Colombia plane crash : લેન્ડિંગ પહેલા જ વિમાન થયું ક્રેશ, 15 લોકોના મોત
Colombia plane crash : કોલંબિયામાં એક મોટો વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતા 15 લોકોના મોત થયા છે. કોલંબિયાની રાજધાની બોગોટાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલંબિયાના ધારાસભ્ય સહિત 15 લોકોને લઈને ટ્વીન-પ્રોપેલર વિમાન બુધવારે વેનેઝુએલાની સરહદ નજીક પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.
Colombia plane crash : એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યો
ઉલ્લેખનીય છે કે કોલંબિયાના સરહદી શહેર કુકુટાથી વિમાન ઉડાન ભરી બપોરેની આસપાસ નજીકના ઓકાનામાં લેન્ડિંગ પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જેના પગલે 23 મિનિટની આ ફ્લાટનું સંચાલ કોલંબિયાની સરકારી એરલાઈન સાટેના દ્વારા કરવામાં આવ્યું હતું.
વિમાનમાં સવાર તમામ લોકોના મોત - એવિએશન ઓથોરિટી
એવિએશન ઓથોરિટીના એક અધિકારીએ AFP ને જણાવ્યું હતું કે, "કોઈ બચ્યું નથી," તેમણે ઉમેર્યું હતું કે ક્રેશનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. સરકારે આ વિસ્તાર શોધવા માટે વાયુસેનાને મોકલી છે.
🚨🇨🇴 A Satena Airlines Beechcraft 1900D crashed today in Catatumbo, Colombia. All 15 onboard — 13 passengers, 2 crew died, including Congressman Diogenes Quintero and candidate Carlos Salcedo. President Petro offered condolences and vowed an investigation. ✈️💔@AirNavRadar pic.twitter.com/Ei4XP90LYg
— Runway Report | Aviation News (@Runway_Report12) January 28, 2026
વિમાન દુર્ઘટનામાં સ્થળ એન્ડીઝની પૂર્વીય શ્રેણીમાં એક કઠોર, ગીચ જંગલવાળો પ્રદેશ છે, જ્યાં હવામાન ઝડપથી વધઘટ થાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગ પર કોલંબિયાના સૌથી મોટા ગેરિલા જૂથ, નેશનલ લિબરેશન આર્મી, જે તેના સ્પેનિશ નામ, ELN થી વધુ જાણીતી છે, તેનું નિયંત્રણ છે.
અગ્રણી નેતા સહિત 15 લોકોના મોત
મીડિયા અહેવાલ અનુસાર ઉત્તરી સેન્ટેન્ડર રાજ્યના ગવર્નર વિલિયમ વિલામિઝારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે. કોલંબિયાના સંસદ સભ્ય અને એક વિધાનસભા ઉમેદવાર વિમાનમાં સવાર હતા.
ડાબેરી રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ X પર લખ્યું, "આ મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે." મૃતકોની યાદીમાં કોલંબિયાના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સભ્ય 36 વર્ષીય પ્રતિનિધિ ડાયોજેનેસ ક્વિન્ટેરો અને આગામી ચૂંટણીમાં ઉમેદવાર કાર્લોસ સાલસેડોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો મુનીર પ્રેમ: પેશાવરમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકન આર્મીનો યુદ્ધાભ્યાસ!


