Bangladesh Hindu Attack : બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હેવાનિયતની પરાકાષ્ઠા કરી પાર, હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચર્યુ
- Bangladesh Hindu Attack : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહ્યા છે અત્યાચાર
- હત્યા બાદ હવે હિન્દુઓ મહિલા સાથે દુષ્કર્મની ઘટના
- વિધવા મહિલા સાથે કટ્ટરપંથીઓએ કર્યું દુષ્કર્મ
બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ હિન્દુઓ પર અત્યાચાર ખુબ વધી ગયા છે. કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ હિન્દુઓની હત્યા કરીને તેમના પર અત્યાચાર કરી રહ્યા છે પણ યુનુસ સરકાર આંખ આડા કાન કરી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચાર હિન્દુઓને નિર્દયતાથી માર મારીને હત્યા કરવામાં આવી છે. દીપુ દાસ, અમૃત મંડલ, બજેન્દ્ર બિશ્વાસ અને ખોખન દાસની ક્રૂર હત્યા બાદ હવે એક મહિલા પર ક્રૂરતાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. ગુનેગારો દ્વારા કરવામાં આવેલી ક્રૂરતા તમને હચમચાવી નાંખશે.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની હેવાનિયત
Bangladesh Hindu Attack : નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ (Kaliganj) વિસ્તારમાં એક હિન્દુ વિધવા મહિલા પર ઘાતકી હુમલો, દુષ્કર્મ અને તેને અપમાનિત કરવાની શરમજનક ઘટના બની છે. આ મામલે પીડિત મહિલાએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ, પીડિતા 40 વર્ષની છે. તેના પતિનું અવસાન થયું છે. તે બાંગ્લાદેશના ઝેનૈદાહ જિલ્લામાં તેના બાળક સાથે રહે છે. આ મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે.
હિન્દુ મહિલા કરી પોલીસ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે પોલીસ ફરિયાદ મુજબ, ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપરા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ જે યુવક પાસેથી પીડિતાએ અઢી વર્ષ પહેલા નદીપરામાં જમીન અને બે માળનું ઘર 20 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું, તેણે તેના એક સાથી સાથે મળીને આ ક્રૂરતા આચરી હતી.
નોંધનીય છે કે પીડિતા કાલીગંજ ઉપ-જિલ્લાના કોલા યુનિયનના ખેડા પારા ગામની રહેવાસી છે. તેણીએ શાહીન અને તેના ભાઈ, કાલીગંજ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં નદીપારાના રહેવાસીઓ પાસેથી બે માળનું ઘર ખરીદ્યું હતું. આ વ્યવહાર બાદ, શાહીન તેના પ્રત્યે ખરાબ ઇરાદા ધરાવતો હતો અને વિવિધ અભદ્ર વર્તન કરતો હતો.શાહીન અને તેના સાથીએ શનિવારે સાંજે મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર બળાત્કાર કર્યો હતો. બાદમાં, તેઓએ તેણીને ઝાડ સાથે બાંધી દીધી હતી અને તેના વાળ કાપી નાખ્યા હતા. આરોપીઓએ મહિલાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જ્યારે મહિલા બેભાન થઈ ગઈ, ત્યારે સ્થાનિકોએ તેને ઘાયલ હાલતમાં સદર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે.
આ પણ વાંચો: વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનું અસલી કારણ 1974ની એક ડીલ! જાણો કઈ હતી એ ડીલ?


