Iran-Israel War અંગે સૌથી મોટા સમાચાર, 48 કલાકમાં વિશ્વ પર મોટી આફત?
- ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અંગે સૌથી મોટા સમાચાર
- યુદ્ધ અત્યંત ભયંકર સ્થિતિમાં પહોંચે તેવા એંધાણ
- અમેરિકાના દબાણ બાદ ઈરાનનો સાફ ઈનકાર
- કોઈપણ સંજોગોમાં યુદ્ધ રોકવાનો ઈરાનનો ઈનકાર
- અમેરિકાએ અનકન્ડીશ્નલ સરેન્ડરનો કર્યો હતો આગ્રહ
Iran-Israel War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે (Iran-Israel War)ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયંકર સ્થિતિમાં પહોંચવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. યુદ્ધ(War)ને રોકવા માટે અમેરિકાના દબાણ છતાં ઈરાને કોઈપણ સંજોગોમાં યુદ્ધ રોકવાનો સાફ ઈનકાર કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક ચિંતામાં વધારો થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકા(America)એ ઈરાનને 'અનકન્ડીશ્નલ સરેન્ડર' (બિનશરતી શરણાગતિ) માટે આગ્રહ કર્યો હતો, પરંતુ ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ અમેરિકાની ધમકીથી ડરતા નથી. ઈરાને એ પણ ચેતવણી ઉચ્ચારી છે કે જો અમેરિકા આ યુદ્ધમાં સામેલ થશે તો તેને વળતો જવાબ આપવામાં આવશે.
બંને દેશમાં તબાહી મચી
યુદ્ધના મેદાનમાંથી આવી રહેલા સમાચારો મુજબ,ઈરાન અને ઈઝરાયેલ બંને મોરચે અતિભારે નુકસાન થઈ રહ્યું છે.ઈઝરાયેલ દ્વારા ઈરાનના મોટાભાગના શહેરોમાં સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.જેના કારણે વ્યાપક વિનાશ થઈ રહ્યો છે. બીજી તરફ, ઈઝરાયેલના પણ અનેક શહેરોમાં ઈરાન દ્વારા મિસાઈલમારો કરવામાં આવી રહ્યો છે. જેનાથી ત્યાં પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.
યુદ્ધની અસર વૈશ્વિક અર્થતંત્ર નુકસાનના સંકેત
ઈરાને ઈઝરાયેલ સામે વધુ હુમલા કરવાની વાત કરી છે, જે દર્શાવે છે કે આ સંઘર્ષ નજીકના ભવિષ્યમાં શાંત થવાના કોઈ સંકેત નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય આ પરિસ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે, કારણ કે આ યુદ્ધની અસર વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર પર પણ પડી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પના દાવા મુજબ, ઈરાન હવે વાતચીત કરવા માંગે છે અને સમજૂતી માટે અમેરિકાનો સંપર્ક પણ કર્યો છે.ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન પરેશાન છે એટલે વાતચીત કરવા માંગે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે,તેહરાન ખુબ નાજુક સ્થિતીમાં છે ટ્રમ્પે ઈરાનને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો કે, "વિનાશ પહેલા મારી સાથે વાત કેમ ન કરી?"
અમેરિકા ઈરાન પર ક્યારે હુમલો કરશે?
અમેરિકા-ઈરાન સંબંધોના ભવિષ્ય અંગે ટ્રમ્પે ટીપ્પણી કરતા કહ્યું કે,આવનારુ સપ્તાહ ખુબ મહત્વનું છે અને કોઈને ખબર નથી હું શું કરવાનો છું. જોકે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે અમેરિકા ઈરાન પર ક્યારે હુમલો કરશે. તેમના આ નિવેદનોથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં શું વળાંક આવશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.