AIથી 4-5 વર્ષમાં White Collar નોકરીઓ પર ખતરો, Bill Gates એ કહ્યુ-સમય ઓછો છે
. વ્હાઈટ કોલર જોબ્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી મોટો ખતરો
. AI તકનીક નોકરી બજારને ઝડપથી બદલી રહી છે
. AI ની કામકાજ, ભરતી પ્રક્રિયા, આર્થિક અસમાનતા પર ગંભીર અસર પડવાની ચેતવણી
Bill Gates AI Job Warning : આગામી 4-5 વર્ષમાં વ્હાઈટ કોલર નોકરીઓ પર મોટું સંકટ ઝળુંબી રહ્યું છે અને સરકારો આના માટે તૈયાર પણ નથી. આ ચેતવણી માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે (Bill Gates) આપી છે. દાવોસમાં ભારતીય મીડિયા જૂથ સાથેની વાતચીતમાં ગેટ્સે કહ્યુ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AI નોકરી બજારને આશાથી વધુ ઝડપથી બદલવાનું છે અને તૈયારી માટે ખૂબ ઓછો સમય છે.
બિલ ગેટ્સે કહ્યુ છે કે આગામી ચારથી પાંચ વર્ષમાં વ્હાઈટ કોલર જોબ્સ જ નહીં, પણ બ્લૂ કોલર સેક્ટર પર પણ આની અસર જોવા મળશે. સરકારોને બરાબરી અને રોજગારની સાથે જોડાયેલા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવું પડશે.
આ પણ વાંચો: Microsoft ના CEO Satya Nadella ની મોટી આગાહી, કહ્યું, 'વર્ષ 2026 AI માટે મહત્વનો ટર્નિંગ પોઇન્ટ'
AIની અસર વધશે
ગેટ્સે સ્વીકાર્યું છે કે AI ઘણી મોટી સમસ્યાઓને હલ કરવામાં મદદ કરી શકે છે જેવું કે બીમારીની ઓળખ, શિક્ષણ અને સંશોધન. પરંતુ તેમણે ચેતવણી આપી છે કે જો આ પરિવર્તનને યોગ્ય રીતે સંભાળવામાં નહીં આવે, તો કામકાજ, ભરતી અને આર્થિક અસમાનતા પર તેની મોટી અસર પડશે. તેમણે સવાલ કર્યો છે કે શું તમે લોકોને ફરીથી ટ્રેનિંગ આપશો? શું ટેક્સ સિસ્ટમ બદલાશે? અત્યાર સુધી AIની અસર ઓછી દેખાઈ છે. પરંતુ આ વધુ સમય સુધી નહીં રહે.
આ પણ વાંચો: Grok AI લઇને આવ્યું જોરદાર ફિચર, ટાઇપ કરવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ
શું ખતરો છે?
ગેટ્સે પોતાના વાર્ષિક રિપોર્ટ ધ ઈયર અહેડમાં પણ કહ્યુ હતુ કે AI પહેલાની તકનીકોની સરખામણીમાં ઘણું ઝડપથી પરિવર્તનો લાવી રહી છે અને સમાજના લગભગ દરેક ભાગને પ્રભાવિત કરી રહી છે. તેમણે કહ્યુ કે AI પહેલા જ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રોડક્ટિવિટી વધારી રહ્યું છે અને ઘણાં સ્થાનો જેવા કે કૉલ સેન્ટર અને લૉજિસ્ટિક્સમાં ઓછા કૌશલ્યવાળા કામોનું સ્થાન લઈ રહ્યું છે. જો તેના પર ધ્યાન નહીં આપવામાં આવે, તો આવક અને અવસર મુઠ્ઠીભર લોકોના હાથમાં સમેટાઈ શકે છે.
બિલ ગેટ્સે કહ્યુ છે કે અમેરિકા અને ભારતની વચ્ચે મજબૂત ભાગીદારીનો ફાયદો બંને દેશોને થશે. ભારતની ડિજિટલ પ્રગતિ અને AI અપનાવવાની ઝડપ તેની મોટી શક્તિ છે.
આ પણ વાંચો: અપડેટ થજો નહીંતર પતી જશો!: AI થી ખતમ થનારી 40 જૉબ્સનું આવ્યું લિસ્ટ


