પાકિસ્તાનમાં જોવા મળી સેનાની ગુંડાગર્દી! કન્ટેનર પર નમાજ વાંચી રહેલા પ્રદર્શનકારીને નીચે ફેંક્યો
- ઈમરાન ખાનના સમર્થકોનો વિરોધ બન્યો તીવ્ર
- સેનાના જવાને નમાઝ અદા કરતા વ્યક્તિને ધક્કો આપ્યો
- શાહબાઝ સરકાર સામે PTIના વિરોધીઓનો જોરદાર વિરોધ
- પાકિસ્તાની સેના દ્વારા PTI સમર્થકને નમાઝ અદા કરતી વખતે ધક્કો
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ તેમના નેતાની આઝાદી માટે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. આ દરમિયાન, એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં સેનાના જવાનોએ એક વ્યક્તિને, જે કન્ટેનર પર નમાઝ અદા કરી રહ્યો હતો, ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો. આ ઘટનાનો વીડિયો ઈમરાન ખાનની પાર્ટી PTI દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં દેખાય છે કે કેવી રીતે સેનાના જવાનોએ તે વ્યક્તિને નીચે પાડી દીધો, જ્યારે તે શ્રદ્ધાપૂર્વક નમાઝ અદા કરી રહ્યો હતો.
શાહબાઝ શરીફ સરકારની કાર્યવાહી
ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાની સેના અને સરકારના ભયથી થઇ રહેલા દમનનો વિરોધ કરવા માટે સામૂહિક રીતે માર્ગ પર ઉતરી આવ્યા છે. તેઓ 13 નવેમ્બર 2024ના રોજ ઈમરાન ખાન દ્વારા આમંત્રિત વિરોધ પ્રદર્શન માટે તૈયાર થયા હતા, જેમાં તેમણે 24 નવેમ્બર 2024ના રોજ આ પ્રકારનું પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું હતું. વાસ્તવમાં ઈમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માંગ કરી રહ્યા છે અને આ માટે તેઓ ઈસ્લામાબાદમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ એવી છે કે તેમને રોકવા માટે શાહબાઝ શરીફ સરકારે સૈન્યને રસ્તા પર ઉતારી દીધું છે, અને તેમને દેખતા જ ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને ડી-ચોક તરફ કૂચ કરતા રોકવા માટે, વિશાળ કન્ટેનર મૂકવામાં આવ્યા છે, જેના પર એક વ્યક્તિ નમાઝ અદા કરી રહ્યો હતો. સેનાના જવાને પહેલા તેને ધક્કો માર્યો અને પછી નીચે ફેંકી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી સુરક્ષાદળોના ઘણા જવાનો અને PTI કાર્યકર્તાઓ માર્યા ગયા છે. આ સંબંધમાં ઈમરાન ખાન અને PTI ના અન્ય નેતાઓ સામે પણ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
An innocent, unarmed protester was seen praying on a container when an armed paramilitary officer brutally pushed him off from a height equivalent to three stories. It remains unclear if he survived the fall. This horrifying act shows the sheer brutality and fascism of this… pic.twitter.com/gljC6W941D
— PTI (@PTIofficial) November 26, 2024
PTI ના સમર્થકો ડી-ચોકમાં કેમ જવા માગે છે?
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઈમરાન ખાનના સમર્થકો ડી-ચોક તરફ કૂચ કરી રહ્યા છે, જ્યાં નજીકમાં પાકિસ્તાની સંસદ સ્થિત છે. આ વિસ્તારમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ આવેલી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરોધીઓ ડી-ચોક પર છાવણી કરવા માગે છે કે આ વિસ્તાર તરફ કૂચ કરવા માગે છે, પરંતુ PTI ના નેતાઓએ અપીલ કરી છે કે જ્યાં સુધી ઈમરાન ખાનને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે.
આ પણ વાંચો: Islamabad માં ઈમરાન ખાનના સમર્થકોનું ઉગ્ર પ્રદર્શન, એક પોલીસકર્મીનું મોત