Syria Bomb Blast : સિરીયામાં મોટો આતંકી હુમલો ! ફિદાઈન હુમલામાં પોલીસ અધિકારીનું મોત
- Syria Bomb Blast : અલેપ્પોમાં મોટો આતંકી હુમલો !
- ફિદાઈન હુમલામાં પોલીસ અધિકારીનું મોત
- પોલીસે હુમલાખોરને દબોચ્યો ત્યા જ તેને બ્લાસ્ટ કર્યો
Syria Bomb Blast : સિરીયામાં મોટો આતંકી હુમલો થયા ઘટના સામે આવી છે. ન્યૂ યર ઈવ સમયે સિરીયાના અલેપ્પોમાં ફિદાઈ હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં એક વ્યક્તિએ આત્મઘાતી બોમ્બર તરીકે પેટ્રોલિંગ વિસ્તારમાં પ્રવેશ કર્યો અને પછી તે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક પોલીસ અધિકારીનું પણ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ આત્મઘાતી હુમલાને આતંકવાદી હુમલો માનવામાં આવ્યો છે, અને અલેપ્પોના ગવર્નર અઝમ અલ-ગરીબે આ હુમલાની પુષ્ટિ કરી છે.
શહેરના વ્યસ્ત વિસ્તારમાં હુમલો
ગવર્નર અઝમ અલ-ગરીબે જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલો અલેપ્પોના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક, બાબ અલ-ફરાજ વિસ્તારમાં થયો હતો, જે ઘણીવાર પ્રવૃત્તિઓથી ભરેલો રહે છે અને ગઈકાલે સાંજે નવા વર્ષની ઉજવણીને કારણે ભીડ રહેતી હતી. આ આત્મઘાતી હુમલો નવા વર્ષની ઉજવણીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ હતો. ISIS એ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોની સુરક્ષા માટે તૈનાત સૈનિકોને નિશાન બનાવીને પડકાર ફેંક્યો છે, પરંતુ તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
હુમલાખોરને દબોચ્યો ત્યાં જ તેને કર્યો બ્લાસ્ટ
ગૃહ મંત્રાલયના પ્રવક્તા નૌરેદ્દીન અલ-બાબાએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસે આત્મઘાતી હુમલાખોરને જોયો હતો, પરંતુ જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો. ત્યારે હુમલાખોરે પોતાને ઉડાવી દીધો. વિસ્ફોટથી ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઈ ગઈ. સીરિયામાં હુમલામાં એક સૈનિકનું મોત થયું હતું, અને બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ISIS પર હુમલો કરવાની શંકા
અલેપ્પોના ગવર્નરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આત્મઘાતી હુમલો ISIS આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરનો ઈરાદો લોકોના ટોળા અથવા ચર્ચને નિશાન બનાવવાનો હતો, પરંતુ સૈનિકોએ તેને સુરક્ષા ચોકી નજીક જોયો હતો. CCTV ફૂટેજ દર્શાવે છે કે હુમલાખોર ચેકપોઇન્ટ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓનું ધ્યાન ટાળીને ભીડવાળા વિસ્તારમાં પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: New Year પર વધારે ડ્રિન્ક થઇ ગયું !, આ શહેરમાં પોલીસ ઘરે મુકી જશે


