Epstein File Controversy : બિલ ગેટ્સે 'મોટી ભૂલ' સ્વીકારી માફી માંગી, જાણો રશિયન મહિલા સાથે સંબંધ અંગે શું કહ્યું?
- Bill Gates Epstein Controversy : એપસ્ટીન સાથેની મિત્રતા પર માંગી માફી!
- એપસ્ટીન ફાઇલ્સમાં નામ ખુલતા કર્મચારીઓ સમક્ષ વ્યક્ત કર્યો પસ્તાવો
- બે રશિયન મહિલાઓ સાથે અફેર હોવાની કબૂલાતથી મચ્યો ખળભળાટ
- એપસ્ટીન સાથેની મુલાકાતોને ગણાવી જીવનની સૌથી મોટી ભૂલ
- અમેરિકી ન્યાય વિભાગે ફોટા જાહેર કર્યા બાદ ટાઉન હોલમાં આપી સફાઈ
Bill Gates Epstein Controversy : વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટના (Microsoft) કો-ફાઉન્ડર બિલ ગેટ્સે (Bill Gates) જેફરી એપસ્ટીન (Jeffrey Epstein) સાથેના તેમના સંબંધો અંગે આખરે મૌન તોડ્યું છે. તાજેતરમાં સામે આવેલી 'એપસ્ટીન ફાઇલ્સ' બાદ ચારેબાજુથી ઘેરાયેલા ગેટ્સે ગેટ્સ ફાઉન્ડેશનના (Gates Foundation) કર્મચારીઓની જાહેરમાં માફી માંગી છે. એક આંતરિક ટાઉન હોલ મીટિંગમાં (Town Hall Meeting) તેમણે સ્વીકાર્યું હતું કે એપસ્ટીન સાથે મુલાકાતો કરવી એ તેમની કારકિર્દીની 'એક બહુ મોટી ભૂલ' હતી.
Bill Gates Epstein Controversy : અફેરની કબૂલાત અને સ્પષ્ટતા
ન્યૂઝ એજન્સી રોયટર્સના (Reuters) અહેવાલ મુજબ, બિલ ગેટ્સે કબૂલાત કરી છે કે તેમના બે રશિયન મહિલાઓ સાથે અફેર હતા, જેનો ઉલ્લેખ એપસ્ટીન ફાઇલ્સમાં કરવામાં આવ્યો છે. જોકે, તેમણે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ અફેરનો એપસ્ટીનના અન્ય પીડિતો સાથે કોઈ સીધો સંબંધ નથી. અમેરિકી ન્યાય વિભાગ (US Justice Department) દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં ગેટ્સ અને એપસ્ટીનની મુલાકાતોની તસવીરો પણ સામે આવી છે, જેમાં ગેટ્સ કેટલીક મહિલાઓ સાથે પોઝ આપતા જોવા મળે છે.
BREAKING: Bill Gates apologizes to his foundation staff for ties to Jeffrey Epstein, says "I did nothing illicit. I saw nothing illicit.", WSJ pic.twitter.com/vZwOCQRQxB
— Anonymous (@YourAnonOne) February 25, 2026
કર્મચારીઓની માંગી માફી
મીટિંગ દરમિયાન બિલ ગેટ્સ ભાવુક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "એપસ્ટીન સાથે સમય પસાર કરવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓને (Senior Officials) આવી મીટિંગોમાં સામેલ કરવા એ ગંભીર ભૂલ હતી." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ એ તમામ લોકોની માફી માંગે છે જેમને તેમની આ ભૂલને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અથવા આ વિવાદમાં ખેંચાવું પડ્યું છે.
વિશ્વના નેતા અને ઉદ્યોગપતિના નામ ફાઈલમાં
ઉલ્લેખનીય છે કે, એપસ્ટીન સેક્સ ટ્રાફિકિંગના (Sex Trafficking) આરોપોમાં જેલમાં હતો અને તેના મૃત્યુ બાદ પણ તેની ડાયરીઓ અને ફાઇલ્સ વિશ્વના અનેક મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓના નામ ખોલી રહી છે. ગેટ્સે હવે આ વિવાદમાંથી બહાર આવવા અને ફાઉન્ડેશનની છબી સુધારવા માટે પારદર્શિતાનો માર્ગ અપનાવ્યો હોય તેવું જણાય છે.
આ પણ વાંચો : PM Modi Israel Visit : તેલ-અવીવમાં ભવ્ય સ્વાગત, નેતન્યાહુના પત્નીના 'ભગવા' લુકની સોશિયલ મીડિયા પર ધૂમ


