Foreign Policy : નેપાળના PM Balen Shah એ અમેરિકી દૂતને મળવાનો ઇનકાર કર્યો; મહાસત્તાને બતાવ્યો અરીસો
- નેપાળના પીએમનો અમેરિકાને આકરો જવાબ!
- અમેરિકી દૂત સર્જિયો ગોરને મળવાનો કર્યો ઇનકાર
- માલદીવ બાદ હવે નેપાળમાં અમેરિકાને લાગ્યો ઝટકો
- નાના દેશોએ મહાસત્તાને બતાવ્યો કૂટનીતિનો પાવર
- આંતરિક વહીવટ પર પીએમ બાલેન શાહનું પૂરું ધ્યાન
- પ્રોટોકોલને લઈને નેપાળ સરકારે વલણ કર્યું કડક
Balen Shah Foreign Policy : નેપાળના વડાપ્રધાન બાલેન શાહે (Balen Shah) અમેરિકી વિશેષ દૂત સર્જિયો ગોરને મળવાનો સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ ઘટના દર્શાવે છે કે હવે નાના દેશો પણ મહાસત્તાઓ સામે પોતાની શરતો પર કૂટનીતિ (Diplomacy) કરતા શીખી ગયા છે. બાલેન શાહના આ આકરા વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.
અમેરિકી દૂત સર્જિયો ગોર કાઠમંડુ પહોંચ્યા બાદ વડાપ્રધાન કાર્યાલય પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો. સામાન્ય રીતે મહાસત્તાના પ્રતિનિધિને તુરંત સમય મળી જતો હોય છે, પરંતુ પીએમ બાલેન શાહના કાર્યાલયે આ વિનંતીને ઠુકરાવી દીધી હતી. સરકારનો તર્ક છે કે વડાપ્રધાન અત્યારે બાહ્ય મુલાકાતોને બદલે દેશના આંતરિક વહીવટ (Internal Administration) અને નીતિગત સુધારાઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
કૂટનીતિમાં નવો પ્રોટોકોલ
નિષ્ણાતો માને છે કે બાલેન શાહ નેપાળની વિદેશ નીતિ (Foreign Policy) માં એક નવી પરંપરા શરૂ કરી રહ્યા છે. આ નવા પ્રોટોકોલ હેઠળ વડાપ્રધાન હવે માત્ર રાષ્ટ્રાધ્યક્ષો અથવા સમાન સ્તરના નેતાઓ (જેમ કે વિદેશ મંત્રી) સાથે જ સત્તાવાર મુલાકાત કરશે. કોઈ રાજદૂત અથવા વિશેષ દૂતને સીધો સમય ન મળવો એ બાબત સ્પષ્ટ કરે છે કે નેપાળ હવે પદ અને ગરિમાને લઈને ખૂબ જ કડક થઈ ગયું છે.
વૈશ્વિક જૂથબંધીનો હિસ્સો નથી બનવા માંગતુ નેપાળ
નેપાળની ભૌગોલિક સ્થિતિ તેને ભારત, ચીન અને અમેરિકા જેવી શક્તિઓ વચ્ચે ખેંચતાણનું કેન્દ્ર બનાવે છે. બાલેન શાહનું આ વલણ સ્પષ્ટ કરે છે કે નેપાળ કોઈ પણ વૈશ્વિક જૂથબંધીનો હિસ્સો બનવા માંગતું નથી. નેપાળે સંદેશ આપ્યો છે કે તેની પ્રાથમિકતા પોતાની સંપ્રભુતા (Sovereignty) અને સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા છે.
આ પણ વાંચો : Germany ની ગાડીઓ પર 25% ટેક્સ અને સૈન્યમાં કાપ; Donald Trump ના એક નિર્ણયથી યુરોપમાં ફફડાટ


