ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BAPS Charities Walk-Run 2025 : યુ.એસ. માં 100 થી વધુ શહેરોમાં 45,000 થી વધુ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા

આ આયોજન જે-તે શહેરનાં નાગરિકો માટે સ્થાનિક સ્તરે સ્પર્શતા સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ લાવવાની એક અનોખી તક સમાન હતું.
08:51 PM Jun 02, 2025 IST | Vipul Sen
આ આયોજન જે-તે શહેરનાં નાગરિકો માટે સ્થાનિક સ્તરે સ્પર્શતા સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ લાવવાની એક અનોખી તક સમાન હતું.
  1. સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઊજાગર કરતી વિશિષ્ટ પહેલમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓ થઈ લાભાન્વિત
  2. છેલ્લાં 20 વર્ષોમાં બી.એ.પી.એસ. ચેરિટીઝ દ્વારા નોર્થ અમેરિકામાં આવી 1100 વૉક-રનનું આયોજન કરવામાં આવ્યું
  3. આયોજન જે-તે શહેરનાં નાગરિકો માટે સ્થાનિક સ્તરે સ્પર્શતા સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ લાવવાની અનોખી તક સમાન

BAPS Charities Walk-Run 2025 : ગત સપ્તાહે સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઊજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બી.એ.પી.એસ. ચેરિટીઝવૉક-રન2025’ હેઠળ અમેરિકામાં (America) 100 થી વધુ શહેરોમાં 45,000 થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અનોખી પહેલમાં સંમિલિત થવા અમેરિકામાં વિવિધ શહેરોમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા. આ આયોજન જે-તે શહેરનાં નાગરિકો માટે સ્થાનિક સ્તરે સ્પર્શતા સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ લાવવાની એક અનોખી તક સમાન હતું.

વૉક-રન દ્વારા 50 થી વધુ સ્થાનિક સંસ્થાઓને સહાયતા આપવામાં આવી

આ વૉક-રન (BAPS Charities Walk-Run 2025) દ્વારા 50 થી વધુ સ્થાનિક સંસ્થાઓને સહાયતા આપવામાં આવી હતી, જેમાં ફાયર અને પોલીસ વિભાગો, નિવૃત સૈનિકો, વૃદ્ધોનાં સેવા કેન્દ્રો, મહિલાઓ અને નિરાશ્રિતો માટે કાર્યરત સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માનસિક આરોગ્ય, કેન્સર સંભાળ અને કુટુંબ કલ્યાણ જેવા ક્ષેત્રે કાર્યરત 20 થી વધુ આરોગ્ય-કેન્દ્રિત સંસ્થાઓ પણ આ આયોજનથી લાભાન્વિત થઈ હતી. અનેક શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ વૉક-રન દ્વારા જાગૃતિ અને સમર્થન પ્રાપ્ત થયું, જે આ પહેલનાં વ્યાપક પ્રભાવને દર્શાવે છે.

આ વર્ષે, વૉક-રનની થીમ હતી : “સ્પિરિટ ઓફ સર્વિસ”

વિભિન્ન શહેરોમાં રહેલાં સ્વયંસેવકો અને પરિવારોનાં નમ્ર અને સંકલ્પબદ્ધ સેવાભાવે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. રોબિન્સવિલે, ન્યૂજર્સીમાં (New Jersey) 16 વર્ષીય આરવ દુબલ હોય કે પછી લોસ એન્જલસમાં લાકડીનાં સહારે ભાગ લેનાર વૃદ્ધો હોય, આબાલ-વૃદ્ધ સૌ કોઈ આ આયોજનમાં હોંશભેર જોડાયા હતા. આ વર્ષે, વૉક-રનની થીમ હતી : “સ્પિરિટ ઓફ સર્વિસ”, એટલે કે ‘સેવાની ભાવના’; જે દેશભરમાં યોજાયેલ આ વૉક-રનમાં પ્રતિબિંબિત થયેલી જોઈ શકાતી હતી.

આ પણ વાંચો  -Hindu Dharm : "અહિંસા પરમ ધર્મ" એ ફક્ત એક કહેવત નથી પણ ભારતનો આત્મા છે

વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓને સહાય પ્રાપ્ત થઈ

આ આયોજન દ્વારા વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓને સહાય પ્રાપ્ત થઈ, જેમકે, હ્યુસ્ટનમાં વૉક દ્વારા ‘NAMI ગ્રેટરહ્યુસ્ટન’ સંસ્થાને સહાય મળી, જે કોરોના બાદ બાદ માનસિક આરોગ્યલક્ષી સંભાળની વધતી જરૂરિયાતનાં ક્ષેત્રમાં સેવા પૂરી પાડે છે. સાનહોઝેમાં સ્થાનિક શાળાઓ માટે જરૂરી ફંડ એકત્ર કરવા હજારો લોકો જોડાયા. ઓર્લાન્ડોમાં કેન્સરગ્રસ્ત બાળકો માટે ફંડ રેઈઝ થયું, જ્યારે ડલાસમાં સેવાનિવૃત્ત સૈનિકોને સહાય-સંભાળ જાગૃતિ માટે સૌ એકત્ર થયા. ડેટ્રોઇટમાં સ્થાનિક સેવા સંસ્થાઓ માટે અને આલ્બેનીમાં ફાયર વિભાગને સહાય મળી. ફિલાડેલ્ફિયામાં વંચિત વિસ્તારો અને કોમ્યુનિટી સેન્ટર્સ માટે સહાય કરવામાં આવી.

