Asim Munir : અમે ડૂબીશું તો અડધી દુનિયાને લઈને ડૂબીશું , પાકિસ્તાની ફિલ્ડ માર્શલની ફિશિયારી
પાકિસ્તાની ફિલ્ડ માર્શલ આસિમ મુનિર (Asim Munir) અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારત વિષયક વિવાદિત નિવેદનો કર્યા છે. વાંચો વિગતવાર.
Advertisement
- પાકિસ્તાની ફિલ્ડ માર્શલ Asim Munir એ ભારત વિષયક વિવાદિત નિવેદનો કર્યા
- હજૂ ભારત વિશ્વગુરુ થવાથી બહુ દૂર છે - Asim Munir
- અમે ડૂબીશું તો અડધી દુનિયાને લઈને ડૂબીશું - Asim Munir
Asim Munir : ગુજરાતીમાં કહેવત છે કે વાછરડો ખીલાના જોરે કુદે છે. આ કહેવત અનુસાર પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનિર (Asim Munir) અમેરિકાની ધરતી પરથી કુદી રહ્યા છે. તેમણે પોતાના અમેરિકન પ્રવાસ દરમિયાન ભારત વિષયક વિવાદિત નિવેદનો કર્યા છે. ટામ્પામાં આયોજિત બ્લેક-ટાઈ ડિનરમાં મુનીરે કહ્યું કે, અમે એક પરમાણુ શક્તિ છીએ. જો અમને લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ, તો અમે અડધી દુનિયાને લઈને ડૂબીશું.

