Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bangladesh Hindu Khokandas Killed : પેટ્રોલ છાંટીને સળગાવ્યા બાદ હિંદુ વેપારીનું મોત, કટ્ટરપંથીઓ બેફામ

બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા ખૌફનાક મંજર જોવા મળી રહ્યો છે. શરીયતપુરમાં એક સામાન્ય વેપારીને જે રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, તેણે માનવતાને શર્મસાર કરી છે. શું આ માત્ર એક વ્યક્તિગત દુશ્મનાવટ છે કે પછી આવનારી ચૂંટણીઓ પહેલા લઘુમતીઓને ડરાવવાનું મોટું કાવતરું? કટ્ટરપંથીઓના આ ખતરનાક ઈરાદા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠેલા વિરોધના સૂર પાછળનું સત્ય સમજવું જરૂરી છે.
bangladesh hindu khokandas killed   પેટ્રોલ છાંટીને સળગાવ્યા બાદ હિંદુ વેપારીનું મોત  કટ્ટરપંથીઓ બેફામ
Advertisement
  • બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા: હિંદુ વેપારીની હત્યા
  • શરીયતપુરમાં ભીડ દ્વારા હિંદુ વેપારીની કરપીણ હત્યા
  • નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા
  • ફેબ્રુઆરી 2026ની ચૂંટણી પહેલા સ્થિતિ બની તણાવપૂર્ણ
  • ભારત અને અમેરિકાએ હુમલાની ઘટના પર વ્યક્ત કરી ચિંતા

Bangladesh Hindu Khoka Killed : ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા પાડોશી દેશમાં ફરી એકવાર લઘુમતી હિંદુ સમુદાય લોહીલુહાણ થયો છે. શરીયતપુર જિલ્લામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભીડ દ્વારા નિશાન બનાવાયેલા હિંદુ વેપારી ખોકન ચંદ્ર દાસે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાએ બાંગ્લાદેશની આંતરિમ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હુમલાની હૃદયદ્રાવક વિગતો

મીડિયા અહેવાલો મુજબ, શરીયતપુરના દામુડ્યા વિસ્તારમાં ખોકન ચંદ્ર દાસ દવા અને મોબાઈલ બેંકિંગની દુકાન ચલાવતા હતા. 31 ડિસેમ્બરની રાત્રે જ્યારે તેઓ પોતાની દુકાન વધારીને ઓટો-રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કેઉરભાંગા બજાર પાસે કટ્ટરપંથીઓના ટોળાએ તેમને આંતર્યા હતા. હુમલાખોરોએ પહેલા ધારદાર હથિયારોથી તેમના પર હુમલો કર્યો અને ત્યારબાદ અરેરાટીભરી રીતે પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો. પોતાનો જીવ બચાવવા ખોકન પાસેના તળાવમાં કૂદી પડ્યા હતા, પરંતુ ગંભીર રીતે દાઝી જવાથી તેમનું મોત નીપજ્યું છે.

Advertisement

Advertisement

ચૂંટણી પહેલા હિંસાનું સુનિયોજિત કાવતરું?

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026 ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણીની જાહેરાત બાદ છેલ્લા બે અઠવાડિયામાં હિંદુઓ પર હુમલાની આ ચોથી મોટી ઘટના છે. આ અગાઉ 18 ડિસેમ્બરે મયમનસિંહમાં દીપુ ચંદ્ર દાસ નામના યુવકની મોબ લિંચિંગ કરવામાં આવી હતી. માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે ચૂંટણી પહેલા કટ્ટરપંથી તાકાતો જાણીજોઈને ધ્રુવીકરણ અને ડરનો માહોલ પેદા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઉગ્ર પ્રતિક્રિયા

ભારત સરકારે આ ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેને અત્યંત ગંભીર ગણાવી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે પણ આ હત્યાને ભયાનક ગણાવીને આંતરિમ સરકાર પાસે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા રબ્બી અને સોહાગ નામના બે સ્થાનિક શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ જમીની સ્તરે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.

આ પણ વાંચો : IPL 2026 : વિવાદના વંટોળમાં ઘેરાયેલી KKR ને BCCI નો આદેશ, આ ખેલાડીને ટીમમાંથી હટાવો

Tags :
Advertisement

.

×