Asteroid Collision: ધરતીનો કાળ બનીને આવી રહ્યો છે આ એસ્ટરોઇડ! ભારત માટે પણ બની શકે છે ખતરો?
- નાસાએ આપે એસ્ટરોઇડ 2024 YR4 ને લઈને મહત્વની જાણકારી
- મેગ્ડાલેના રિજ 02.4-મીટર ટેલિસ્કોપ દ્વારા જોવા મળ્યો એસ્ટરોઇડ
- એસ્ટરોઇડ 22 ડિસેમ્બર 2032 ના રોજ સવારે 9 વાગ્યે પૃથ્વીની નજીક હશે
Asteroid 2024 YR4 2032: પૃથ્વી પર ફરી એકવાર એક મોટો ખતરો આવી રહ્યો છે. નાસાએ આપેલી વિગતો પ્રમામે એસ્ટરોઇડ 2024 YR4 (Asteroid 2024 YR4) ને લઈને જાણકારી આપી છે. આ લઘુગ્રહ 27 જાન્યુઆરી, 2025ના રોજ ન્યૂ મેક્સિકો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે મેગ્ડાલેના રિજ 02.4-મીટર ટેલિસ્કોપ દ્વારા જોવા મળ્યો હતો. આ એસ્ટરોઇડ અવકાશમાં ફરતો રહે છે અને 2032 સુધીમાં પૃથ્વીની નજીક પહોંચશે. વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે, આ એસ્ટરોઇડ (Asteroid) 22 ડિસેમ્બર 2032 ના રોજ સવારે 9 વાગ્યે પૃથ્વીની ખૂબ નજીક હશે. આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાઈ શકે છે. આ અથડામણની સંભાવના 2.1% છે અને કોઈ અથડામણ ન થવાની સંભાવના 97.9% છે.
એસ્ટરોઇડની ટક્કરથી પૃથ્વી પર ઘણો વિનાશ થશે
વૈજ્ઞાનિકોએ પૃથ્વીના તે ભાગોનું અવલોકન કર્યું છે જે આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયા પછી સૌથી વધુ પ્રભાવિત થશે. વિગતો પ્રમાણે આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાય તો તે ઘણા દેશો માટે ખતરો ઉભો કરશે. એસ્ટરોઇડની ગતિ, કદ અને માર્ગનું અવલોકન કર્યા પછી, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, એસ્ટરોઇડની ટક્કરથી પૃથ્વી પર ઘણો વિનાશ થશે, પરંતુ ટક્કરની અસરો વિશે ફક્ત અંદાજો છે. એસ્ટરોઇડ હજુ પણ પૃથ્વીથી દૂર હોવાથી ચોક્કસ પરિણામો કાઢવા શક્ય નથી.
આ દેશોમાં વિનાશ થઈ શકે છે
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, વર્ષ 1908માં સાઇબિરીયાના ટુંગુસ્કા પ્રદેશમાં આવો જ એક એસ્ટરોઇડ અથડાયો હતો અને 830 ચોરસ કિલોમીટર જંગલનો નાશ થયો હતો. દરમિયાન નાસાના કેટાલિના સ્કાય સર્વે પ્રોજેક્ટના વૈજ્ઞાનિક ડેવિડ રેન્કિન કહે છે. આ એસ્ટરોઇડની ટક્કરની અસર દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, દક્ષિણ એશિયા, અરબી સમુદ્ર અને આફ્રિકામાં અનુભવાશે. જેના કારણે મોટા પ્રમાણે નુકસાન થવાની આશંકાઓ વર્તાઈ રહીં છે.
આ પણ વાંચો: પેલેસ્ટાઈનના રાજદૂત ડોનાલ્ડ ટ્રમ્પ પર થયા ગુસ્સે! કહ્યું, તે એક ભડકેલા સાંડ છે
આમાંથી કયા વિસ્તારમાં એસ્ટરોઇડ અથડાશે?
આ એસ્ટરોઇડના કારણે વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડોર, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇથોપિયા, સુદાન અને નાઇજીરીયામાં અસર જોવા મળી શકે છે, પરંતુ આ દેશોના રહેવાસીઓએ હજુ ગભરાવાની જરૂર નથી. કારણ કે અથડામણની શક્યતા હજુ પણ ઘણી ઓછી છે. અથડામણ સમયે પૃથ્વીનું પરિભ્રમણ નક્કી કરશે કે આમાંથી કયા વિસ્તારમાં એસ્ટરોઇડ અથડાશે? વિશ્વભરના વૈજ્ઞાનિકોની એક ટીમ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. ભલે તેની પૃથ્વી સાથે અથડાવાની શક્યતા 2.1% છે, નાસાએ હજુ પણ તેને સૌથી ખતરનાક એસ્ટરોઇડ ગણાવ્યો છે.
આ પણ વાંચો: વિશ્વનાં 5 એવા દેશ જ્યાં એક પણ ભારતીય નથી, નામ જાણીને જરૂર ચોંકી જશો
૧૦૦ પરમાણુ બોમ્બ જેટલા વિનાશક
લેખક અને જ્વાળામુખીશાસ્ત્રી રોબિન જ્યોર્જ એન્ડ્રુઝ ચિંતા કરે છે કે આ એસ્ટરોઇડ ત્રાટકવાની તૈયારી માટે આઠ વર્ષ પૂરતા સમય નહીં હોય. તેમણે X પર પોસ્ટ કર્યું કે DART મિશન અદ્ભુત હતું, પરંતુ તે 2024 YR4 ને રોકી શકશે નહીં. તેને સમય પહેલા તોડી નાખવાની જરૂર છે. કારણ કે તેની પહોળાઈ 40 થી 100 મીટરની વચ્ચે છે અને તેની ટક્કરથી પૃથ્વીની સપાટી પર શહેર જેટલું ખાડો બનશે.