Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

'હત્યારો, ફાંસીવાદી છે, Yunus', બાંગ્લાદેશ છોડ્યા બાદ Sheikh Hasina નું પહેલું નિવેદન સામે આવ્યું

શેખ હસીનાએ દિલ્હીમાં ઓડિયો સંદેશ દ્વારા જનતાને સંબોધિત કરી છે. "બાંગ્લાદેશમાં લોકશાહી બચાવો" શીર્ષક હેઠળના આ કાર્યક્રમમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના ઘણા પૂર્વ મંત્રીઓ અને બાંગ્લાદેશી ડાયસ્પોરાના સભ્યો હાજર રહ્યા હતા. તેમણે તેમના સમર્થકોને બાંગ્લાદેશમાં કઠપૂતળી સરકારને ઉથલાવી પાડવા માટે આગળ આવવાની વિનંતી કરી છે
 હત્યારો  ફાંસીવાદી છે  yunus   બાંગ્લાદેશ છોડ્યા બાદ sheikh hasina નું પહેલું નિવેદન સામે આવ્યું
Advertisement
  • હાલના શાસનમાં બાંગ્લાદેશ સળગી રહ્યું છે
  • પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina એ યુનુસ પર કર્યો આકરો પ્રહાર
  • યુનુસની સરકારને ઉખેડી ફેંકવા માટે આપ્યું નિવેદન

Sheikh Hasina First Attack On Bangladesh PM Muhammad Yunus : 2024 માં બાંગ્લાદેશ છોડ્યા પછી, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ભારતમાં પહેલી વાર એક જાહેર કાર્યક્રમમાં ભાષણ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન, હસીનાએ (Sheikh Hasina First Attack) બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ પર હુમલો કર્યો છે, હસીનાએ યુનુસને "હત્યારા, ફાંસીવાદી", "હડપખોર", "મની લોન્ડરર" અને "સત્તા ભૂખ્યા દેશદ્રોહી" તરીકે ગણાવ્યા છે. શેખ હસીનાએ કહ્યું કે, યુનુસે બાંગ્લાદેશને આતંક, અરાજકતા અને લોકશાહીના પતનના સમયગાળામાં ધકેલી દીધો છે.

Advertisement

આ પણ વાંચો -------  Thailand થી Barnaul જતી ફ્લાઇટમાં હવામાં ખામી સર્જાતા દહેશત, મદદે આવ્યું ચીન

Advertisement

અવામી લીગ સરકારના ઘણા પૂર્વ મંત્રી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા

શેખ હસીનાએ દિલ્હીમાં ફોરેન કોરેસ્પોન્ડન્ટ્સ ક્લબ ખાતે એક ઓડિયો સંદેશ દ્વારા જનતાને સંબોધિત કરી છે. "બાંગ્લાદેશમાં લોકશાહી બચાવો" શીર્ષક હેઠળના આ કાર્યક્રમમાં શેખ હસીનાની (Sheikh Hasina First Attack) અવામી લીગ સરકારના ઘણા પૂર્વ મંત્રીઓ અને બાંગ્લાદેશી ડાયસ્પોરાના સભ્યો હાજર રહ્યા હતા. શેખ હસીનાએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટને દેશની સાર્વભૌમત્વ અને બંધારણ માટે અસ્તિત્વના સંઘર્ષ તરીકે વર્ણવ્યું છે. તેમણે તેમના સમર્થકોને બાંગ્લાદેશમાં કઠપૂતળી સરકારને ઉથલાવી પાડવા માટે આગળ આવવાની વિનંતી કરી છે, જે ગતિવિધીઓ વિદેશી શક્તિઓના ઈશારે ચલાવવામાં આવી રહી છે.

બાંગ્લાદેશમાં હિંદૂ વિરોધી માહોલ

શેખ હસીનાનું આ નિવેદન બાંગ્લાદેશમાં વધતા તણાવના સમયે આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં હિન્દુ સમુદાયના અનેક લોકોની હત્યા કરવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશમાં દીપુ દાસ નામના હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી, ત્યારે હિન્દુ સંગઠનોના સભ્યો ભારતના અનેક શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં નિર્દોષ હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને મોહમ્મદ યુનુસ સરકાર હિન્દુ સમુદાયના રક્ષણ માટે કંઈ કરી રહી નથી.

આ પણ વાંચો --------  શું 48 કલાકમાં Iran પર થશે હુમલો? હિંદ મહાસાગર પહોંચ્યો USS Abraham Lincoln નો કાફલો

Tags :
Advertisement

.

×