Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

બાંગ્લાદેશ ઈસ્લામાબાદના ચાળે ચઢયું, પાકિસ્તાન પાસેથી ખરીદશે JF-17 યુદ્ધવિમાન

બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથેના સંરક્ષણ સંબંધો મજબૂત કરી રહ્યું છે. બાંગ્લાદેશી વાયુસેનાના વડા હસન મહમૂદ ખાને પાકિસ્તાનની મુલાકાત લીધી, જ્યાં તેમણે JF-17 થંડર યુદ્ધવિમાનોની ખરીદી પર ચર્ચા કરી. પાકિસ્તાને બાંગ્લાદેશી પાયલટોને ટ્રેનિંગ આપવા અને એર ડિફેન્સ રડાર સિસ્ટમના ઈન્ટીગ્રેશનમાં મદદ કરવાની ખાતરી આપી છે. શેખ હસીનાના શાસન બાદ બાંગ્લાદેશના આ બદલાયેલા સૈન્ય વલણથી દક્ષિણ એશિયામાં નવો ગરમાવો આવ્યો છે.
બાંગ્લાદેશ ઈસ્લામાબાદના ચાળે ચઢયું  પાકિસ્તાન પાસેથી ખરીદશે jf 17 યુદ્ધવિમાન
Advertisement

. બાંગ્લાદેશના વાયુસેનાધ્યક્ષને પાકિસ્તાનમાં ગાર્ડ ઓફ ઑનર અપાયો
. પાકિસ્તાન-બાંગ્લાદેશના વાયુસેનાધ્યક્ષો વચ્ચે બેઠક યોજાઈ
. જેએફ-17 થંડર યુદ્ધવિમાનોની બાંગ્લાદેશ ખરીદી કરશે

ઈસ્લામાબાદ: બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી JF-17 થંડર યુદ્ધવિમાનોની ખરીદી કરશે. આ ખુલાસો પાકિસ્તાની સેનાની પ્રોપગેન્ડા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ કર્યો છે. ISPRએ મંગળવારે કહ્યું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના એર ચીફે જેએફ-17 થંડર એરક્રાફ્ટની સંભવિત ખરદીી પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી. જેએફ-17 થંડર મલ્ટી રોલ ફાઈટર જેટ છે, જેને ચીન અને પાકિસ્તાને સાથે મળીને વિકસિત કર્યું છે. પાકિસ્તાન ઘણાં દેશો આ યુદ્ધવિમાનોનું વેચાણ કરી ચુક્યું છે. પરંતુ તેને ખરીદનારા આજેપણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Advertisement

પાકિસ્તાની એરફોર્સ ચીફને મળ્યા બાંગ્લાદેશી સમકક્ષ

આઈએસપીઆરના પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ એરફોર્સના એર ચીફ માર્શલ હસન મહમૂદ ખાને ઈસ્લામાબાદમાં પાકિસ્તાન એરફોર્સના એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધૂ સાથે મુલાકાત કરી. બાંગ્લાદેશી વાયુસેનાધ્યક્ષે એક ઉચ્ચસ્તરીય સંરક્ષણ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ પણ કર્યું. બંને દેશોના વાયુસેનાધ્યક્ષોની બેઠકમાં ઓપરેશનલ સહયોગ અને સંસ્થાગત તાલમેલને મજબૂતકરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું, જેમાં ટ્રેનિંગ, ક્ષમતા નિર્માણ અને એરોસ્પેસ પ્રગતિમાં સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો. પાકિસ્તાને બાંગ્લાદેશી વાયુસેનાધ્યક્ષને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કર્યું.

Advertisement

બાંગ્લાદેશી પાયલટોને ટ્રેનિંગ આપશે પાકિસ્તાન

પાકિસ્તાની એર ચીફ માર્શલ સિદ્ધૂએ બાંગ્લાદેશી વાયુસેનાધ્યક્ષને પોતાની વાયુસેનાની તાજેતરની સિદ્ધિઓની જાણકારી આપી. તેના સિવાય તેમણે મૂળભૂત બાબતોથી લઈને એડવાન્સ્ડ ફ્લાઈંગ અને પાકિસ્તાની વાયુસેનાના સંસ્થાનોમાં વિશેષ કોર્સ સુધી એક વ્યાપક ટ્રેનિંગ ફ્રેમવર્કના માધ્યમથી બાંગ્લાદેશી એરફોર્સનું સમર્થન કરવા માટે પોતાના દેશની પ્રતિબદ્ધતાની પુષ્ટિ પણ કરી. તેમણે બાંગ્લાદેશના સુપર મુશ્શાક ટ્રેનર એરક્રાફ્ટની ઝડપી ડિલીવરી સાથે એક પૂર્ણ ટ્રેનિંગ અને લાંબાગાળાના સમર્થન માટેની ઈકોસિસ્ટમનું પણ આશ્વાસન આપ્યું છે.

બાંગ્લાદેશમાં એર ડિફેન્સ રડાર ઈન્ટીગ્રેશન કરશે પાકિસ્તાન

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશી વાયુસેનાધ્યક્ષે પાકિસ્તાની વાયુસેનાના કથિત યુદ્ધ રેકોર્ડની પ્રશંસા કરી અને તેની ઓપરેશનલ વિશેષજ્ઞતાનો લાભ ઉઠાવવામાં રસ પણ દાખવ્યો. તેમણે બાંગ્લાદેશી એરફોર્સના જૂના બેડા માટે રખરખાવમાં મદદ અને હવાઈ નિરીક્ષણ વધારવા માટે એર ડિફેન્સ રડાર સિસ્ટમના ઈન્ટીગ્રેશનમાં સહાયતાની માગણી કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશા વાયુસેનાધ્યક્ષોની બેઠકમાં જેએફ-17 થંડર એરક્રાફ્ટની સંભવિત ખરીદી પર પણ વિસ્તારપૂર્વક ચર્ચા થઈ.

આ પણ વાંચો: હવે બાંગ્લાદેશ ખુદને માને છે પૂર્વ પાકિસ્તાન, ભારત સામે 'THREE FRONT WAR'ની સ્થિતિનો ખતરો?

Tags :
Advertisement

.

×