કેવું હશે વસ્તી ઘટવાનું સંકટ ?
સમગ્ર વિશ્વમાં વસ્તીની વધ-ઘટ, વસ્તીના પ્રમાણ અને વસ્તીના પ્રમાણની અસર પર વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME) મહત્વના રિસર્ચ કરી રહી છે. આ સંસ્થાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે, ટૂંક સમયમાં સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધિ તેની મહત્તમ સીમા સુધી પહોંચી જશે. ત્યારબાદ શરુ થશે વસ્તી ઘટાડાનો ક્રમ. વર્ષ 2050 સુધીમાં વિશ્વના 75 ટકા દેશોમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી જશે. જેનાથી દેશોના અસ્તિત્વનું સંકટ પેદા થશે. આ ઉપરાંત અનેક દેશોમાં વૃદ્ધોની વધુ પડતી સંખ્યાને પરિણામે આરોગ્ય સમસ્યાઓ તેની ચરમસીમાએ પહોંચી જશે. વૃદ્ધોની સંભાળ રાખવા માટે યુવાનોની સંખ્યા ખૂબ ઓછી હશે.
IHMEનો રિપોર્ટ
વર્તમાનમાં ઘણા દેશોમાં પરિવારમાં ફક્ત એક જ બાળક હોય અથવા બાળક જ ન હોય તેવા પરિવારોની સંખ્યા વધી રહી છે. વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)નો અંદાજ છે કે 2050 સુધીમાં, 75 ટકા દેશોમાં જન્મ દર (Birth rate ) રિપ્લેસમેન્ટ લેવલથી નીચે હશે. વર્ષ 2100 માં આ આંકડો 97 ટકા સુધી પહોંચી જશે. આ સંસ્થાના એક અંદાજ પ્રમાણે આજથી 75 વર્ષ પછી પણ નાઈજર, ટોંગા, સોમાલિયા અને તાજિકિસ્તાન જેવા દેશોમાં વસ્તી દર 2.1 થી વધુ હશે. IHMEનો રિપોર્ટમાં વિશ્વની સરકારોને વસ્તી વૃદ્ધિમાં અચાનક ઘટાડો અટકાવવા પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Azamgarh: પ્રેમિકાના પરિવારે જ કરી પ્રેમીની કરપીણ હત્યા, વાંચો શું છે મામલો
વર્ષ 2100માં દર બીજું બાળક આફ્રિકામાં જન્મ લેશે
વસ્તીમાં ઝડપી ઘટાડાને કારણે અર્થતંત્ર પ્રભાવિત થશે. એક અંદાજ એ પણ છે કે 2100 સુધીમાં વિશ્વના અડધા બાળકો આફ્રિકન દેશોમાં જન્મ લેશે એટલે કે વિશ્વનું દર બીજું બાળક આફ્રિકન દેશ (African Country) માં જન્મશે. તેથી જ વસ્તી સંતુલન જાળવવા માટે જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા જેવા દેશોને સ્થળાંતર કરનારાઓ માટે તેમના દરવાજા ખોલવાની સલાહ આપવામાં આવી છે. રશિયામાં વસ્તી સંકટ એટલું વધી ગયું છે કે તેને અન્ય દેશોના યુવાનોને આકર્ષિત કરીને તેમની સેનામાં ભરતી કરવી પડી રહી છે.
2080 બાદ ભારતની વસ્તીમાં થશે ઘટાડો
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગયા વર્ષે પણ વસ્તી વિશે એક અંદાજ વ્યક્ત કર્યો હતો. જેમાં 2080 પછી ભારતની વસ્તીમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આ રસપ્રદ છે કારણ કે 5 દાયકા પહેલા પોલ એહરલિચે એક પુસ્તક લખ્યું હતું - ધ પોપ્યુલેશન બોમ્બ. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે જો વસ્તી આ રીતે વધશે, તો આ ગ્રહ ભૂખમરાનો શિકાર બનશે. આજે પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. ઘણા દેશોએ ઘણા સંસાધનો તૈયાર કર્યા છે, પરંતુ હવે ઘટતી વસ્તીનું સંકટ તેમના અસ્તિત્વનું સંકટ બની રહ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Case: સુરતમાં વધુ 7 દર્દીઓ કોરોના પોઝિટિવ, જાણો કુલ આંકડો કેટલે પહોચ્યો