Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BAPS : ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અબુ ધાબીમાં BAPS મંદિરની લીધી મુલાકાત, થયા અભિભૂત

તેમણે કહ્યું કે, આ મંદિર ફક્ત શ્રદ્ધાનાં વિવિધ પ્રવાહોને જ નહીં પરંતુ, સમગ્ર માનવતાને એક કરે છે. આ ચમત્કારિક છે...
baps   ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અબુ ધાબીમાં baps મંદિરની લીધી મુલાકાત  થયા અભિભૂત
Advertisement
  1. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ (Vikram Misri) અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી
  2. મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા હાર્મની વોલ પર પવિત્ર માળાથી તેમનું સ્વાગત કરાયું.
  3. આ ફક્ત એક ઇમારત નથી, આ શ્રદ્ધા, વિશ્વાસ અને વિચારોની અભિવ્યક્તિ છે જે દિવ્ય છે : વિક્રમ મિશ્રી
  4. 'આ એક એવું મંદિર છે જે સૌથી વધુ પ્રશંસાને પાત્ર છે... અને પેઢી દર પેઢી તેના વિશે વાત કરવામાં આવશે'

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ (Vikram Misri) અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમની મુલાકાતે શાંતિ અને ભાગીદારીનાં સહિયારા મૂલ્યો પર ભાર મૂક્યો જે વિશ્વ સાથે ભારતના જોડાણને વ્યાખ્યાયિત કરે છે, ખાસ કરીને ભારત-UAE સંબંધોનાં (India-UAE relations) સંદર્ભમાં. વિક્રમ મિશ્રી, ગલ્ફ અફેર્સ માટે સંયુક્ત સચિવ અસીમ રાજા મહાજન, રાજદૂત સંજય સુધીર અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે આવ્યા હતા. અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના (Abu Dhabi BAPS Temple) વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા હાર્મની વોલ પર પવિત્ર માળાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી 'ધ ફેરી ટેલ' થી મંત્રમુગ્ધ થયા

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી (Vikram Misri) 'ધ ફેરી ટેલ' થી મંત્રમુગ્ધ થઈ ગયા હતા, આ એક એવો અનુભવ છે જે જીવંત વાર્તા અને ઐતિહાસિક પ્રતિબિંબના માધ્યમથી સદ્ભાવ, પરસ્પર આદર અને સાંસ્કૃતિક સમજણનાં સાર્વત્રિક મૂલ્યોને સર્જનાત્મક રીતે વ્યક્ત કરે છે.

Advertisement

ડૉ. એસ. જયશંકરના શબ્દો યાદ કરતાં, તેમણે ઉલ્લેખ કર્યો કે મંદિરની વાર્તા ખરેખર એક પરીકથા છે. જ્યારે તેઓ શાંત પરિસરમાં ફરતા હતા, ત્યારે તેઓએ વિવિધતામાં એકતાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતીકાત્મક સહિષ્ણુતા વૃક્ષો જોયા અને મંદિરનાં મુખ્ય સ્થાપત્ય અને આધ્યાત્મિક તત્વોનું અન્વેષણ કર્યું.

'મંદિરનું દરેક પાસું તેમનામાં ઊંડો ચિંતન જગાડે છે'

સ્વામી બ્રહ્મવિહારીદાસે (Brahmavihari Swami) હાર્મની ડોમમાં વણાયેલા ગહન પ્રતીકવાદને ઉજાગર કર્યો, જેનાથી તેનો આધ્યાત્મિક સાર પ્રકાશિત થયો અને ભગવાન અને માનવજાત વચ્ચે સદ્ભાવનો સાર્વત્રિક સંદેશ સામે આવ્યો. તેમણે કહ્યું કે, મંદિરનું દરેક પાસું તેમનામાં ઊંડો ચિંતન જગાડે છે અને તેની અલંકૃત કલાકૃતિ વિચારશીલ પ્રતીકવાદનાં સ્તરોને છતી કરે છે.

મંદિરનાં ગર્ભગૃહમાં, તેમણે સાત આંતરિક તીર્થસ્થળોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં (Pramukh Swami Maharaj) દૂરંદેશી માર્ગદર્શન અને આધ્યાત્મિક વારસાને શ્રદ્ધાંજલિ આપી, જેમની દિવ્ય દૂરંદેશીએ શ્રદ્ધા અને સદ્ભાવનાં આ મહાન પ્રકાસ સ્તંભને જન્મ આપ્યો.

આ પણ વાંચો - Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક

આ એક ઇમારત નથી, આ શ્રદ્ધા, વિશ્વાસ, વિચારોની અભિવ્યક્તિ છે : વિક્રમ મિશ્રી

પોતાની લાગણીઓ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, "આજે મને હજાર આશીર્વાદ મળ્યા છે. આ ફક્ત એક ઇમારત નથી, આ શ્રદ્ધા, વિશ્વાસ અને વિચારોની અભિવ્યક્તિ છે જે દિવ્ય છે. આ મંદિર ફક્ત શ્રદ્ધાનાં વિવિધ પ્રવાહોને જ નહીં પરંતુ, સમગ્ર માનવતાને એક કરે છે. આ ચમત્કારિક છે... મારું મન અને હૃદય છલકાઈ ગયા છે... આ એક એવું મંદિર (Abu Dhabi BAPS Temple) છે જે સૌથી વધુ પ્રશંસાને પાત્ર છે... અને પેઢી દર પેઢી તેના વિશે વાત કરવામાં આવશે. લોકો વિચારી શકે છે કે આ ધર્મ માટે છે, પરંતુ આ વિશ્વ માટે, માનવતા માટે અને આપણા બ્રહ્માંડના અસ્તિત્વ માટે છે...આ એક એવું મંદિર છે જેની મુલાકાત દરેક ભારતીયે લેવી જ જોઈએ.''

આ પણ વાંચો - અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

મંદિરને "આંતરધાર્મિક સદ્ભાવ અને સાંસ્કૃતિક સંવાદનું વૈશ્વિક પ્રતીક" ગણાવ્યું

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ (Vikram Misri) મંદિરની ઇજનેરી વાસ્તુકળા અને મંદિર દ્વારા રજૂ કરાયેલા મૂલ્યોની પ્રશંસા કરી અને મંદિરને "આંતરધાર્મિક સદ્ભાવ અને સાંસ્કૃતિક સંવાદનું વૈશ્વિક પ્રતીક" ગણાવ્યું. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સહયોગ અને પ્રેરિત નેતૃત્વ દ્વારા બનાવવામાં આવેલા આવા ભક્તિ સ્થળો, સરહદો પારનાં લોકોને એક કરવામાં શક્તિશાળી ભૂમિકા ભજવી શકે છે.

વિક્રમ મિશ્રીએ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને યુએઈનાં રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (President His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan) માટે કાયમી સમૃદ્ધિ, દૂરંદેશી નેતૃત્વ અને મિત્રતા માટે પ્રાર્થના કરી. તેમણે વિશ્વભરનાં હૃદય અને સંસ્કૃતિઓને જોડતા સહિયારા મૂલ્યોનું પ્રતીક - આ મંદિરને જીવંત બનાવવામાં મહામહિમના અડગ સમર્થન બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Sabarmati Riverfront : મેદસ્વિતા મુક્ત ગુજરાતની દિશામાં યોગ શિબિરનું આયોજન

Tags :
Advertisement

.

×