Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Russian Girls ના ચક્કરમાં બિલ ગેટ્સને થયો 'ગુપ્ત રોગ'! Epstein Files માં થયો ધડાકો

વિશ્વના સૌથી મોટા દાનવીર અને ટેક દિગ્ગજનું નામ એક એવા કૌભાંડમાં ઉછળ્યું છે જે સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. એક મૃત અપરાધીની ડાયરીમાંથી નીકળેલા રહસ્યોએ બિલ ગેટ્સના બેડરૂમ સુધીના રાઝ ખોલી નાખ્યા છે. રશિયન સુંદરીઓ, ગુપ્ત બીમારી અને પત્નીથી છુપાવેલી દવાઓ... શું આ માત્ર બદનામી છે કે સત્ય? વાંચો આ ચોંકાવનારો અહેવાલ.
russian girls ના ચક્કરમાં બિલ ગેટ્સને થયો  ગુપ્ત રોગ   epstein files માં થયો ધડાકો
Advertisement
  • એપ્સ્ટેઈન ફાઈલોમાં બિલ ગેટ્સ પર ગંભીર આરોપ (bill gates std allegations)
  • રશિયન યુવતીઓ અને STD નો ઉલ્લેખ કરતા દસ્તાવેજો
  • મેલિન્ડા ગેટ્સથી દવાઓ છુપાવ્યાનો પણ દાવો
  • ગેટ્સની ટીમે તમામ આક્ષેપોને જૂઠા ગણાવ્યા
  • પ્રિન્સ એન્ડ્ર્યુનું નામ પણ વિવાદમાં ઉછળ્યું

bill gates std allegations : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને માઈક્રોસોફ્ટ [Microsoft] ના સ્થાપક બિલ ગેટ્સ [Bill Gates] ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયા છે. કુખ્યાત અપરાધી જેફરી એપ્સ્ટેઈન [Jeffrey Epstein] ની તાજેતરમાં જાહેર થયેલી 'સિક્રેટ ફાઈલ્સ' [Secret Files] માં ગેટ્સના અંગત જીવનને લઈને એવા દાવા કરવામાં આવ્યા છે જેણે ટેક જગત અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજોમાં માત્ર રશિયન મહિલાઓ [Russian Women] સાથેના સંબંધો જ નહીં, પરંતુ પોતાની પત્ની મેલિન્ડા ગેટ્સ [Melinda Gates] ને અંધારામાં રાખીને ગુપ્ત રીતે દવાઓ લેવાના ગંભીર આક્ષેપો પણ થયા છે.

bill gates std allegations : સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝના દાવા

લીક થયેલી ફાઈલો અનુસાર, 18 જુલાઈ 2013ના રોજ જેફરી એપ્સ્ટેઈને પોતાને જ એક મેમો (નોંધ) લખ્યો હતો. આ મેમોમાં એપ્સ્ટેઈને દાવો કર્યો હતો કે રશિયન યુવતીઓ સાથે સંબંધ બાંધ્યા બાદ બિલ ગેટ્સ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ [STD] નો શિકાર બન્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે, એપ્સ્ટેઈનના દાવા મુજબ, ગેટ્સે તેની પાસે એવી એન્ટિબાયોટિક્સ [Antibiotics] માંગી હતી જે તેઓ પોતાની તત્કાલીન પત્ની મેલિન્ડાને જાણ કર્યા વગર લઈ શકે. આ ઉપરાંત, ગેટ્સે તે તમામ ઈમેઈલ ડિલીટ [Email Deletion] કરવા પણ કહ્યું હતું જેમાં તેમની બીમારી, દવાની માંગણી અને અંગત વિગતોનો ઉલ્લેખ હતો.

Advertisement

bill gates std allegations : ટીમે દાવાઓને ગણાવ્યા પાયાવિહોણા

આ સનસનીખેજ આક્ષેપો સામે આવતાની સાથે જ બિલ ગેટ્સની ટીમે તેને સદંતર ફગાવી દીધા છે. ગેટ્સના પ્રવક્તાએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, "આ તમામ દાવાઓ સંપૂર્ણપણે વાહિયાત અને જૂઠા છે. આ દસ્તાવેજો માત્ર એપ્સ્ટેઈનની હતાશા [Desperation] દર્શાવે છે કારણ કે તે ગેટ્સ સાથેના સંબંધો જાળવી શક્યો નહોતો. તે ગેટ્સને બદનામ કરવા અને ફસાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકતો હતો."

Advertisement

 બ્રિટિશ રાજવી પરિવાર અને 'મોન્સ્ટરસ ફન'

આ ફાઈલોનો રેલો માત્ર અમેરિકા સુધી સીમિત નથી, પરંતુ બ્રિટનના રસુખદાર લોકો સુધી પણ પહોંચ્યો છે. દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે એપ્સ્ટેઈને પ્રિન્સ એન્ડ્ર્યુ [Prince Andrew] ને એક 26 વર્ષીય રશિયન યુવતી સાથે મુલાકાત કરાવવાની ઓફર કરી હતી, જેની પર પ્રિન્સે સંમતિ પણ દર્શાવી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે 2005માં મહારાણી એલિઝાબેથે ગેટ્સને માનદ નાઈટહૂડ [Knighthood KBE] નું સન્માન આપ્યું હતું, જે હવે જોખમમાં મુકાઈ શકે છે.

બ્રિટિશ રાજદૂતનો પણ ઉલ્લેખ

આ ઉપરાંત, બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસન અને એપ્સ્ટેઈન વચ્ચેના ઈમેઈલમાં સીએટલ [Seattle] માં બિલ ગેટ્સ સાથે "મોન્સ્ટરસ ફન" (ભયાનક મજા) કર્યાનો ઉલ્લેખ છે. જોકે, એવું મનાય છે કે એપ્સ્ટેઈન ઘણીવાર બિલ ગેટ્સ ફાઉન્ડેશન [Bill Gates Foundation] ના નામે પણ બનાવટી ઈમેઈલ કરતો હતો

આ પણ વાંચો : Epstein Files: એપસ્ટીન ફાઈલ્સના નવા ખુલાસાઓમાં સેંકડો વાર ટ્રમ્પનું નામ આવ્યું, FBIએ દાવાઓને નકાર્યા

Tags :
Advertisement

.

×