America ના કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ વિસ્ફોટ, 1નું મોત, FBIએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો
- અમેરિકાના કેલિફોર્નિયામાં બોમ્બ વિસ્ફોટ
- ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા
- FBIએ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો
Palm Springs Blast: પામ સ્પ્રિંગ્સ શહેરના ડાઉનટાઉનમાં આ વિસ્ફોટ થયો હતો, જેનાથી ક્લિનિકને ભારે નુકસાન થયું છે અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. પોલીસે મૃતકની ઓળખની પુષ્ટિ કરી નથી.
ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ બ્લાસ્ટ
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પામ સ્પ્રિંગ્સના ડાઉનટાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેનાથી ક્લિનિકને ભારે નુકસાન થયું હતું અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. શહેરના પોલીસ વડાએ કહ્યું કે આ એક જાણી જોઈને કરાયેલું કૃત્ય હોય તેવું લાગે છે.
FBIના લોસ એન્જલસ ઓફિસના વડા અકિલ ડેવિસે જણાવ્યું કે ક્લિનિકને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે એ સમજાવવાનો ઇનકાર કર્યો હતો કે સત્તાવાળાઓ આ એક આતંકવાદી હુમલો છે એવું તારણ કયા આધારે કાઢ્યું. વિસ્ફોટમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી.
આ પણ વાંચો : 200 લોકોને લઈ જતું મેક્સીકન નેવીનું જહાજ ન્યુયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું, ચોંકાવનારો વિડીયો સામે આવ્યો