Austria firing at school: ઓસ્ટ્રિયાની ગ્રાઝ સ્કૂલમાં ગોળીબાર, 11ના મોતની આશંકા
- ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ
- ફાયરિંગની ઘટનામાં 10 વધુ લોકોના મોતની આશંકા
- ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત ગંભીર
- અંધાધૂંધ ફાયરિંગની ઘટના બાદ હુમલાખોરનો આપઘાત
- પોલીસે સ્કૂલમાં થયેલી ફાયરિંગ અંગે તપાસ હાથ ધરી
Austria firing at school : ઓસ્ટ્રિયાના બીજા મોટા ગ્રાજ શહેરની એક શાળામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે શાળામાં ગોળીબારનો અવાજ આવતો હતો અને ત્યાંની સ્થિતિ પણ ગંભીર હતી. માહિતી મળવાની સાથે જ સ્પેશ્યલ ફોર્સ સહિત તમામ સુરક્ષાબળોને શાળાએ મોકલી દેવાયા હતા. ગૃહમંત્રાલયે આ વાતની પૃષ્ટિ કરી હતી.
ફાયરિંગમાં 10 વધુના મોતની આશંકા
પોલીસ પ્રવક્તા સબરી યોરગુને જણાવવ્યું હતું કે ઘટનાસ્થળ પર ગોળીઓનો અવાજ સંભળાયો હતો. હવે સુરત્રા એજન્સીએ આ ઘટના અંગેની તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તરફથી હાલ કોઈ ચોક્ક્સ માહિતી મળી રહી નથી. પરંતુ સ્થાનીય મિડીયા અનુસાર આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે.
👀👀JUST IN - Bloodshed in Austria: At least five dead in school shooting in Graz. Several teams from the Cobra special unit deployed. School evacuated.
The perpetrator opened fire in two classes. Suspect dead. According to the police, the perpetrator shot himself. @disclosetv pic.twitter.com/aZyOQlYxNC
— THE SHADOW MAN ( P.O.B ) 🇬🇧 (@STEVE5093928580) June 10, 2025
આ પણ વાંચો -જાપાનમાં અમેરિકન એરબેઝ પર વિસ્ફોટ, 4 જાપાની નાગરિક ઈજાગ્રસ્ત
તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા
સ્થાનિક પોલીસે લોકોને આ ક્ષેત્રથી દુર રહેવા માટે અને અધિકારીઓની સુચનાઓનુ પાલન કરવા માટે અપીલ કરી છે. પોલીસે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સ્કુલને ખાલી કરી દેવાઈ છે અને તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યું હતું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઈ હુમલાની આશંકા નથી.
આ પણ વાંચો -કેનેડામાં મજા કરી રહેલા આ 26 ખાલિસ્તાનીઓ અચાનક કેમ ટેન્શનમાં આવી ગયા?
લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી
તમને જણાવી દઈએ કે ગ્રાઝ ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી લગભગ 3 લાખ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને પોલીસે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસે ટૂંક સમયમાં વિગતવાર માહિતી આપવાની ખાતરી આપી છે.