન્ચને તાત્કાલિક પકડી લે છે અને તેની સ્પીડ તેમજ દિશા સુધીની જાણકારી મેળવી લે છે.

એટલું જ નહીં હગનો દાવો છે કે અમેરિકા પાસે હજીપણ ખતરનાક નર્વ એજન્ટ જેવા કેમિકલ છે, જેમાંથી કેટલાકને મેરીલેન્ડમાં રાખવામાં આવ્યા છે. તેણે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે એક લેબ કેમિસ્ટે સુરક્ષા નિયમોનું પાલન કર્યું નહીં, તેનાથી તે ખતરનાક કેમિકલના સંપર્કમાં આવી ગયો અને તેનું મોત નીપજ્યું.

આ વીડિયોના સામે આવ્યા બાદ અમેરિકાની સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને હગને એડમિનિસ્ટ્રેટિવ લીવ પર મોકલી દીધો. સેનાના પ્રવક્તાએ કહ્યુ છે કે મામલાની પુરી તપાસ કરાઈ રહી છે અને સચ્ચાઈ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

અમેરિકા Mojtaba ને પણ મારી શકે છે

ઈરાન (Iran) અને અમેરિકા (US) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને સામે આવેલા વીડિયોમાં ઘણી ગંભીર અને ચોંકાવનારી જાણકારી સામે આવી છે. અમેરિકાના અધિકારીએ વાતચીત દરમિયાન ઈરાનના ભવિષ્યના નેતૃત્વને લઈને પણ મોટો દાવો કર્યો છે.

હગ પ્રમાણે, જો ઈરાનના સંભવિત નેતા મોજતબા (Mojtaba ) ખામેનેઈ પોતાનું વલણ બદલશે નહીં, તો અમેરિકા તેમની વિરુદ્ધ પણ આકરું પગલું ઉઠાવી શકે છે. તેણે ત્યાં સુધી કહ્યું છે કે જો તેમણે પોતાની પદ્ધતિ ન બદલી તો અમેરિકા તેમને મારી શકે છે. આ નિવેદને આખા મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે.

જો કે આ વાતચીતમાં હગે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું નથી. તેણે કહ્યુ છે કે અમે કોઈના પર પરમાણુ હુમલો કરીશું નહીં. એટલે કે એક તરફ કડક ચેતવણી, તો બીજી તરફ સંયમનો પણ સંદેશ આપવામાં આવ્યો.

આ આખા મામલામાં સૌથી મોટો સવાલ એ સ્થાને લઈને પણ ઉઠી રહ્યો છે કે જ્યાં આ વાતચીત થઈ. હકીકતમાં હગ એક પબ્લિક રેસ્ટોરન્ટમાં બેઠો હતો અને એક મહિલા સાથે બેહદ આરામથી સંવેદનશીલ મુદ્દાઓ પર વાત કરી રહ્યો હતો, જેને તે સામાન્ય વ્યક્તિ સમજી રહ્યો હતો. આ બેદરકારી હવે મુશ્કેલી બની ગઈ છે.

વાતચીત દરમિયાન હગે કેટલીક અંગત અને વિવાદીત ટીપ્પણીઓ પણ કરી છે. તેણે ઈન્ટેલિજન્સ એકઠી કરવાની પદ્ધતિ પર બોલતા કહ્યુ કે કોઈ વ્યક્તિ પાસેથી જાણકારી કઢાવવા માટે એક સુંદર યુવતી મોકલવી સૌથી સરળ પદ્ધતિ હોઈ શકે છે. એટલું જ નહીં, તેણે મહિલા સાતે વાતચીત કરતા કહ્યુ કે તેની આંખોએ તેને મોહિત કરી લીધો છે અને તે તેને લગભગ ઈન્ટેલિજન્સ એજન્ટ જેવું મહેસૂસ કરી રહ્યો છે.

જો કે વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓની હજી સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં પણ આ ઘટનાએ અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા અને સંવેદનશીલ જાણકારીની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો : "Trump એ 'ન્યૂક્લિયર કોડ' વાપરવાની કોશિશ કરી, પણ US આર્મી ચીફે રોક્યા!"

Tags :
Advertisement

.

×