Bangladesh Attacks Hindus : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને ઝેર આપીને કટ્ટરપંથીઓએ કરી હત્યા
- બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ ફરી એકવાર હિન્દુ યુવાનની કરી હત્યા (Bangladesh Attacks Hindus)
- કટ્ટરપંથીઓએ હિન્દુ યુવાનને ઝેર આપીને કરી હત્યા
- આ જોય મહાપાત્રો નામના યુવકને ઝેર આપીને કરાઇ હત્યા
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર કટ્ટરપંથીઓના અત્યાચારની (Hindu Minority Violence) ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની હૃદયદ્રાવક ઘટનામાં સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના એક હિન્દુ યુવાનની નિર્મમ હત્યા (Joy Mohapatra Murder) કરવામાં આવી છે. કટ્ટરપંથીઓએ તેને પકડીને બેરહેમીથી માર માર્યા બાદ ઝેર આપી દીધું હતું.
Bangladesh Attacks Hindus : શું છે સમગ્ર ઘટના?
મૃતક જોય મહાપાત્રોના પરિવારના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક વ્યક્તિ અને તેના સાથીઓએ તેને રસ્તામાં આંતરીને હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં જોયને સિલહટ ઓસ્માની મેડિકલ કોલેજ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
Bangladesh Attacks Hindus : હિન્દુઓ પર સતત હુમલા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે
મિથુન સરકારની હત્યા: માત્ર થોડા દિવસો પહેલા 25 વર્ષીય મિથુન સરકાર પર ચોરીની શંકા કરી ટોળાએ પીછો કર્યો હતો. જીવ બચાવવા તે નહેરમાં કૂદી પડ્યો હતો, જ્યાં તેનું મોત થયું અને મંગળવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
દિપુ ચંદ્ર દાસનું લિંચિંગ: ગાર્મેન્ટ કામદાર દિપુ ચંદ્ર દાસની પણ કથિત નિંદાના ખોટા આરોપમાં લિંચિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર અને પૂર્વ શિક્ષક યાસીન અરાફાતની ધરપકડ કરી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યા સવાલ
બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાને કારણે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો (International Human Rights) માં રોષ જોવા મળી રહ્યો છે. રોજિંદી બની ગયેલી આવી હત્યાઓ અને લિંચિંગની ઘટનાઓએ હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ પેદા કર્યો છે.
આ પણ વાંચો: Kailash Kolhi Murder Pakistan : માત્ર એક ઝૂંપડી માટે ગોળી મારી દીધી! પાકિસ્તાનમાં વધુ એક હિન્દુની હત્યા


