Ilhan Omar: અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘોર વિરોધી અને મિનેસોટાથી ડેમોક્રેટ સાંસદ ઈલ્હાન ઉમર (Ilhan Omar) પર એક વ્યક્તિએ અજ્ઞાત તરલ પદાર્થ ફેંક્યો છે. તેમના પર જ્યારે હુમલો થયો, ત્યારે તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ઈલ્હાન ઉમર ટાઉન હૉલમાં બોલી રહ્યા હતા. ત્યારે એક શખ્સ તેમની તરફ દોડીને આવ્યો અને અજ્ઞાત પદાર્થ ફેંક્યો હતો અને તેમના તરફ આંગળી દેખાડીને કંઈ કહી રહ્યો હતો. ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો છે.
પ્રત્યક્ષદર્શીઓએ ક્હ્યું છે કે આ વ્યક્તિએ ઉમર પર કોઈ અજ્ઞાત તરલ પદાર્થ છાંટો અને બૂમો પાડતો આગળ વધ્યો. તેણે શું કહ્યું, તે તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી.
વાઈરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઉમરની સુરક્ષા ટીમના એક શક્સે આગળ વધીને તે વ્યક્તિને ગળે લગાવી લીધો અને તેને મંચથી દૂર ખેંચી લીધો. જ્યારે તેને રોકવામાં આવ્યો હતો, ત્યારે ઉમર ગુસ્સામાં પોતાના હુમલાખોરની તરફ આગળ વધતી દેખાઈ રહી હતી. જો કે તેમણે તેને સ્પર્શ પણ કર્યો ન હતો.
હું ડરનારાઓમાંથી નથી: Ilhan Omar
ખુદ પર હુમલો થયા બાદ પણ ઈલ્હાન ઉમરે ટાઉન હોલમાં ચાલી રહેલા સંબોધનને ચાલુ રાખ્યું અને ઉમરે કહ્યું કે હું નાની વયમાં જ શીખી હતી કે ધમકીઓની આગળ ઝુકવું જોઈએ નહીં. જતી વખતે તેમણે પત્રકારોને કહ્યું કે મેં યુદ્ધ ઝેલ્યું છે અને હું નિશ્ચિતપણે ધમકીઓ અને આ લોકો દ્વારા મારા પર ફેંકવામાં આવનારા કોઈપણ હુમલાનો સામનો કરી લઈશ, કારણ કે હું આવી રીતે જ બની છું. તેમણે પોતે આવી બાબતોથી નહીં ડરવાની વાત પણ ભારપૂર્વક જણાવી હતી. ઉમર પર સ્પ્રે કરનારા હુમલાખોરે કોઈ વિશેષ રાજકીય દળનું નામ જણાવ્યું નથી.
બદબૂદાર હતો તરલ પદાર્થ
ઈલ્હાન ઉમર પર ફેંકવામાં આવેલો તરલ પદાર્થ શું હતો, તેના સંદર્ભે હજી સુધી કોઈ જાણકારી મળી શકી નથી. જો કે મંચ પર હેલા અન્ય વક્તાઓએ સ્પેસમાંથી ફેલાતી દુર્ગંધનો જરૂર ઉલ્લેખ કર્યો છે. એક મહિલાએ ઉમરને કહ્યું તમારે જઈને તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. તમને ખબર નથી કે તે માણસે શું સ્પ્રે કર્યું છે, પરંતુ જે પણ હતું, તેની ગંધ ઘણી ખરાબ હતી.
ટ્રમ્પ VS ઈલ્હાન ઉમર
ઈલ્હાન ઉમરને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો ઘણાં તીખા રહ્યા છે. ટ્ર્મ્પે તાજેતરમાં ફરી એકવાર ઉમર પર વાકપ્રહાર કર્યો છે. આયોવામાં એક રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યુ છે કે ન્યાય વિભાગ અને કોંગ્રેસ કૉંગ્રેસવુમન ઈલ્હાન ઉમરની તપાસ કરી રહ્યા છે અને દાવો કર્યો છે કે તે અમેરિકામાં ખાલી હાથે આવી હતી અને હવે તેની મિલ્કત 44 મિલિયન ડોલરથી વધારે છે. ઈલ્હાન ઉમરે સોશયલ મીડિયા દ્વારા ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે માફ કરો ટ્રમ્પ, તમારું સમર્થન ઓછું થઈ રહ્યું છે અને તમે ગભરાઈ રહ્યા છો. ઠીક સમય પર તમે મારા સંદર્ભે જૂઠ્ઠાણા અને ષડયંત્રથી પોતાની અસફળતાઓથી ધ્યાન ભટકાવી રહ્યા છો.
આ પણ વાંચો: US સાંસદ માર્જોરી ટેલર ગ્રીન રાજીનામું આપશે, H1B વિઝાનું કારણ ધરતા ખળભળાટ