Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bangladesh Cumilla Temple Attack: બાંગ્લાદેશમાં કોમિલામાં મંદિર પાસે પેટ્રોલ બોમ્બ ફેંકાયા,3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશના કોમિલા શહેરમાં શનિવારની સાંજ પ્રચંડ વિસ્ફોટોથી ગુંજી ઉઠી હતી. કાલાગછીતલા મંદિર જેવા પવિત્ર સ્થળની નજીક થયેલા આ આયોજિત પેટ્રોલ બોમ્બ હુમલામાં પૂજારી સહિત નિર્દોષ લોકોનો લોહી રેડાયું છે. શું આ હુમલો કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે? હુમલાખોરો કોણ હતા અને પોલીસની અત્યાર સુધીની તપાસમાં શું ચોંકાવનારી વિગતો સામે આવી છે, તે જાણવું જરૂરી છે.
bangladesh cumilla temple attack   બાંગ્લાદેશમાં કોમિલામાં મંદિર પાસે પેટ્રોલ બોમ્બ ફેંકાયા 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત
Advertisement
  • કોમિલાના કાલાગછીતલા મંદિર પાસે શ્રેણીબદ્ધ વિસ્ફોટો (Bangladesh Cumilla Temple Attack: )
  • હુમલામાં મંદિરના પૂજારી કેશવ ચક્રવર્તી સહિત 3 ઘાયલ
  • શનિવારે સાંજે હુમલાખોરોએ રસ્તા પર ફેંક્યા પેટ્રોલ બોમ્બ
  • કોમિલા પોલીસ દ્વારા હુમલાખોરોને પકડવા તપાસના ચક્રો તેજ

પડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) માં ફરી એકવાર હિન્દુ સમુદાયના ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની ઘટના સામે આવી છે. કોમિલા (Cumilla) શહેરના કાલાગછીતલા મંદિર (Kalagachitola Temple) અને તેની આસપાસના રસ્તા પર શનિવારે સાંજે અજાણ્યા હુમલાખોરો દ્વારા શ્રેણીબદ્ધ પેટ્રોલ બોમ્બ (Petrol Bomb) ફેંકવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોમાં મંદિરના પૂજારી સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Bangladesh Cumilla Temple Attack:  પૂજારી અને રાહદારીઓ નિશાન બન્યા

શનિવારે સાંજે (7 માર્ચ) જ્યારે આ ઘટના બની ત્યારે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં કાલાગછીતલા મંદિરના પૂજારી કેશવ ચક્રવર્તી (Keshab Chakraborty) અને એક સ્થાનિક રહેવાસી અબ્દુલ બારેક (Abdul Barek) નો સમાવેશ થાય છે. ત્રીજા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પોલીસ તપાસ અને સુરક્ષા વ્યવસ્થા

કોમિલાના પોલીસ અધિક્ષક (Superintendent of Police) મોહમ્મદ અનિસુઝમાન (Mohammad Anisuzaman) એ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, હુમલાખોરોએ મંદિર અને નજીકના જાહેર રસ્તાને નિશાન બનાવી પેટ્રોલ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમે આ ગુનાહિત કૃત્યમાં સામેલ તમામ જવાબદારોને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે. આરોપીઓને શક્ય તેટલી વહેલી તકે કાયદાના શરણમાં લાવવામાં આવશે.આ ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

Advertisement

સમાચાર અપડેટ થાય છે

આ પણ વાંચો:  Oslo US Embassy Explosion: નોર્વેની રાજધાની ઓસ્લોમાં અમેરિકી દૂતાવાસ નજીક રહસ્યમય વિસ્ફોટ

Tags :
Advertisement

.

×