Bangladesh : કલાગુરુ રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર 'રવિન્દ્ર કચરીબારી' માં તોડફોડ કરાઈ
- રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર Ravindra Katcharibari માં તોડફોડ કરાઈ
- બાંગ્લાદેશના સિરાજગંજ જિલ્લામાં બેકાબૂ ટોળાએ ઉત્પાત મચાવ્યો
- બાંગ્લાદેશ સરકારે સત્વરે 3 સભ્યોની કમિટિ બનાવી
Bangladesh : કલાગુરુ અને શાંતિનિકેતનના સ્થાપક એવા રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) ના બાંગ્લાદેશ સ્થિત પૈતૃક ઘર 'રવીન્દ્ર કચરીબારી' (Ravindra Katcharibari) માં તોડફોડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બાંગ્લાદેશના સિરાજગંજ જિલ્લામાં ટાગોરના ઐતિહાસિક ઘર 'રવિન્દ્ર કચરીબારી' પર ટોળાએ હુમલો કરીને તોડફોડ કરી હતી. રવિન્દ્ર મેમોરિયલ મ્યૂઝિયમ તરીકે ઓળખાતી આ ઈમારતમાં પાર્કિંગ બાબતે માથાકૂટ થયા બાદ તોડફોડ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાક્રમ
બાંગ્લાદેશમાં કલાગુરુ ટાગોરના પૈતૃક ઘર એવા રવિન્દ્ર મેમોરિયલ મ્યૂઝિયમ (Rabindra Memorial Museum) માં એક વ્યક્તિ સપરિવાર મુલાકાત માટે આવ્યો હતો. તેમાં ટુ વ્હીલરના પાર્કિંગના ચાર્જ મુદ્દે માથાકૂટ થઈ હતી. આ વાત વણસી જતા મ્યૂઝિયમના કર્મચારીઓએ આ મુલાકાતીને ઓફિસમાં બંધ કરી દીધો હતો. આ ઘટના બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા. આ ઘટનાના વિરોધમાં અનેક લોકો એકત્ર થયા અને મ્યૂઝિયમ પરિસરમાં ઘુસી ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ આ મ્યૂઝિયમના ઓડિટોરિયમને નુકસાન પહોંચાડ્યું અને ક્યૂરેટરને માર પણ માર્યો હતો.
આ પણ વાંચોઃ PUNJAB : 4 લાખ ફોલોઅર્સ ધરાવતી ફીમેલ ઈન્ફ્લુએન્સરનો મૃતદેહ મળતા ચકચાર
3 સભ્યોની સમિતિ બનાવાઈ
આ સમગ્ર ઘટનાક્રમ બાદ બાંગ્લાદેશ સરકારે કાર્યવાહી હાથ ધરી છે. બાંગ્લાદેશના પુરાતત્વ વિભાગ (Bangladesh Archaeological Department) એ સત્વરે 3 સભ્યોની સમિતિ રચી છે. આ સમિતિને ઊંડાણપૂર્વકની તપાસ કરીને 5 દિવસમાં અહેવાલ સોંપવાનો આદેશ કરાયો છે. જો કે હાલ આ મ્યૂઝિયમને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશના સિરાજગંજ જિલ્લામાં ટાગોરના ઐતિહાસિક ઘર 'રવિન્દ્ર કચરીબારી'માં જ કલાગુરુમાં સાહિત્યિક ભાવના જન્મી હતી.
🔸 Rabindranath Tagore’s ancestral house was vandalised in Sirajganj district of Bangladesh.
That's how the Greatest poet of Bengal is respected by Bengali muslims.#IslamicTerrorismInBangladesh pic.twitter.com/IUuJI7Ho7N
— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 12, 2025
રવિન્દ્રનાથ ટાગોરનું શરુઆતનું જીવન અહીં વીત્યું હતું
નોબલ પ્રાઈસ વિનર એવા કલાગુરુ રવિન્દ્રનાથ ટાગોરનું શરુઆતનું જીવન બાંગ્લાદેશના સિરાજગંજ જિલ્લામાં વીત્યું હતું. આ ઘરને રવિન્દ્ર કચરીબારી નામ આપવામાં આવ્યું હતું. આ ઈમારતમાં રહેતા રવિન્દ્રનાથે શરુઆતમાં પોતાના પિતાની જમીનદારી સંભાળી હતી. જો કે તેમનામાં રહેલા સાહિત્ય રુચિએ તેમને અહીંથી જ લેખનની પ્રેરણા આપી હતી.
આ પણ વાંચોઃ Accident : ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી