આ દેશમાં બાળકો માટે સોશિયલ મીડિયા Ban!
Social Media Ban for Children in Australia : ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો (Children) માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ (Ban) મૂકતો કાયદો પસાર કર્યો છે, જે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુરુવારે પસાર થયેલા આ કાયદામાં ખાસ કરીને Instagram, Facebook અને Tiktok જેવા પ્લેટફોર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ, 16 વર્ષથી નાના બાળકો હવે આ પ્લેટફોર્મ પર લોગ ઇન કરી શકશે નહીં. જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરશે, તો તેને 32 મિલિયન યુએસ ડોલર એટલે કે 2,70,36,59,200 રૂપિયા જેટલો ભારે દંડ ચૂકવવો પડશે.
કાયદાના અમલ માટે તૈયાર ઓસ્ટ્રેલિયા
આ કાયદાના અમલ માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2025થી કાયદાની અમલીકરણ પદ્ધતિઓનું પરીક્ષણ શરૂ થશે અને એક વર્ષમાં, આ નિયમોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. આ કાયદાને 'સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલ' તરીકે ઓળખવામાં આવે છે અને તે યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની અસર અંગેની ચિંતાઓ વચ્ચે રચવામાં આવ્યો છે. ફ્રાન્સ અને કેટલાક યુએસ રાજ્યોના કાયદાઓ માતા-પિતાની પરવાનગી વિના સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગને પ્રતિબંધિત કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કાયદામાં સગીરો પર સંપૂર્ણ પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો છે. આ કાયદો માત્ર પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ (Ban) નથી મૂકે, પરંતુ તેને પાલન કરાવવામાં પણ કડક વલણ અપનાવવાનું છે. આ કાયદામાં YouTube ને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયના પાછળના મુખ્ય કારણ તરીકે યુટ્યુબનો શાળાઓમાં શૈક્ષણિક ઉપયોગ અને તેનાથી શીખવાની પ્રક્રિયાને મળતી સહાય દર્શાવવામાં આવી છે.
Australia approved a social media ban for children aged under 16, setting a benchmark for jurisdictions around the world with one of the toughest regulations targeting Big Tech https://t.co/cCm3Vh5NSI pic.twitter.com/lHiOHMj4Pt
— Reuters (@Reuters) November 29, 2024
યુએસ સાથેના સંબંધો પર અસર
આ કાયદાના કારણે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે. તે ખાસ કરીને એલોન મસ્કના પ્લેટફોર્મ X (પૂર્વેનું ટ્વિટર) માટે ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે મસ્ક અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન મુખ્ય પ્રભાવશાળી વ્યક્તિ રહ્યાં છે. આ ઉપરાંત, Meta, TikTok અને X જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ પણ આ કાયદાથી પ્રભાવિત થશે. અંતે, ઑસ્ટ્રેલિયાના આ કાયદાને વૈશ્વિક સ્તરે એક મહત્વના પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે. યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહેલા નકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને અન્ય દેશો માટે પણ આ કાયદો એક ઉદાહરણ બની શકે છે. ફ્રાન્સ અને યુએસના કેટલાક રાજ્યોમાંથી શરૂ થયેલી આ યોજનાએ હવે વધુ કડક રૂપ ધારણ કર્યું છે. આ કાયદા દ્વારા ઑસ્ટ્રેલિયાએ યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, પરંતુ તે આ કાયદાને કેવી રીતે અમલમાં લાવે છે અને તેની અસરો શું રહે છે, તે સમય જ બતાવશે.
આ પણ વાંચો: માલિકના મોતનું કારણ બની આ પાલતુ બિલાડી! ઘટના જાણી ચોંકી જશો