BAPS Paris mandir : પેરિસમાં સંસ્કૃતિનો વિજય: BAPS ને સન્માનભેર ક્લીન ચિટ
BAPS Paris mandir : પેરિસના એફિલ ટાવર વિવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાને સન્માનભેર ક્લીન ચિટ મળી છે. તપાસમાં સ્પષ્ટ થયું કે મહિલા સ્ટાફને હટાવવાની કોઈ માંગ નહોતી કરાઈ.
BAPS Paris mandir : કોઈપણ મહાન કાર્યની શરૂઆતમાં ક્યારેક નાની ગેરસમજો ઊભી થતી હોય છે, પરંતુ જ્યારે અંતે સત્ય સામે આવે છે ત્યારે સન્માન અને વિશ્વાસ વધુ દ્રઢ બને છે. તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવનિર્મિત ભવ્ય હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ગયેલા ડેલિગેશનની એફિલ ટાવરની મુલાકાત દરમિયાન એક વિવાદ ઊભો થયો હતો. જોકે, આ વિવાદ માત્ર એક મેનેજમેન્ટ સ્તરની ગેરસમજનું પરિણામ હતો તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. ફ્રેન્ચ સત્તાવાળાઓની નિષ્પક્ષ તપાસ બાદ સત્યનો વિજય થયો છે અને સંસ્થાની પારદર્શિતા સાબિત થતાં BAPS ને સંપૂર્ણ સન્માન સાથે ક્લીન ચિટ આપવામાં આવી છે.
BAPS Paris mandir : ગેરસમજ દૂર થઈ: સંસ્કૃતિ અને સન્માનનો સ્વીકાર
પેરિસ સિટીના રિપોર્ટ મુજબ, BAPS ડેલિગેશનની માત્ર "કોઈ શારીરિક સંપર્ક (no physical contact) નહિ" ની વિનંતી હતી, જે તેમના પવિત્ર આધ્યાત્મિક નિયમોનો એક ભાગ છે. એફિલ ટાવર મેનેજમેન્ટની આંતરિક ની ખામીને કારણે આ સંદેશને મૌખિક રીતે ખોટી રીતે સમજવામાં આવ્યો હતો. હવે સત્ય બહાર આવતા એ સ્પષ્ટ થયું છે કે સંગઠન તરફથી મહિલાઓનું અપમાન થાય કે તેમને ફરજ પરથી હટાવવા પડે તેવી કોઈ પણ લેખિત કે મૌખિક સૂચના ક્યારેય અપાઈ નહોતી. ફ્રેન્ચ( French) ઓથોરિટીએ આ વાસ્તવિકતા સ્વીકારીને સાંસ્કૃતિક સમજણ અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
BAPS નો સકારાત્મક અભિગમ અને સહાનુભૂતિ
BAPS સંસ્થાએ ખુલ્લા દિલથી આ તપાસના તારણોને આવકાર્યા છે. સંસ્થાએ સત્યને સામે લાવવા બદલ સત્તાવાળાઓનો આભાર માન્યો અને જે કર્મચારીઓને આ ગેરસમજને કારણે મુશ્કેલી પડી તેમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી છે. સંગઠને આશા વ્યક્ત કરી છે કે આ સ્પષ્ટતાથી બંને સંસ્કૃતિઓ વચ્ચે સમજણનો સેતુ વધુ મજબૂત બનશે અને સૌ એકબીજાના આદર સાથે હકારાત્મક દિશામાં આગળ વધશે.
જવાબદારીનો સ્વીકાર અને સિસ્ટમમાં સુધારો
આ ઘટના બાબતે એફિલ ટાવર(Eiffel Tower)ના મેનેજમેન્ટ (SETE) એ પોતાની ઓપરેશનલ ખામીઓનો પ્રામાણિકપણે સ્વીકાર કર્યો છે. ભવિષ્યમાં આવી ગેરસમજ ન થાય અને કર્મચારીઓનું હિત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા ડિરેક્ટર જનરલ પેટ્રિક બ્રાન્કો રુઇવોએ નૈતિક જવાબદારી સ્વીકારી છે, જે મેનેજમેન્ટ અને સિસ્ટમમાં સુધારો લાવવા માટેનું એક સકારાત્મક પગલું છે.
સત્ય હંમેશા અકબંધ રહે છે. યોગ્ય સંવાદ અને પારદર્શિતા થકી કોઈપણ ગેરસમજને દૂર કરી શકાય છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો પર અડગ રહીને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જાળવી રાખ્યું છે. ફ્રેન્ચ ઓથોરિટી દ્વારા ભૂલનો સ્વીકાર અને BAPS દ્વારા દર્શાવવામાં આવેલી સહાનુભૂતિ એ બંને દેશો અને સંસ્કૃતિઓ વચ્ચેની પરસ્પર સમજણનું એક ઉત્તમ ઉદાહરણ છે. અંતે, આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં સત્ય અને સદ્ભાવના હોય છે, ત્યાં વિવાદનો અંત હંમેશા સુખદ અને સકારાત્મક જ આવે છે. વિશ્વભરમાં 1,300 થી વધુ મંદિરો દ્વારા શાંતિ અને સેવાનો સંદેશ ફેલાવનાર BAPS સંસ્થાની ગરિમામાં આનાથી વધુ વધારો થયો છે.
આ પણ વાંચો : Flydubai Attack: UAEએ ગણાવ્યો આતંકી હુમલો, ભારતીય પાયલટની બહાદુરીને સલામ

