ખામેનીના અવસાન બાદ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને રાષ્ટ્ર સંબોધનમાં આપ્યું મોટું નિવેદન!
- અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં મોત થયાનો રાષ્ટ્રપતિનો દાવો (Ayatollah Ali Khamenei Death)
- ઘટનાને મુસ્લિમ અને શિયા સમુદાય સામે 'ખુલ્લું યુદ્ધ' ગણાવ્યું
- ઈરાનમાં 40 દિવસનો શોક જાહેર, તેહરાનમાં લોકોનો ભારે વિરોધ પ્રદર્શન
ઈરાનના (Iran) રાજકારણ અને ધાર્મિક જગતમાં આજે એક યુગનો અંત આવ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) ના અવસાન બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને (Masoud Pezeshkian) સરકારી ટીવી પર રાષ્ટ્રને સંબોધતા એક અત્યંત ગંભીર અને વિસ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ખામેનીનું મૃત્યુ એ કુદરતી નથી, પરંતુ અમેરિકા (USA) અને ઇઝરાયલના (Israel) સંયુક્ત ષડયંત્ર અને હુમલાનું પરિણામ છે.
Ayatollah Ali Khamenei Death : મુસ્લિમ અને શિયા સમુદાય સામે યુદ્ધની ઘોષણા
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને આ ઘટનાને માત્ર ઈરાન પરનો હુમલો નહીં, પરંતુ સમગ્ર વિશ્વના મુસ્લિમો અને ખાસ કરીને શિયા સમુદાય (Shia Community) વિરુદ્ધ ખુલ્લા યુદ્ધની ઘોષણા તરીકે વર્ણવી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક શિયા નેતૃત્વના સ્તંભ સમાન વ્યક્તિની હત્યા કરીને પશ્ચિમી શક્તિઓએ એક નવો અધ્યાય ખોલ્યો છે, જેનો જવાબ ઈરાન પૂરી તાકાતથી આપશે. દેશમાં હાલ 40 દિવસનો રાષ્ટ્રીય શોક (40 Days of Mourning) જાહેર કરવામાં આવ્યો છે.
Iranian President Masoud Pezeshkian says Tehran views revenge as its “legitimate right and duty” and will do its utmost to fulfill this duty, in his first statement since the killing of supreme leader Ali Khamenei. #Iran pic.twitter.com/94s7oEd97F
— Al Arabiya English (@AlArabiya_Eng) March 1, 2026
ઈરાન સામે સત્તા પરિવર્તનનું સંકટ
ખામેની 1989થી ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader of Iran) તરીકે કાર્યરત હતા. ચાર દાયકા સુધી દેશની વિદેશ નીતિ અને સૈન્ય વ્યૂહરચના ઘડનાર નેતાના જવાથી ઈરાનમાં સત્તાના શૂન્યાવકાશની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અસ્થાયી રૂપે શાસન સંભાળ્યું છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરતા તેને ઈરાની જનતા માટે પોતાનો દેશ મુક્ત કરાવવાની તક ગણાવી છે.
રસ્તાઓ પર જનમેદની અને આક્રોશ
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ તેહરાન (Tehran) સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 'અમેરિકા મુર્દાબાદ' અને 'ઇઝરાયલ નાબૂદ થાઓ' જેવા નારાઓથી ઈરાન ગુંજી ઉઠ્યું છે. લોકો પોતાના નેતાને 'શહીદ' (Martyr) ગણાવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ઈરાન ગમે ત્યારે અમેરિકી સૈન્ય મથકો (US Bases) અને ઇઝરાયલ પર મોટા પાયે વળતો પ્રહાર કરી શકે છે, જે મધ્ય પૂર્વમાં (Middle East) મહાયુદ્ધ નોતરી શકે છે.
આ પણ વાંચો: Iran-Israel War: ખામેનીના મોત બાદ અમેરિકાનો UNમાં સનસનીખેજ ખુલાસો


