Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Asim Munir Munich Video : જર્મનીમાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ફજેતી! સિક્યોરિટી ગાર્ડે ગેટ પર રોક્યા

આર્મી ચીફ અસીમ મુનીર સાથે જર્મનીની ધરતી પર કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી. મ્યુનિક સુરક્ષા પરિષદના પ્રવેશદ્વાર પર જ તેમને એક મહિલા સિક્યોરિટી ગાર્ડના કડક આદેશોનું પાલન કરવું પડ્યું. આ માત્ર પ્રોટોકોલ હતો કે કોઈ મોટો સંકેત? જાણો આ વાયરલ વીડિયો અને તેની પાછળના વિવાદનું અસલી સત્ય.
asim munir munich video   જર્મનીમાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ફજેતી  સિક્યોરિટી ગાર્ડે ગેટ પર રોક્યા
Advertisement
  • મ્યુનિક સુરક્ષા પરિષદના ગેટ પર જનરલ મુનીરને રોકી દેવાયા (Asim Munir Munich Video )
  • મહિલા સિક્યોરિટી ગાર્ડે આઈડી કાર્ડ યોગ્ય રીતે બતાવવા કર્યો આદેશ
  • પાકિસ્તાની જનરલની શિસ્તબદ્ધ શરણાગતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • જર્મનીમાં મુનીરની હાજરી સામે સિંધી સંગઠનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

પાકિસ્તાનના પાવરફુલ આર્મી ચીફ (Pakistan Army Chief) જનરલ અસીમ મુનીર (Asim Munir) હાલમાં જર્મનીમાં ભારે બેઇજ્જતીનો સામનો કરી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ [Viral Video] થઈ રહ્યો છે. મ્યુનિક સુરક્ષા પરિષદ (Munich Security Conference [MSC]) 2026 માં ભાગ લેવા પહોંચેલા મુનીરને પ્રવેશ દ્વાર પર જ મહિલા સુરક્ષા અધિકારીએ અટકાવ્યા હતા અને તેમનું ઓળખપત્ર (Identity Card) ચેક કરીને તેને યોગ્ય રીતે પહેરવા આદેશ આપ્યો હતો.

Advertisement

Asim Munir Munich Video : સિક્યોરિટી પ્રોટોકોલ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે અસીમ મુનીર અને તેમની ટીમ કોન્ફરન્સ હોલમાં પ્રવેશવા જઈ રહ્યા હતા, ત્યારે એક મહિલા સિક્યોરિટી ગાર્ડે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. અધિકારીએ મુનીરના નામનો બેજ (Name Badge) ટેપ કર્યો અને કડક શબ્દોમાં કહ્યું, "તમારું આઈડી બતાવો... શું તમે તેને ફેરવી શકો છો?" પાકિસ્તાનમાં જેમના નામે લોકો ધ્રૂજે છે તેવા આર્મી ચીફે મૂંગા મોઢે પ્રોટોકોલનું પાલન કરવું પડ્યું અને પોતાનું આઈડી કાર્ડ ફેરવીને બતાવવું પડ્યું હતું.

Advertisement

પાકિસ્તાન વિરુદ્ધ જર્મનીમાં ભારે વિરોધ પ્રદર્શન

માત્ર ગેટ પરની બેઇજ્જતી જ નહીં, પણ અસીમ મુનીરની આ કોન્ફરન્સમાં હાજરી સામે પણ જર્મનીમાં સખત વિરોધ થયો છે. જર્મની સ્થિત સિંધી સંગઠન JSMM [Jeay Sindh Muttahida Mahaz] એ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને યુરોપિયન યુનિયન (EU) ને પત્ર લખીને મુનીરને આપવામાં આવેલા આમંત્રણનો વિરોધ કર્યો હતો. સંગઠનના પ્રમુખ શફી બુરફતે પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન (Human Rights Violations) અને દમનકારી નીતિઓનો ઉલ્લેખ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

વૈશ્વિક મંચ પર માનવાધિકાર મુદ્દે પાકિસ્તાન ઘેરાયું

જોકે, અસીમ મુનીરે આ કોન્ફરન્સ દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી (Counter-Terrorism) સહયોગ પર ચર્ચા કરી હતી. પરંતુ ગેટ પર થયેલી આ નાનકડી ઘટના અને બહાર થયેલા વિરોધ પ્રદર્શનોએ પાકિસ્તાનના ખરાબ માનવાધિકાર રેકોર્ડની ચર્ચા ફરી એકવાર વિશ્વ સ્તરે ગરમ કરી દીધી છે.

આ પણ વાંચો : ઈરાન પરમાણુ કરાર મામલે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર!,જિનીવામાં યોજાશે મહત્વની બેઠક

Tags :
Advertisement

.

×