Asim Munir Insulted: શું અસીમ મુનીર માટે તેહરાનની મુલાકાત બની ગઈ એક દુઃસ્વપ્ન? ઈરાને બરોબરના ઝાટક્યા
- અમેરિકાના મેસેન્જર બનીને ગયેલા અસીમ મુનીરને ઈરાને ખરાબ રીતે ઝાટક્યા
- સંસદ અધ્યક્ષ ગાલીબાફની ગર્જના સામે પાક આર્મી ચીફની બોલતી બંધ
- ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી: "ફરી ભૂલ કરી તો અંજામ વધુ વિનાશક હશે"
- પાકિસ્તાનની વચેટિયાગીરીનો ઈરાને કર્યો સખત ઈનકાર
- ટ્રમ્પની મધ્યસ્થીની યોજના પર તેહરાનમાં લાગ્યું પાણી
ઈરાન (Iran) અને અમેરિકા (USA) વચ્ચે વધતા તણાવને ઘટાડવા માટે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર (Asim Munir) જ્યારે તેહરાન પહોંચ્યા, ત્યારે તેમને અપેક્ષા નહોતી કે તેમનું આટલું અપમાન થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નો સંદેશ લઈને ગયેલા અસીમ મુનીરનો સામનો ઈરાનના સૌથી શક્તિશાળી સંસદ અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલીબાફ (Mohammad Bagher Ghalibaf) સાથે થયો. આ મુલાકાત પાકિસ્તાની કૂટનીતિ માટે એક મોટો ફટકો સાબિત થઈ છે.
🎥 Field Marshal Asim Munir, Commander of the Pakistan Army, met and held talks with FM @araghchi in Tehran on regional developments and ongoing diplomatic efforts to promote peace and stability in West Asia. #Iran #Pakistan https://t.co/kt9FpdvGAv pic.twitter.com/Akq7qOMdiz
— Government of the Islamic Republic of Iran (@Iran_GOV) May 23, 2026
ગાલીબાફની ગર્જના અને મુનીરનું મૌન
તેહરાનના એક બંધ રૂમમાં યોજાયેલી આ બેઠક અત્યંત તણાવપૂર્ણ રહી હતી. રિપોર્ટ્સ મુજબ, જ્યારે અસીમ મુનીર અમેરિકી શરતો અને મધ્યસ્થીની વાત કરવા ગયા, ત્યારે ગાલીબાફે તેમને વચ્ચે જ અટકાવી દીધા. ગાલીબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ઈરાન પોતાની અસ્મિતા અને અધિકારો બાબતે કોઈ પણ દેશની વચેટિયાગીરી કે અમેરિકાના દબાણને સહન નહીં કરે." આ ડાંટ સાંભળીને પાકિસ્તાની આર્મી ચીફ ખુરશીમાં એકદમ સંકોચાયેલા દેખાતા હતા, જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ટ્રમ્પને આપી સીધી ચેતવણી
ઈરાનના સંસદ અધ્યક્ષે અસીમ મુનીર મારફતે અમેરિકાને એક ખતરનાક સંદેશ મોકલ્યો છે. ગાલીબાફે ગર્જના કરતા કહ્યું કે, ઈરાને યુદ્ધવિરામના સમયનો ઉપયોગ કરીને પોતાની સૈન્ય ક્ષમતા (Military Capabilities) ને અનેકગણી વધારી દીધી છે. તેમણે વધુમાં ચેતવણી આપી કે, જો અમેરિકાએ ફરી કોઈ ભૂલ કરી, તો આ વખતે ઈરાનનો વળતો પ્રહાર (Retaliatory Strike) પહેલા કરતા પણ વધુ ભયાનક, વિનાશક અને કડવો હશે.
શાંતિ મધ્યસ્થાની યોજના નિષ્ફળ
પાકિસ્તાન આ મુલાકાત દ્વારા ઈરાનને અમેરિકી શરતો પર ઝુકાવવા માંગતું હતું, પરંતુ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈની પણ કઠપૂતળી બનીને વાતચીત કરવા તૈયાર નથી. આ મુલાકાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રમ્પની 'શાંતિ મધ્યસ્થી' ની યોજના નિષ્ફળ ગઈ છે અને પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય કદ આ ઘટનાથી વધુ નીચું ગયું છે.
આ પણ વાંચો : ટ્રમ્પના સૌથી વિશ્વાસુ અધિકારી Tulsi Gabbard નું અચાનક રાજીનામું, જાણો ઈરાને કેમ કરી પ્રશંસા?


