Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

INDO-US સંબંધો મજબૂત, ટ્રમ્પના નિવેદનથી ઈન્ડસ્ટ્રીના સેન્ટિમેન્ટ પોઝિટિવ: અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવોસમાં ભારત અને અમેરિકાના સંબંધોને અત્યંત મજબૂત ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પોઝિટિવ ઈન્ટરવ્યૂ બાદ વૈશ્વિક ઉદ્યોગ જગતમાં ભારત પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૈષ્ણવના મતે, ખાસ કરીને સેમીકન્ડક્ટર અને AI ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે, જોકે ટ્રેડ ડીલના સમયગાળા અંગે હજુ અનિશ્ચિતતા યથાવત છે
indo us સંબંધો મજબૂત  ટ્રમ્પના નિવેદનથી ઈન્ડસ્ટ્રીના સેન્ટિમેન્ટ પોઝિટિવ  અશ્વિની વૈષ્ણવ
Advertisement

. ભારત-અમેરિકાના સંબંધો ઘણાં મજબૂત: અશ્વિની વૈષ્ણવ
. ટ્રેડ ડીલની વાતચીતને લઈને અનિશ્ચિતતા યથાવત
. દાવોસમાં હાજર ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના પોઝિટિવ સંકેત

Davos 2026: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારત અને અમેરિકાના સંબંધોને ઘણાં મજબૂત ગણાવ્યા છે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં તેમણે ગુરુવારે આ વાત કહી છે. જો કે હજી પણ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની વાતચીતને લઈને અનિશ્ચિતતા યથાવત છે.

Advertisement

ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પનું નિવેદન

આના એક દિવસ પહેલા એક ભારતીય અંગ્રેજી અખબાર સાથેના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યૂ પર પ્રતિક્રિયા આપતા તેમણે ઉપરોક્ત વાત કહી છે.

Advertisement

ટ્રમ્પે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે તેમના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઘણું સમ્માન છે. તેમણે બંને દેશોમાં સારી ડીલ થવાનો ભરોસો પણ વ્યક્ત કર્યો હતો.

ઈન્ડસ્ટ્રીના સેન્ટિમેન્ટ પોઝિટિવ

ડબ્લ્યૂઈએફની બેઠક દરમિયાન અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં વૈષ્ણવે કહ્યુ હતુ કે અમેરિકા સાથેના અમારા સંબંધો ઘણાં મજબૂત છે. કેબિનેટ મિનિસ્ટર પિયૂષ ગોયલ, વિદેશ મંત્રી અને નાણાં મંત્રીના નેતૃત્વમાં દરેક મામલાની ચર્ચા થઈ રહી છે, કે જેના પર ચર્ચાની જરૂરત છે. વૈષ્ણવ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવેઝ અને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યુ છે કે બંને દેશોની વચ્ચે ઘણી સારી સમજદારી છે, પરંતુ એ પણ કહ્યુ કે તેમના માટે એ જણાવવું મુશ્કેલ છે કે ટ્રેડ ડીલ ક્યાં સુધીમાં થઈ શકે છે. વૈષ્ણવે કહ્યુ કે ટ્રમ્પના નિવેદનથી ખાસ કરીને દાવોસમાં હાજર ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના પોઝિટિવ સંકેત મળે છે.

વૈષ્ણવે કહ્યુ કે જ્યારે અમે ઈન્ડસ્ટ્રીની પ્રતિક્રિયા, ખાસ કરીને ડબ્લ્યૂઈએફમાં રહેલી દરેક કંપની, દરેક ગ્રુપની પ્રતિક્રિયાને જોઈ છે, તો એવું લાગે છે કે ભારત સાથેના સંબંધોને લઈને દરેક વ્યક્તિ ઘણાં પોઝિટિવ છે, ઘણાં આશાવાન છે. તેમના જણાવ્યા મુજબ, ઘણાં સેક્ટર્સ ખાસ કરીને સેમીકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આ આશા જોવા મળી છે. વૈષ્ણવે કહ્યુ છે કે સંપૂર્ણ સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી ભારતમાં પોતાની મોટી હાજરી ઈચ્છે છે. AI સાથે જોડાયેલી મોટી કંપનીઓ ભારતમાં પોતાની હાજરી ઈચ્છે છે.

આ પણ વાંચો: પેલેસ્ટાઈનની પીડા ભૂલીને ટ્રમ્પ સામે ઝુકી ગયું Islamic World!, Board of Peace માં 8 મુસ્લિમ દેશ

Tags :
Advertisement

.

×