Canada : ભારતીય ફિલ્મની સ્ક્રીનિંગ સમયે ઓકવિલમાં થિયેટરને પેટ્રોલ છાંટી સળગાવ્યું
- Canada માં હવે ભારતીય ફિલ્મો નિશાને!
- ઓકવિલમાં થિયેટરને પેટ્રોલ છાંટી સળગાવ્યું
- ભારતીય ફિલ્મની સ્ક્રીનિંગ થઈ રહી હતી
- આગચંપી બાદ ફાયરિંગ કર્યાનો પણ ખુલાસો
- ખાલિસ્તાનીઓની હરકત હોવાની આશંકા
- પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ કરાઈ તેજ
Canada Indian films attack : કેનેડામાં વસતા ભારતીય સમુદાય અને ભારતીય કલા સંસ્કૃતિ (Indian art culture) પરના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઓકવિલે સ્થિત ફિલ્મ.સીએ સિનેમા પર એક જ સપ્તાહમાં 2 વખત હુમલો કરવામાં આવ્યો છે, જેણે કેનેડા (Canada) માં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ આંગળી ચીંધી છે. આ હુમલાઓ એવા સમયે થયા જ્યારે થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ (Screening of Indian films) ચાલી રહ્યું હતું, જેના કારણે આ હરકતો પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક સપ્તાહમાં 2 ગંભીર હુમલા
જણાવી દઇએ કે, Canada ના ઓકવિલના આ થિયેટરને એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં 2 અલગ-અલગ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે, જે દર્શાવે છે કે આ હુમલાઓ કોઈ સામાન્ય ચોરી કે તોડફોડ નહીં, પરંતુ લક્ષ્યાંકિત હુમલાઓ (Targeted Attacks) છે.
પહેલો હુમલો (Canada)
- સપ્ટેમ્બર 25 ના રોજ વહેલી સવારે લગભગ 5:20 વાગ્યે, બે અજાણ્યા શખ્સોએ થિયેટરના પ્રવેશદ્વાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો.
- મોડસ ઓપરેન્ડી : CCTV ફૂટેજમાં દેખાયા મુજબ, શંકાસ્પદોએ કાળા કપડાં પહેર્યા હતા અને માસ્કથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. તેઓ ગ્રે અને સફેદ એસયુવીમાં આવ્યા હતા.
- નુકસાન : હુમલાખોરો લાલ ગેસના કેન લઈને આવ્યા હતા અને તેમણે બહારથી આગ લગાવી હતી. સદનસીબે, આગની જ્વાળાઓ ઇમારતના અંદરના ભાગ સુધી પહોંચી નહોતી, પરંતુ ઇમારતને થોડું નુકસાન થયું હતું.
બીજો હુમલો
- ઓક્ટોબર 2ના રોજ સવારે લગભગ 1:50 વાગ્યે, થિયેટરને વધુ એક ગંભીર આંચકો લાગ્યો. એક શંકાસ્પદ વ્યક્તિએ થિયેટરના પ્રવેશદ્વાર પર ગોળીબાર (Firing) કર્યો.
- શંકાસ્પદની ઓળખ : પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોર ભારે બાંધાનો હતો અને તેણે પણ કાળા કપડાં અને માસ્ક પહેર્યા હતા.
- હેલ્ટન પોલીસે આ બંને ઘટનાઓને અત્યંત ગંભીર ગણાવી છે અને બંને હુમલાને એકબીજા સાથે જોડાયેલા તથા જાણી જોઈને લક્ષ્ય બનાવાયેલા હુમલા ગણાવ્યા છે.
ભારતીય ફિલ્મો સાથે સીધું જોડાણ
થિયેટરના સીઈઓ, જેફ નોલેના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આ હુમલાઓનો મૂળ હેતુ થિયેટર દ્વારા પ્રદર્શિત થઈ રહેલી દક્ષિણ એશિયાઈ (ભારતીય) ફિલ્મો છે. નોલે જણાવ્યું હતું કે, "કોઈએ ફક્ત એટલા માટે થિયેટરને સળગાવવાનો પ્રયાસ કર્યો કારણ કે અમે દક્ષિણ એશિયાઈ ફિલ્મો બતાવી રહ્યા હતા."
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, થિયેટર પ્રશાસને તેમના દર્શકો અને સ્ટાફની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સાવચેતીના ભાગરૂપે બે ભારતીય ફિલ્મોનું પ્રદર્શન સ્થગિત કરી દીધું છે. જોકે થિયેટરનું વલણ સ્પષ્ટ છે કે તેઓ દબાણ સામે ઝૂકવા માંગતા નથી અને તેમનો સમુદાય સુરક્ષિત અનુભવે, તે સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો : France Strike: અમેરિકા પછી ફ્રાન્સ બંધ! ખર્ચમાં કાપના વિરોધમાં 200 શહેરોમાં હડતાળ, એફિલ ટાવર પણ બંધ