લોન ડિફોલ્ટરના હાથમાં દેશની તિજોરી? Bangladesh Goverment ના નિર્ણયથી નિષ્ણાતો સ્તબ્ધ
- Bangladesh Bank Governor Controversy : ભારે હોબાળો!
- ઉદ્યોગપતિ મોસ્તાકુર રહેમાનની નિમણૂકથી બાંગ્લાદેશમાં રાજકીય ગરમાવો
- જૂના ગવર્નર મન્સૂરને જાણ કર્યા વગર જ પદ પરથી હટાવી દેવાયા
- "મને TV ન્યૂઝ જોઈને ખબર પડી"- પૂર્વ ગવર્નરનું ચોંકાવનારું નિવેદન
- નવા ગવર્નર પર 860 મિલિયન ટકાની લોન ડિફોલ્ટ હોવાના ગંભીર આક્ષેપ
Bangladesh Bank Governor Controversy : બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંક 'બાંગ્લાદેશ બેંક' (Bangladesh Bank) ના ગવર્નર તરીકે મોસ્તાકુર રહેમાનની (Mostakur Rahman) નિમણૂક થતા જ દેશમાં મોટો રાજકીય અને આર્થિક વિવાદ છેડાયો છે. જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાને તારિક રહેમાનની સરકાર પર આકરા પ્રહાર કરતા આ નિમણૂકને 'સરકાર સમર્થિત મોબ કલ્ચર' (Mob Culture) ની શરૂઆત ગણાવી છે.
Bangladesh Bank Governor Controversy :ગવર્નરને હટાવવાની અજીબ રીત
સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે અંતરિમ સરકાર દરમિયાન નિયુક્ત થયેલા ગવર્નર અહસાન હબીબ મન્સૂરને (Ahsan Habib Mansur) હટાવવાની પ્રક્રિયા અત્યંત વિવાદાસ્પદ રહી. મન્સૂરે મીડિયાને જણાવ્યું કે, "મેં રાજીનામું આપ્યું નથી અને મને સત્તાવાર રીતે હટાવવામાં પણ નથી આવ્યો. મને આ સમાચાર ટીવી પરથી ખબર પડી અને હવે હું ઘરે જઈ રહ્યો છું." મન્સૂરને 2028 સુધીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ અચાનક પદમુક્ત કરી દેવામાં આવ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સવાલો ઉભા કર્યા છે.
નવા ગવર્નરના અનુભવ અને રેકોર્ડ પર સવાલ
સામાન્ય રીતે સેન્ટ્રલ બેંકના ગવર્નરનું પદ કોઈ વરિષ્ઠ અર્થશાસ્ત્રી કે બેંકરને આપવામાં આવે છે, પરંતુ મોસ્તાકુર રહેમાન વ્યવસાયે ગારમેન્ટ ઉદ્યોગપતિ છે. તેમની પાસે બેંકિંગનો કોઈ અનુભવ નથી. વધુમાં, તેમના પર લોન ડિફોલ્ટ (Loan Default) હોવાના ગંભીર આક્ષેપો છે. અહેવાલો મુજબ, મ્યુચ્યુઅલ ટ્રસ્ટ બેંકમાં તેમની કંપની 'હેરા સ્વેટર્સ લિમિટેડ' ની 89 કરોડ ટકાની લોન તેમની નિમણૂકના થોડા મહિના પહેલા જ ખાસ નીતિ હેઠળ રેશિડ્યુલ કરવામાં આવી હતી.
860 મિલિયન ટકા લોનની ચર્ચા
સોશિયલ મીડિયા પર પણ 860 મિલિયન ટકાના લોન ડિફોલ્ટની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. બેંકિંગ નિષ્ણાતો પૂછી રહ્યા છે કે જે વ્યક્તિએ પોતાની જ લોન ચૂકવવા માટે ખાસ સવલતો લેવી પડી હોય, તે દેશના બેંકિંગ હિતોની રક્ષા કેવી રીતે કરશે? આ નિમણૂક બાંગ્લાદેશના પહેલાથી જ નબળા અર્થતંત્ર (Economy) માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : UPI Launch in Israel : ઈઝરાયેલમાં વાગશે ભારતનો ડંકો! હવે ત્યાં પણ સ્કેન કરીને કરી શકાશે UPI પેમેન્ટ


