Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pakistan : 14 વર્ષ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સેવા શરુ, ફ્લાઈટ કરાંચી પહોંચતા જ કર્યું ભવ્ય સ્વાગત

Pakistan : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 14 વર્ષ પછી ફ્લાઈટ સેવા શરુ કરવામાં આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ગુરુવારે એક ફ્લાઈટ સીધી પાકિસ્તાનના કરાચીમાં જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી છે. આનાથી એક દાયકાથી વધુ સમય પછી બંને દેશો વચ્ચે હવાઈ સેવા ફરી શરુ થઈ છે. સરકારના જણાવ્યા અનુસાર ભારત રિસ્થિતિથી વાકેફ છે અને તેનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે.
pakistan   14 વર્ષ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સેવા શરુ  ફ્લાઈટ કરાંચી પહોંચતા જ કર્યું ભવ્ય સ્વાગત
Advertisement
  • Pakistan : 14 વર્ષ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સેવા શરુ
  • બાંગ્લાદેશના ઢાંકાથી કરાંચીમાં એરપોર્ટ પર ઉતરી ફ્લાઈટ
  • ભારત સરકાર રાખી રહી છે બાજ નજર

Pakistan : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 14 વર્ષ પછી ફ્લાઈટ સેવા શરુ કરવામાં આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ગુરુવારે એક ફ્લાઈટ સીધી પાકિસ્તાનના કરાચીમાં જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી છે. આનાથી એક દાયકાથી વધુ સમય પછી બંને દેશો વચ્ચે હવાઈ સેવા ફરી શરુ થઈ છે. સરકારના જણાવ્યા અનુસાર ભારત રિસ્થિતિથી વાકેફ છે અને તેનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે.

Pakistan : 14 વર્ષ પછી  બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સેવા શરુ

અગાઉ, પાકિસ્તાની એરપોર્ટ ઓથોરિટી અનુસાર, બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ (BG-341) ગુરુવારે સાંજે ઢાકાથી કરાચી પહોંચી હતી. એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "છેલ્લા 14 વર્ષમાં કરાચીના જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરનાર ઢાકાથી આ પહેલી ફ્લાઇટ છે." કરાચી એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે, ફ્લાઇટનું પરંપરાગત વોટર સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું. PAA એ વધુમાં જણાવ્યું હતું કે, "આ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતામાં એક નવો અધ્યાય છે."

Advertisement

Advertisement

સૂત્રોએ જણાવ્યું છે કે બિમાન એરલાઇન્સ ઢાકા અને કરાચી વચ્ચે અઠવાડિયામાં બે વાર ફ્લાઇટ્સ ચલાવશે. એરલાઇનને વધુ પરવાનગી આપતા પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 30 માર્ચ સુધીનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.

ભારત સરકારે શું કહ્યું?

વર્તમાન સમયમાં ભારત સરકાર આ ઘટનાક્રમ પર બાજ નજર રાખી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે ગુરુવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર ઢાકા અને પાકિસ્તાન વચ્ચે સીધી વાણિજિયક ફ્લાઈટ્સ શરુ કરવામાં આવી છે.

ભારત સરકાર રાખી રહી છે બાજ નજર

આ દરમિયાન, ભારત ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે ગુરુવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર ઢાકા અને પાકિસ્તાન વચ્ચે સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે તાજેતરના અહેવાલો અને ચર્ચાઓથી વાકેફ છે. જવાબ આપતા કીર્તિ વર્ધન સિંહે કહ્યું, "ભારત સરકારે ઢાકા-કરાચી સેક્ટર પર સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાના વિમાન બાંગ્લાદેશના પ્રસ્તાવની નોંધ લીધી છે."

વિદેશ મંત્રાલય (MEA) ને પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેને બાંગ્લાદેશ, પાકિસ્તાન અથવા કોઈપણ એરલાઇન તરફથી આવી ભવિષ્યની સીધી ફ્લાઇટ્સ માટે ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી અંગે કોઈ વિનંતી, દરખાસ્ત અથવા અનૌપચારિક સંદેશાવ્યવહાર મળ્યો છે. આના પર કીર્તિ વર્ધન સિંહે કહ્યું, "ભારત સરકાર અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે 1978 માં હસ્તાક્ષર કરાયેલ દ્વિપક્ષીય હવાઈ સેવા કરારની જોગવાઈઓ અનુસાર, ભારત સરકારના અધિકારીઓ દ્વારા તમામ સંબંધિત પાસાઓ પર વિચાર કર્યા પછી ફ્લાઇટ વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી છે."

આ પણ વાંચો ------  Digital Addiction થી ઈકૉનોમીને થઈ રહ્યું છે નુકશાન, Economic Surveyએ ધરી લાલબત્તી

Tags :
Advertisement

.

×