Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બાંગ્લાદેશી મીડિયામાં છવાઈ બંગાળમાં BJP ની 206 સીટોની સુનામી, જાણો શું લખાયું છે?

West Bengal Election Result: ચૂંટણી પરિણામો પર બાંગ્લાદેશી મીડિયાએ SIR' હેઠળ મોટી સંખ્યામાં વોટર્સના નામ હટાવવાને પણ કવર કર્યું છે, જેણે આ ચૂંટણીને વધુ ચર્ચામાં લાવી દીધી છે. તેની સાથે જ એક્સપર્ટ્સનું માનવું છે કે આ જીતથી 2029ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીને આર્થિક અને વિદેશ નીતિના પડકારોનો સામનો કરવામાં મજબૂતાઈ મળશે.
બાંગ્લાદેશી મીડિયામાં છવાઈ બંગાળમાં bjp ની 206 સીટોની સુનામી  જાણો શું લખાયું છે
Advertisement

.  બાંગ્લાદેશી મીડિયાએ ભાજપની જીતને પૂર્વી ભારતમાં પીએમ મોદીના 'લોંગ માર્ચ'ની પૂર્ણાહુતિ અને વ્યૂહાત્મક પરિવર્તન ગણાવ્યું
.  'પ્રથમ આલો' જેવા પોર્ટલ્સે મતદાર યાદીમાં મોટા પાયે ફેરફાર (SIR)ને જીત પાછળનું મહત્વનું પરિબળો ગણાવ્યું
.  2029ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીની વિદેશ અને આર્થિક નીતિ વધુ મજબૂત બનશે તેવું નિષ્ણાતોનું માનવું છે

Bangladeshi Media: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Election 2026) માં ઐતિહાસિક પરિણામોએ ભારત સિવાય બાંગ્લાદેશ (Bangladesh) માં પણ હલચલ વધારી દીધી છે. આઝાદી બાદથી પહેલીવાર ભાજપે બંગાળમાં ભગવો લહેરાવ્યો છે. પાર્ટીએ 294 બેઠકોમાંથી 206 પર જીત મેળવીને 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત લાવી દીધો અને હવે સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ (BJP) ની જીતની ધમક ભારત જ નહીં પરંતુ પાડોશી દેશોમાં પણ જોવા મળી. આ બમ્પર જીતની ખબર બાંગ્લાદેશી મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલી છે.

Advertisement

આ પણ વાંચો: Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

Advertisement

ભાજપે પ.બંગાળમાં લગાવી મોટી છલાંગ: બાંગ્લાદેશી મીડિયા

બાંગ્લાદેશના મુખ્ય અખબારો અને પોર્ટલ્સે આ જીતને એક મોટા રાજકીય પરિવર્તન તરીકે રજૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભાજપની બંગાળમાં પહેલી જીત છે, જેણે કોંગ્રેસ, ડાબેરીઓ અને તાજેતરમાં ટીએમસીના દબદબાવાળા રાજ્યમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.

The Daily Star ના રિપોર્ટ મુજબ, આ જીત વડપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓમાંથી એક છે. આ પૂર્વીય ભારતમાં પાર્ટીનો લોંગ માર્ચ પુરો થવાના સંકેત છે.

Dhaka Tribune: આ અખબારે ભાજપ દ્વારા 200ના આંકડાને પાર કરવાને પ્રમુખતા આપી અને એ જીતને જબરદસ્ત ગણાવી છે.

Prothom Alo: આ રિપોર્ટમાં ભાજપની જીતના ત્રણ મોટા કારમ ગણાવ્યા-વોટર લિસ્ટમાં મોટા પ્રમાણમાં સંશોધન (SIR), પ્રાશાસનિક ફેરબદલ અને કેન્દ્રીય એજન્સીઓ (CBI, ED) ના વિપક્ષી નેતાઓ પર દબાણ.

બાંગ્લાદેશી મીડિયાએ સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવીઝન (SIR) હેઠળ મોટી સંખ્યામાં વોટર્સના નામ હટાવવાને કવર કર્યું, જેણે આ ચૂંટમીને વધુ ચર્ચામાં લાવી દીધી. તેની સાથે જ એક્સપર્ટ્સનું માનવું છેકે આ જીતથી 2029ની લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની આર્થિક અને વિદેશ નીતિના પડકારોનો સામનો કરવામાં મજબૂતાઈ મળશે.

આ પણ વાંચો: ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card

બાંગ્લાદેશ (Bangladesh) સરકારે શું કહ્યું ?

પરિણામ બાદ બાંગ્લાદેશની વિદેશ નીતિ પર પડનારી અસરને લઈને ત્યાંના મંત્રી શમા ઓબૈદ ઈસ્લામે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યુ છે કે ભારતમાં સરકાર બદલાવાથી બાગ્લાદેશની વિદેશ નીતિ પર કોઈ અસર નહીં પડે. ઈસ્લામે ક્હ્યુ છે કે અન્ય દેશમાં કઈ સરકાર છે, તેનાથી ઈતર તેમની પ્રાથમિકતા હંમેશા બાંગ્લાદેશ ફર્સ્ટ જ રહેશે.

બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ (Bengal Assembly Election Results)

ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવતા 45 ટકા વોટ શેયર સાથે 206 બેઠકો જીતી છે. મમતા બેનર્જીની ટીએમસી 81 બેઠકોમાં સમેટાઈ છે. ટીએમસીને લગભગ 39 ટકા વોટ મળ્યા. તેના સિવાય કોંગ્રેસ, સીપીએમ અને AJUP જેવા પક્ષોને કુલ 6 બેઠકો જ મળી છે. આ પાર્ટીઓનો વોટ શેયર 10થી 12 ટકાની આસપાસ રહ્યો છે.

આ પણ વાંચો: "બંગાળમાં મંત્રીમંડળ પહેલા જેહાદીઓનું લિસ્ટ બનાવો" : પૂર્વ RAW એજન્ટની BJP ને સલાહ

Tags :
Advertisement

.

×