ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bangladesh ફરી હિંસા ભડકી, કોક્સ બજાર એરબેઝ પર તોફાનીઓએ ...

બાંગ્લાદેશમાં ફરી કોક્સ બજાર હિંસા ભડકી અસામાજિક તત્વો એરફોર્સના બેસ કર્યો હુમલો હુમલામાં એક વ્યકિતનું મોત થયું Bangladesh Attack:બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પછી પાડોશી દેશમાં હિંસાઅટકવાનું નામ નથી લઈ રહી. બાંગ્લાદેશના કોક્સ બજારમાં સોમવારે બાંગ્લાદેશ એરફોર્સના...
06:20 PM Feb 24, 2025 IST | Hiren Dave
બાંગ્લાદેશમાં ફરી કોક્સ બજાર હિંસા ભડકી અસામાજિક તત્વો એરફોર્સના બેસ કર્યો હુમલો હુમલામાં એક વ્યકિતનું મોત થયું Bangladesh Attack:બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પછી પાડોશી દેશમાં હિંસાઅટકવાનું નામ નથી લઈ રહી. બાંગ્લાદેશના કોક્સ બજારમાં સોમવારે બાંગ્લાદેશ એરફોર્સના...
Bangladesh Violence

Bangladesh Attack:બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન પછી પાડોશી દેશમાં હિંસાઅટકવાનું નામ નથી લઈ રહી. બાંગ્લાદેશના કોક્સ બજારમાં સોમવારે બાંગ્લાદેશ એરફોર્સના બેસ પર (Cox Bazar airbase)અસામાજિક તત્વો તરફથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા એક વ્યકિતનું મોત થયું છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, પીડિત મૃતકની ઓળખ 30 વર્ષીય સ્થાનિક વેપારી તરીકે કરવામાં આવી છે. જેની કથિત રીતે ગોળી મારીને હત્યા (Bangladesh Violence Death)કરી દેવામાં આવી છે.

સ્થાનિક તપાસ એજન્સીઓ ઘટના પર

બાંગ્લાદેશની હથિયારધારી દળ તરફથી જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં પારા વિસ્તારમાં આવેલા બેસ પર ભીષણ હુમલાને લીધે અથડામણ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે પોલીસ અને સ્થાનિક તપાસ એજન્સીઓ ઘટના પર નજર રાખી રહ્યા છે.

આ પણ  વાંચો -Donald Trump USAID ના 2 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા

ડેપ્યુટી કમિશનર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે

મળતી માહિતી અનુસાર,એન્કાઉન્ટર દરમિયાન પીડિતને ગોળી વાગી હતી. કોક્સ બજાર જિલ્લા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. દરમિયાન, કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ સલાહુદ્દીને જણાવ્યું હતું કે હુમલાનું કારણ નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને વધુ વકરી રહેલી પરિસ્થિતિને રોકવા માટે કામ કરી રહ્યા હોવાથી વિસ્તારમાં સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ  વાંચો -શું ભારત પહેલા બાંગ્લાદેશમાં શરૂ થશે સ્ટારલિંક ? યુનુસે એલોન મસ્કને આપ્યું આમંત્રણ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

બાંગ્લાદેશ વાયુસેના પર થયેલા આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નથી લાગતું. જ્યાં ગોળીબારનો અવાજ સંભળાય છે અને વાયુસેનાના જવાનોને બદલો લેતા જોઈ શકાય છે. જોકે, પરિસ્થિતિ હવે સંપૂર્ણ રીતે કાબૂમાં છે, છતાં સૈન્ય અને પોલીસે મોરચો સંભાળી લીધો છે.

Tags :
BangladeshBangladesh violenceBangladesh Violence DeathBangladesh Violence injuredrioters attacked Cox Bazar airbase
Next Article