Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

9મા ધોરણના વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ બનાવ્યો શારીરિક સંબંધ! કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

Teacher Julie Rizzitello student assault case : અમેરિકામાં શિક્ષણને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જ્યારે એ જ જગ્યા પરથી વિશ્વાસ તૂટે ત્યારે સમાજ હચમચી જાય. ન્યૂ જર્સીની એક હાઈ સ્કૂલની પૂર્વ શિક્ષિકા Julie Rizzitelloનો કેસ એવો જ છે, જેમાં સત્તા, વિશ્વાસ અને નૈતિકતાની હદો લાંઘાઈ. કોર્ટના ચુકાદાએ સમગ્ર મામલાને ફરી ચર્ચામાં લાવી દીધો છે.
9મા ધોરણના વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ બનાવ્યો શારીરિક સંબંધ  કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
Advertisement
  • Teacher Julie Rizzitello student assault case
  • શિક્ષણના મંદિરમાં 'ગુરુ' એ જ ખેલ્યો લાલસાનો ખેલ
  • 9મા ધોરણના વિદ્યાર્થી સાથે આચર્યું હેવાનિયતભર્યું કૃત્ય
  • કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

Teacher Julie Rizzitello student assault case : અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલી વોલ ટાઉનશિપ હાઈ સ્કૂલની પૂર્વ અંગ્રેજી શિક્ષિકા જૂલી રિજિટેલોને તાજેતરમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલા વિશે જો તમે જાણશો તો તમારા રૂવાટા ઉભા થઇ જશે. જીહા, આ માત્ર શારીરિક શોષણનો નહીં, પરંતુ વિશ્વાસઘાત અને માનસિક અત્યાચારની પરાકાષ્ઠા સમાન કિસ્સો છે. આવો આ આર્ટિકલમાં જાણીએ આ કિસ્સા વિશે.

ષડયંત્રની શરૂઆત

આ ઘટનાની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. 37 વર્ષીય જૂલી (Teacher Julie Rizzitello) એ 9મા ધોરણમાં ભણતા એક માસૂમ વિદ્યાર્થીને પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો. એક શિક્ષિકા તરીકે તેણે પહેલા વિદ્યાર્થીનો વિશ્વાસ જીત્યો અને ધીમે-ધીમે તેને પોતાના પ્રભાવમાં લેવાનું શરૂ કર્યું. ભણાવવાના બહાને તે વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવતી અને કલાકો સુધી તેની સાથે વાતો કરી તેને ભાવનાત્મક રીતે પોતાની જાળમાં ફસાવતી રહી. વર્ષ 2018માં વિદ્યાર્થીના જન્મદિવસ પર જૂલીએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે રાજી કરી લીધો.

Advertisement

Teacher Julie Rizzitello student assault case

Advertisement

બ્લેકમેલિંગ અને ગર્ભપાતનું જૂઠું નાટક - Teacher Julie Rizzitello

જૂલીની ક્રૂરતા અહીં જ ન અટકી. સંબંધ બાંધ્યાના થોડા દિવસો બાદ તેણે વિદ્યાર્થી પર માનસિક દબાણ લાવવા માટે એક નવો પેંતરો રચ્યો. તેણે દાવો કર્યો કે તે ગર્ભવતી છે અને આ બાળક તેના પતિનું નહીં પણ તે વિદ્યાર્થીનું છે. તેણે વિદ્યાર્થીને એવું કહીને ડરાવ્યો કે તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક તેની અને વિદ્યાર્થીની મુલાકાતનું પરિણામ છે. થોડા સમય બાદ, તેણે અચાનક જાહેર કર્યું કે તેણે ગર્ભપાત કરાવી લીધો છે. આ સાંભળીને તે કિશોર વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડ્યો. પોતાના જ સંતાનને ગુમાવ્યાનો અપરાધબોધ (Guilt) તેને વર્ષો સુધી પીડા આપતો રહ્યો.

જજની આકરી ટિપ્પણી

જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજ પણ જૂલીના વર્તનથી સ્તબ્ધ થઈ ગયા હતા. કેસની સુનાવણી દરમિયાન જજે નોંધ્યું કે, એક શિક્ષિકા તરીકે જૂલીએ પોતાની સત્તાનો ઉપયોગ વિદ્યાર્થીના રક્ષણને બદલે તેના શોષણ માટે કર્યો. જજે વધુમાં કહ્યું કે, બાળકોને ફોસલાવીને શિકાર બનાવવાની આ પદ્ધતિ પીડિતના માનસપટલ પર એવા ઊંડા ઘા છોડે છે જેમાંથી બહાર આવતા આખી જિંદગી નીકળી જાય છે.

Teacher Julie Rizzitello, usa Wall Township High School news

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

જોકે, જૂલી રિજિટેલોએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પરિણામે, કોર્ટે તેને 10 વર્ષની કઠોર જેલની સજા ફટકારી છે. એટલું જ નહીં, સજા પૂરી થયા પછી પણ તેને આજીવન પેરોલ પર દેખરેખ હેઠળ રાખવામાં આવશે અને તેનું નામ કાયમી ધોરણે 'સેક્સ ઓફેન્ડર' (યૌન અપરાધી)ની યાદીમાં નોંધાયેલું રહેશે.

આ પણ વાંચો :  Insomnia problem: બ્રહ્મમુહૂર્તનો સંકેત, શનિની સાડા સાતી કે મનનો તણાવ? રાત્રે 3 વાગ્યે ઊંઘ ટૂટવાનું શું છે કારણ?

Tags :
Advertisement

.

×