ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BRICS : ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે BRICS દેશ એલર્ટ, જાણો ડોલર મુદ્દે ભારતે શું કહ્યું

BRICS : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે BRICS દેશ એલર્ટ બન્યા છે. બ્રાઝિલે BRICS ના સભ્ય દેશોની વર્ચ્યુઅલ સમિટ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ સ્પષ્ટતા કરી છે કે, ગ્રૂપ કોઈપણ રીતે ડોલરને નબળો પાડવાની ઈચ્છા ધરાવતું નથી. ભારતે...
05:34 PM Aug 15, 2025 IST | Hiren Dave
BRICS : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે BRICS દેશ એલર્ટ બન્યા છે. બ્રાઝિલે BRICS ના સભ્ય દેશોની વર્ચ્યુઅલ સમિટ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ સ્પષ્ટતા કરી છે કે, ગ્રૂપ કોઈપણ રીતે ડોલરને નબળો પાડવાની ઈચ્છા ધરાવતું નથી. ભારતે...
BRICS Countries

BRICS : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે BRICS દેશ એલર્ટ બન્યા છે. બ્રાઝિલે BRICS ના સભ્ય દેશોની વર્ચ્યુઅલ સમિટ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ સ્પષ્ટતા કરી છે કે, ગ્રૂપ કોઈપણ રીતે ડોલરને નબળો પાડવાની ઈચ્છા ધરાવતું નથી. ભારતે પણ સ્પષ્ટતા કરી છે કે, ડી ડોલરાઈઝેશન તેના એજન્ડામાં સામેલ નથી.

ભારત BRICS ગ્રૂપનો સભ્ય દેશ છે. (BRICS )

બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાશિયો લુલા ડી સિલ્વાએ જણાવ્યું કે, અમે ટ્રમ્પના ટેરિફ વૉરની ચર્ચા માટે વર્ચ્યુઅલ સમિટ કરીશું. બ્રાઝિલમાં યોજાયેલી બેઠક દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કહ્યું કે, ભારત BRICS ગ્રૂપનો સભ્ય દેશ છે. અમે સંયુક્ત હિતોના મુદ્દે સભ્ય દેશો સાથે સંપર્કમાં રહીશું. ટ્રમ્પે BRICS દેશો પર ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપતાં આ બેઠક કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ  વાંચો -AlaskaTrump Putin Meeting : અલાસ્કામાં બેઠક પૂર્વે ટ્રમ્પનો ભારતને લઈ મોટો દાવો!

બ્રિક્સ દેશો વચ્ચે પાર્ટનર કરન્સીની વાત પર ભાર મૂકી

લુલાએ જણાવ્યું કે, અમે ડોલર વિરૂદ્ધ કોઈ પગલું લેવા માગતા નથી. તે એક જરૂરી ચલણ છે. પરંતુ BRICSમાં વેપાર કરવા માટે અમારી પાસે એક કરન્સી ઉભરી આવી શકે છે. આ એક વિચાર છે. તેના પર રિસર્ચ થઈ રહ્યું છે. અમે ડોલરને નબળો પાડવા માગતા નથી. અમે તેને જરૂરી કરન્સી ગણીએ છીએ. અમે માત્ર બ્રિક્સ દેશો વચ્ચે પાર્ટનર કરન્સીની વાત પર ભાર મૂકી રહ્યા છીએ.

આ પણ  વાંચો -રશિયાનો Alaska summit પહેલા મોટો નિર્ણય! ટેલિગ્રામ-વોટ્સએપ કોલ પર આંશિક પ્રતિબંધ

નવી દિલ્હીએ પણ આપી સ્પષ્ટતા

BRICS દેશો વચ્ચે કરન્સી મુદ્દે થઈ રહેલી ચર્ચાઓ પર જયસ્વાલે પણ કહ્યું હતું કે, નવી દિલ્હી તરફથી પણ સ્પષ્ટ વલણ છે કે, તેનો ડોલર વિરૂદ્ધ કોઈ એજન્ડા નથી. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે જાન્યુઆરીમાં ધમકી આપી હતી કે, જો બ્રિક્સ દેશ એક કોમન કરન્સી પર વાત કરશે, તો તેના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સ તરફથી જો કોઈ પણ કરન્સી તૈયાર કરવામાં આવી અને ડોલરને બાયપાસ કર્યો તો તેની વિરૂદ્ધ 100 ટકા ટેરિફ લાદશે. તેમાં કોઈ છૂટ મળશે નહીં.

Tags :
Brics CountriesDonald TrumpGujrata FirstTrump Tariff
Next Article