Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : પાક.સેના પર બલૂચ આર્મીનો સૌથી મોટો હુમલો,IED થી પાક. સેનાની ગાડીઓને ઉડાવી

પાક.સેના પર બલૂચ આર્મીનો સૌથી મોટો હુમલો પાકિસ્તાની સેનાના કાફલાને બોમ્બથી ઉડાવ્યો બલોચ લિબરેશન આર્મીએ ત્રણ સ્થળોએ કર્યાં હુમલા ગિશ્કોર, કલાત અને કિલવાહમાં બલૂચ આર્મીનો હુમલો આઈઈડીથી પાક. સેનાની ગાડીઓને ઉડાવી બ્લાસ્ટ એટલો જોરદાર કે સ્થળ પર કશું જ...
pakistan   પાક સેના પર બલૂચ આર્મીનો સૌથી મોટો હુમલો ied થી પાક  સેનાની ગાડીઓને ઉડાવી
Advertisement
  • પાક.સેના પર બલૂચ આર્મીનો સૌથી મોટો હુમલો
  • પાકિસ્તાની સેનાના કાફલાને બોમ્બથી ઉડાવ્યો
  • બલોચ લિબરેશન આર્મીએ ત્રણ સ્થળોએ કર્યાં હુમલા
  • ગિશ્કોર, કલાત અને કિલવાહમાં બલૂચ આર્મીનો હુમલો
  • આઈઈડીથી પાક. સેનાની ગાડીઓને ઉડાવી
  • બ્લાસ્ટ એટલો જોરદાર કે સ્થળ પર કશું જ ન બચ્યું
  • હુમલામાં અસંખ્ય પાકિસ્તાની સૈનિકોના થયા મોત
  • 32 પાકિસ્તાની સૈનિકોના મોત થયાનો દાવો

Pakistan :પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ (Pakistan security failure)ચિંતાજનક બની રહી છે. આતંકવાદ હવે પાકિસ્તાન માટે જ એક મોટી સમસ્યા બની રહ્યો છે. વાસ્તવમાં, ખુઝદાર નજીક કરાચી-ક્વેટા હાઇવે પર સેનાના કાફલાને વિસ્ફોટક (Karachi-Quetta highway attack) ઉપકરણથી નિશાન બનાવવામાં આવ્યો હતો. આમાં 32 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયાનો દાવો . પાકિસ્તાનના દૂરના વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય હતી પરંતુ હવે મોટા શહેરોમાં પણ હુમલા થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, સુરક્ષાને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે.

Advertisement

કરાચી-કાવેટ્ટા હાઇવે પર પાર્ક કરેલી કારમાંથી થયો હતો

મળતી માહિતી અનુસાર આ હુમલો કરાચી-કાવેટ્ટા હાઇવે પર પાર્ક કરેલી કારમાંથી થયો હતો. અહેવાલો અનુસાર, આ કાફલામાં 8 સેનાના વાહનોનો સમાવેશ થતો હતો. આ હુમલામાં ત્રણ વાહનો સીધા ટકરાયા હતા. આમાં લશ્કરી કર્મચારીઓના પરિવારોને લઈ જતી બસોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

અધિકારીઓ આ બાબતને છુપાવવાનો પ્રયાસ

હુમલા બાદ પાકિસ્તાનના ગુપ્તચર અને લશ્કરી અધિકારીઓ આ બાબતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં હાજર લશ્કરી અધિકારીઓ સત્ય છુપાવવા માટે આ ઘટનાને સ્કૂલ બસ હુમલા સાથે જોડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 21 મેના રોજ કરાચી-ક્વેટા હાઇવે પર બીજો હુમલો થયો છે. આ હુમલો બલુચિસ્તાન નજીક ક્વેટા-કરાચી હાઇવે પર થયો હતો. અહીં, બાળકોને લઈ જતી આર્મી પબ્લિક સ્કૂલની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ડ્રાઈવર સહિત 5 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાને કારણે પાકિસ્તાનના સામાન્ય લોકોમાં ગભરાટનો માહોલ છે.

આ પણ  વાંચો -'Bangladesh વેચી રહ્યા છે યુનુસ, આતંકવાદીઓની મદદથી સત્તા કબજે કરી', પૂર્વ PM શેખ હસીનાના ગંભીર આરોપ

ઘટના છુપાવવાનો પ્રયાસ

અધિકારીઓ આ સુરક્ષા ખામી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ વાર્તા બદલવાના પ્રયાસમાં આ ઘટનાને સ્કૂલ બસ પરના હુમલા તરીકે દર્શાવી રહ્યા છે.

આ પણ  વાંચો -Ukraine પર રશિયાના હુમલા બાદ કિવ હાઈ એલર્ટ પર, બે જગ્યાએ લાગી આગ

આસીમ મુનીરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું

બીજી તરફ, પાકિસ્તાની સેના હજુ પણ ઉજવણીના મૂડમાં છે. ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ અસીમ મુનીરે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. વડા પ્રધાન શાહજહાં શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેમાં ભાગ લીધો હતો. પીપલ્સ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ પાર્ટીમાં પહોંચ્યા. દરમિયાન, શાહબાઝ શરીફ આજથી ચાર દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. આમાં તુર્કી, ઈરાન, અઝરબૈજાન અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે. અહીં શરીફ ભારત સાથેના તણાવ અંગે પાકિસ્તાનનો પક્ષ રજૂ કરશે.

Tags :
Advertisement

.

×