લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ, Canada ની રાજકીય પરિસ્થિતિ ગરમાઈ
- કેનેડાની રાજકીય ભૂકંપ, PM પદ માટે નવા નેતાની જાહેરાત નજીક
- Canada માં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર
- લિબરલ પાર્ટી 9 માર્ચે PM પદ માટે નેતાની જાહેરાત કરશે
કેનેડા (Canada)ની સત્તાધારી લિબરલ પાર્ટી 9 માર્ચે તેના નવા નેતાની પસંદગી કરશે, જે દેશના આગામી PM બનશે. પાર્ટીના નેતાઓએ ગુરુવારે મોડી રાત્રે આ અંગેની માહિતી આપી હતી. કેનેડા (Canada)ના વર્તમાન PM અને લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડોએ આ અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો PM રહેશે.
આ નામો PM ની રેસમાં સામેલ...
બેન્ક ઓફ કેનેડા (Canada)ના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ને અને ભૂતપૂર્વ નાણા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ લિબરલ પાર્ટીના આગામી નેતા તરીકે ચૂંટાવાની રેસમાં છે. ફ્રીલેન્ડે ગયા મહિને નાણામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. લિબરલ પાર્ટીના પ્રમુખ સચિત મહેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કેનેડા (Canada)ની લિબરલ પાર્ટી 9 માર્ચે નવા નેતાની પસંદગી કરશે અને 2025 ની ચૂંટણી લડવા અને જીતવાની તૈયારી કરશે."
આ પણ વાંચો : US : California ના લોસ એન્જલસમાં કુદરતી આપત્તિ, 2 લાખ લોકો બેઘર, 7 નાં મૃત્યુ
કેનેડામાં રાજકીય ઉથલપાથલ વધી...
કેનેડા (Canada)માં આ રાજકીય ઉથલપાથલ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા (Canada)ને 51 મું રાજ્ય ગણાવી રહ્યા છે અને કેનેડા (Canada)ને અમેરિકામાં જોડાવાની ઓફર કરી રહ્યા છે. ટ્રમ્પે કેનેડા (Canada) પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી છે. તાજેતરના સર્વેક્ષણો દર્શાવે છે કે લિબરલ પાર્ટી પાસે આગામી ચૂંટણી જીતવાની શક્યતા ઓછી છે. તાજેતરના સર્વે અનુસાર લિબરલ પાર્ટી 23 ટકા લોકોની પસંદગી તરીકે ઉભરી આવી છે જ્યારે વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી 45 ટકા લોકોની પસંદગી તરીકે ઉભરી આવી છે.
આ પણ વાંચો : રશિયા યુવતીઓને 80 હજાર રૂપિયા કેમ આપી રહ્યું છે, પુતિનની રણનીતિ શું છે?