NAMI ગ્રેટર હ્યુસ્ટનના CEO એન્જેલા હડસને કહી આ વાત

NAMI ગ્રેટર હ્યુસ્ટનના CEO એન્જેલાહડસને જણાવ્યું, “બી.એ.પી.એસ. ચેરિટીઝ (BAPS Charities Walk-Run 2025) જેવી સંસ્થાઓ સમાજમાંથી માનસિક આરોગ્ય સંબંધિત સંકોચ દૂર કરવા અમૂલ્ય યોગદાન આપી રહી છે. અમે આપનાં પ્રયત્નોને બિરદાવીએ છીએ.” એડિસન, ન્યૂજર્સીના સહભાગી ભાર્ગવ આશિયરે ઉમેર્યું, “એક સારો વિચાર આવકારદાયક હોઈ શકે, પરંતુ તેના માટે કાર્ય કરવું જુદી વાત છે. આ સપ્તાહે અમેરિકાએ આ પહેલમાં જોડાઈને સાબિત કરી બતાવ્યું કે અન્યો પ્રતિ અનુકંપા, કરુણા કેવી રીતે સકારાત્મક બદલાવ લાવી શકે છે.”

આ પણ વાંચો  -Tulsi Pooja: શા માટે શુક્રવારે કરાતું તુલસી પૂજન ગણાય છે મહત્વનું ???

અત્યારસુધી ઉત્તર અમેરિકામાં 1,100 થી વધુ વોક-રન યોજાઈ

આ પહેલનાં સમુદાય-કેન્દ્રિત આયોજનને કારણે દરેક શહેરમાં સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ અસરકારક સહયોગ સુનિશ્ચિત કરવામાં મદદ સાંપડી. સુગરલેન્ડ (ટેક્સાસ) માં મેયર જોઝિમ્મરમેને (Mayor Joe Zimmerman) જણાવ્યું, “તમારું (બી.એ.પી.એસ. ચેરીટીઝનું) કાર્ય સુગરલેન્ડમાં (Sugarland) નોંધપાત્ર અસર લાવી રહ્યું છે. તમારું પ્રદાન અગત્યનું બની રહ્યું છે.” છેલ્લાં 20 વર્ષથી બી.એ.પી.એસ. ચેરિટીઝ (BAPS Charities Walk-Run 2025) આ રીતે સ્થાનિક સમુદાયોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનાં આયોજનો કરતી આવી છે. અત્યારસુધી ઉત્તર અમેરિકામાં 1,100 થી વધુ વોક-રન યોજાઈ ચુક્યા છે.

શ્રી નીલકંઠ પટેલે પહેલને “સારપની સાર્વત્રિક અસર” તરીકે ગણાવી

બી.એ.પી.એસ. ચેરિટીઝના પ્રમુખ શ્રી નીલકંઠ પટેલે (Mr. Neelkanth Patel) આ પહેલને “સારપની સાર્વત્રિક અસર” તરીકે ગણાવી હતી. તેમણે ઉમેર્યું, “ન્યૂયોર્ક થી લઈને હ્યુસ્ટન અને સાનહોઝેથી ડેટ્રોઇટ સુધી, સેવા ભાવનાથી કાર્યાન્વિત આ આયોજન એક એવી પ્રતિબદ્ધતા છે, જે સમગ્ર દેશમાં અનેક શહેરોમાં અનેક લોકોનાં જીવનને સ્પર્શે છે.” જ્યારે સમાજમાં એકતા અને સંવાદિતાનાં સંદેશની તાતી જરૂર છે તેવા સમયે, આ પ્રકારનાં આયોજન દ્વારા હજારો લોકોએ તેમના સમુદાયને ઉત્કૃષ્ટ બનાવવાની દિશામાં તેમ જ અનેક લોકોનાં જીવનને સાર્થક રીતે સ્પર્શવાની વિશિષ્ટ તક પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો  -The Divine Roar : ભક્તની રક્ષા પાંપણ જેમ આંખની રક્ષા કરે છે એમ ભગવાન કરે જ

Tags :
AmericaAngela HudsonBAPSBAPS Charities Walk-Run 2025CEO of NAMI Greater HoustonGUJARAT FIRST NEWSMayor Joe ZimmermanMr. Neelkanth PatelNew JerseySugarlandTexasTop Gujarati NewsUS
Next Article