Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh Hindu Family : પતિ સહિત ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા, બાળકોને પણ ન છોડ્યા

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં હાલમાં કિશોરગંજ જિલ્લામાં એક હિંદુ પરિવારના 4 સભ્યોના મૃત્યુની ઘટના સામે આવી છે. પોલીસ આ ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરી રહી છે, પરંતુ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શેખ હસીનાની સરકારના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી દળો મજબૂત બન્યા છે, જેના કારણે હિંદુ મંદિરો પર હુમલા અને લઘુમતીઓ પર હિંસા વધી છે. ભૂતપૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદે ચિંતા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશ અરાજકતા તરફ આગળ વધી રહ્યું છે.
bangladesh hindu family   પતિ સહિત ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા  બાળકોને પણ ન છોડ્યા
Advertisement
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારોની ઘટનાઓ વધી
  • બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા ખતરામાં

Bangladesh Hindu family murdered : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર (Sheikh Hasina's government) હટ્યા પછી હિંદુ લઘુમતીઓ (Hindu minorities) પર વધતા હુમલાઓ અને અત્યાચારની નવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં કિશોરગંજ જિલ્લાના ભૈરબ શહેરમાં હિંદુ પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ પરિવારના સભ્યોમાં 32 વર્ષીય જોની બિસ્વાસ, તેની ગર્ભવતી પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ પ્રશાસન આ ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરી રહ્યું છે. પોલીસનું માનવું છે કે જોની બિસ્વાસે તેની પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાય (Hindu community) માં રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

લઘુમતીઓ પર વધતા હુમલાઓ અને ભય

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર બાદ કટ્ટરવાદી દળો દ્વારા હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસા વધતી જોવા મળી રહી છે. હિંદુ મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંદુ સમુદાયના લોકો પર વધતી હિંસાના કારણે સમગ્ર દેશમાં અસુરક્ષાનો માહોલ છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, દેશ કટ્ટરવાદી દળોની સક્રિયતાને કારણે અરાજકતાની તરફ આગળ વધી રહ્યો છે. મહમૂદે ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને લઘુમતીઓ પર થતા હુમલાઓ માટે બાંગ્લાદેશની વચગાળાની સરકારને જવાબદાર ગણાવી છે.

Advertisement

બાંગ્લાદેશના લઘુમતીઓ માટે ખતરાની સ્થિતિ

હસન મહમૂદે PTI સાથેની મુલાકાતમાં બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિને ગંભીર ગણાવી હતી. તેમનું માનવું છે કે જમાત-એ-ઇસ્લામી અને અન્ય કટ્ટરવાદી જૂથો હવે વધુ મજબૂત બની રહ્યા છે, જે લઘુમતીઓની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા છે. તેઓએ કહ્યું કે હિંદુ મંદિરો પરના હુમલાઓ અને હિંદુઓની ધરપકડ જેવા બનાવો લઘુમતી વિરોધી વિચારધારાને પ્રતિબિંબિત કરે છે.

Advertisement

વધતા હુમલાઓ અને પોલીસની કાર્યવાહી

ચિત્તાગોંગ શહેરમાં હિંદુ નેતાની ધરપકડ દરમિયાન થયેલા તણાવમાં સુરક્ષા કર્મચારીઓ પર હુમલાના કારણે ઓછામાં ઓછા 30 શંકાસ્પદ લોકોની અટકાયત થઈ છે. આ સાથે અનેક વાર હિંદુ સમુદાયના લોકો પર થતાં આઘાતજનક હુમલાઓની આઘાતજનક કથાઓ સામે આવી છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાના દેશ છોડ્યા પછીની સ્થિતિ લઘુમતીઓ માટે ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં ઉગ્રવાદી દળોનો વધતો પ્રભાવ અને લઘુમતીઓ પર થતા હુમલાઓ ભવિષ્યમાં શાંતિ અને સ્થિરતાને ખતરામાં મૂકી શકે છે. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન અપાવવાની અને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા માટે પગલાં લેવાની તાકીદ છે.

આ પણ વાંચો:  Bangladesh સરકારે ISKCONને ગણાવ્યું કટ્ટરપંથી ધાર્મિક સંગઠન

Tags :
Advertisement

.

×