Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Israel ના PM નેતન્યાહૂને થયું ટ્યૂમર! Iran - US વાટાઘાટો પહેલા મેડિકલ રિપોર્ટમાં ખુલાસો

Benjamin Netanyahu: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે તેમને પ્રોસ્ટેટમાં પ્રારંભિક સ્ટેજનું નાનું મેલિગ્નન્ટ ટ્યૂમર હતું. યુદ્ધના સમયમાં વિગતોનો દુરુપયોગ ન થાય તે માટે રિપોર્ટ મોડો જાહેર કરાયો હતો. નેતન્યાહૂએ સમયસર સારવાર કરાવી છે અને હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને ફિટ હોવાનું હોસ્પિટલના રિપોર્ટમાં જણાવાયું છે
israel ના pm નેતન્યાહૂને થયું ટ્યૂમર  iran   us વાટાઘાટો પહેલા મેડિકલ રિપોર્ટમાં ખુલાસો
Advertisement

. તન્યાહૂને પ્રોસ્ટેટમાં નાનું ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું, જે પ્રારંભિક તબક્કે શોધી કાઢવામાં આવ્યું હતું
. તબીબી સલાહ બાદ તેમણે નિરીક્ષણને બદલે સારવારનો માર્ગ પસંદ કર્યો અને હવે તેઓ કેન્સરમુક્ત અને ફિટ છે
. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને દુશ્મનો આ માહિતીનો લાભ ન ઉઠાવે તે હેતુથી મેડિકલ રિપોર્ટ મોડો જાહેર કર્યો

Benjamin Netanyahu: અમેરિકા- ઈરાન (US - Iran) વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) ને લઈને થનારી વાટાઘાટોથી ઈઝરાયલના વડાપ્રધાન (Israeli Prime Minister) બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) નો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે.

Advertisement

મહત્ત્વપૂર્ણછે કે બેન્જામિન નેતન્યાહૂએ પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટને જાહેર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નેતન્યાહૂએ ખુલાસો કર્યો છે કે ગત કેટલાક સમયથી તે એક સ્વાસ્થ્ય પડકારનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ અને ફિટ છે.

Advertisement

પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ કે તેમણે આ રિપોર્ટને જાહેર કરવામાં લગભગ બે માસનો વિલંબ કરવાનો અનુરોધ કર્યો હતો, જેથી આ એ સમયે સામે ન આવ્યું કે જ્યારે યુદ્ધ ચરમ પર હતું અને તેનો દુરુપયોગ ન થઈ શકે.

આ પણ વાંચો: જીવલેણ હુમલાખોર પેલેસ્ટાઈનવાસીને 90 દિવસમાં ફાંસી, Israel માં કડક કાયદાને મંજૂરી

Netanyahu એ જાહેર કર્યો મેડિકલ રિપોર્ટ

તેમણે પોતાના સ્વસ્થ્યને લઈને ત્રણ મહત્ત્વની વાતો શેયર કરી છે. સૌથી પહેલા તેમણે કહ્યુ છે કે ભગવાનની કૃપાથી તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

બીજું, તેમની શારીરિક સ્થિતિ ઘણી સારી છે અને ત્રીજું, તેમને પ્રોસ્ટેટ સાથે જોડાયેલી એક નાનકડી મેડિકલ સમસ્યા હતી, જેનો હવે સંપૂર્ણપણે ઈલાજ થઈ ગયો છે.

તેમણે કહ્યુ કે લગભગ દોઢ વર્ષ પહેલા તેમણે વધેલા બિનાઈન પ્રોસ્ટેટ માટે એક સફળ સર્જરી કરાવી હતી અને ત્યારથી તે નિયમિતપણે તપાસ કરાવી રહ્યા છે. તાજેતરમાં તપાસ દરમિયાન તેમણે પ્રોસ્ટેટ (Prostate) માં એક ઘણી નાનકડી ટ્યૂમર મળી, જે એક પ્રારંભિક સ્ટેજની મેલિગ્રેન્ટ ટ્યૂમર હતી. સારી વાત એ રહી કે તે ન તો ફેલાયું હતું અને ન શરીરના અન્ય હિસ્સાઓ સુધી પહોંચ્યું હતું.

આ પણ વાંચો: Hormuz Blockade: US નેવીએ 10000 સૈનિકો સાથે ઈરાનના પોર્ટ્સની કરી નાકાબંધી

Tumor નો થયો ઈલાજ

ડૉક્ટરોએ તેમને જણાવ્યુ કે તેમની વયના પુરુષોમાં આવી સમસ્યા સામાન્ય હોય છે ને તેની બે પદ્ધતિ હોઈ શકે છે - માત્ર તેને નિરીક્ષણમાં રાખવામાં આવે અથવા તો પછી સારવાર કરાવીને તેને સમાપ્ત કરી દેવામાં આવે.

નેતન્યાહૂએ ઈલાજનો માર્ગ પસંદ કર્યો અને સમયસર આ સમસ્યાને સંપૂર્ણપણે સમાપ્ત કરી.

બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ છે કે કેટલાક નાના-નાના ઈલાજ બાદ તે ઠીક થઈ ગયા અને હવે આ સમસ્યાનું કોઈ નિશાન નથી. તેમણે યરુશલમ (Jerusalem) ની હોસ્પિટલના ડૉક્ટરો અને મેડિકલ ટીમને ધન્યવાદ પણ આપ્યા.

આ પણ વાંચો: મેલોની-નેતન્યાહૂ વચ્ચે ડખ્ખો, ઈટાલીએ ઈઝરાયલ સાથે Defence Deal કરી સસ્પેન્ડ!

Tags :
Advertisement

.

×